Home » NRG » USA » International Gujarati film festival at New Jersey

ન્યૂજર્સી 'ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ'; કરસનદાસ P&Uના 'તિલોક'ને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 12:10 PM

ફેસ્ટિવલના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ અમદાવાદમાં આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી હતી

  • International Gujarati film festival at New Jersey
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. ગત 3 ઓગસ્ટના રોજ યોજાયેલો આ પ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે, આ અંગેની જાહેરાત અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં દિવ્યભાસ્કર.કોમ ડિજિટલ પાર્ટનર હતું. ફેસ્ટિવલના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ અમદાવાદમાં આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આટલી મોટી ઇવેન્ટને સારો પ્રતિસાદ આપ્યો હતો.

    - આ કાર્યક્રમમાં અંદાજિત 5000 જેટલાં ફિલ્મ રસિકોએ હાજરી આપી હતી. ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં 23થી વધુ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
    - ફેસ્ટિવલમાં 12 ફિચર ફિલ્મો કોમ્પિટિશનમાં, 4 ફિલ્મો (શરતો લાગુ, ધાડ, ડીએચએચ અને ધ કલર ઓફ ડાર્કનેસ)નું સ્પેશિયલ સ્ક્રિનિંગ, ત્રણ ડોક્યુમેન્ટરી અને 4 શોર્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

    ન્યૂજર્સીની ઇન્ડિયન કોમ્યુનિટીએ પણ લીધો ભાગ


    - પહેલાં દિવસે ઓપનિંગ સેરેમની દરમિયાન ન્યૂજર્સીની ઇન્ડિયન કોમ્યુનિટીએ પણ હાજરી આપી હતી. પહેલાં દિવસની ઓપનિંગ ફિલ્મ 'રેવા' હતી.
    - આ ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત આખું ઓડિટોરિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. ફિલ્મના અંતે 'રેવા'ની સ્ટારકાસ્ટે દર્શકોના સવાલોના જવાબ આપ્યા હતા.
    - આ જ રાત્રે શરતો લાગુ ફિલ્મનું યુએસએ પ્રીમીયર આયોજિત થયું હતું. ફિલ્મ બાદ તેના ડાયરેક્ટરે દર્શકોના સવાલોના જવાબ આપ્યા હતા.

    બીજાં દિવસે કરન્ટ ટ્રેન્ડ વિશે થઇ ચર્ચા


    - બીજાં દિવસે અન્ય ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉફરાંત ડાયરેક્ટર પરેશ નાયક અને લતેશ શાહ, સુજાતા મહેતા, મધુ રાયએ વર્કશોપ કરી હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કરન્ટ ટ્રેન્ડ વિશે વાત થઇ હતી.

    ઢ ફિલ્મથી કાર્યક્રમનું સમાપન


    - ત્રીજાં દિવસના અંતે ગુજરાતી ફિલ્મ 'ઢ'ના સ્ક્રિનિંગથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્રીજાં દિવસે નેશનલ એવોર્ડ ફિલ્મ ઓફ 2018 એવોર્ડ સેરેમની રાખવામાં આવી હતી.
    - આ સેરેમની ન્યૂજર્સીના રોયલ ગ્રાન્ડ મેનોરમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં લોકલ કોમ્યુનિટી લીડર્સે હાજરી આપી હતી.
    - આ એવોર્ડ્સ અલગ અલગ 18 કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યા હતા.

    18 કેટેગરીમાં સામેલ થયેલી ફિલ્મોનું લિસ્ટ

    1 Best Documentry Film Baheroopi
    2 Best Short Film Rammat Gammat
    3 Best Screenplay Jitendra Parmar Fera Feri Hera Feri
    4 Best Story Krishnadev Yagnik Karsandas Pay And Use
    5 Best Dialouges Chinmay Purohit Oxygen
    6 Best Cinemetography Daniele Botteselle Bhanwar
    7 Best Editor Roopang Acharya Ratanpur
    8 Best Actor In Comic Role Hemang Shah Karsandas Pay And Use
    9 Best Actor In Negative Role Mithil Jain Superstar
    10 Best Supporting Actor Female Ketaki Dave Pappa Tamne Nai Samjay
    11 Best Supporting Actor Male Manoj Joshi Pappa Tamne Nai Samjay
    Jimit Trivedi Gujjubhai Most Wanted
    12 Best Music Sachin Jigar Love Ni Bhavai
    13 Best Actor Female Sujata Mehta Chitkar
    Deeksha Joshi Karsandas Pay And Use
    14 Best Actor Male Mayur Chauhan Karsandas Pay And Use
    15 Best Director Dipesh Shah Chal man Jeetva Jaiye
    Rahul Bhole - Vinit Kanojia Reva
    16 Most Popular Film Gujjubhai Most Wanted
    Chal Man Jeeetva Jaiye
    17 Best Film Reva
    18 Vaadilal Icon Of The Year Malhar Thakar

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની વધુ તસવીરો...

  • International Gujarati film festival at New Jersey
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • International Gujarati film festival at New Jersey
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • International Gujarati film festival at New Jersey
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending