• Home
  • NRG
  • USA
  • USA New jersey organized international Gujarati film festival

અમેરિકાના ન્યૂજર્સીમાં યોજાશે ઇન્ટનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ

આ કાર્યક્રમ આગામી 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન યોજાશે

divyabhaskar.com | Updated - Jul 31, 2018, 07:47 PM
USA New jersey organized international Gujarati film festival

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં અર્બન ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવનું આયોજન થઈ રહ્યું છે. IGFF ( International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફેસ્ટિવલ છે. ડિજિટલ મીડિયા પાર્ટનર દિવ્યભાસ્કર.કોમના સહયોગથી આ કાર્યક્રમ આગામી 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન યોજાશે. IGFFનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાને વ્યાપક ધોરણે પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતી ફિલ્મ જગત પ્રત્યે જેમનું પ્રસંશનીય યોગદાન છે તેઓને શ્રેણીબદ્ઘ પુરસ્કારો દ્રારા પ્રોત્સાહિત કરવાનો છે. આ ફેસ્ટિવલ, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને આંતરરાષ્ટ્રીય સિનેમેટીક જ્ઞાન વધારવાની અને એક વિશાળ નેટવર્ક સાથે સાંકળવાની તક આપે છે જેથી અન્ય ફિલ્મ ઉદ્યોગની સરખામણીમાં પોતાનું એક આગવુ સ્થાન મેળવી શકે.

X
USA New jersey organized international Gujarati film festival
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App