Home » NRG » USA » Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain

જ્યારે વિદેશમાં એક સારા ઘરની ગુજરાતી મહિલાએ કોલગર્લનું લાયસન્સ લેવું જ પડ્યું

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 04:24 PM

દરેક શહેરની ખાસિયત કે ઓળખ હોય છે. આ ટિવ્હાનાહ શહેર નામચીન એટલે કે કુખ્યાત છે.

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોઃ પ્રતિકાત્મક

  એનઆરજી ડેસ્કઃ લોસ એન્જલસથી કેટલાંક મિત્ર દંપતીઓ ઉનાળાના દિવસોમાં મેક્સિકોમાં આવેલાં Tijuana ફરવા ગયાં. આ ટીવ્હાનાહ શહેર લોસ એન્જલસથી દક્ષિણ છેડે આવેલા સાન ડીએગા થઇને જતાં મેક્સિકોની બોર્ડર પર ટીવ્હાનાહ નદીને કિનારે આવેલું છે. દરેક શહેરની ખાસિયત કે ઓળખ હોય છે. આ ટિવ્હાનાહ શહેર નામચીન એટલે કે કુખ્યાત છે. જો કે, આ લોકોને તેની ખબર નહોતી. નાઇટ ક્લબનું કલ્ચર ત્યાં ભારે પ્રચલન છે. આ બોર્ડર ટાઉનમાં ગુનાખોરીનું પ્રમાણ સૌથી વધારે છે. ડ્રગ અને પ્રોસ્ટિટ્યૂશનનો ધંધો ત્યાં મોટા પ્રમાણમાં ચાલે છે. USA Today નામના સમાચારપત્રમાં તો How to stay safe in tijuana નામનો લેખ લખાયો છે. જે ત્યાં જનાર સહેલાણીઓ માટે લાલાબત્તી સમાન છે. અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ તરફથી ત્યાં જનારાઓને ચેતવવામાં આવે છે કે TijUanaમાં એકલાં જશો નહી અને સ્ત્રીઓને તો સાવચેત રાખવા માટે ખાસ ભલામણ કરવામાં આવે છે. આ અજાણ લોકો Tijuana ઘણા લોકો જાય છે એટલે કોઇ જાણીતું સ્થળ હશે એમ માનીને ગયા.

  શોપિંગ કરવા ગયા અને આવી પડી મુસીબત


  - અહીં આવ્યા પછી એક સ્ત્રીવૃંદ ખરીદી માટે એક મોલમાં ગયું અને પુરુષો શહેરમાં ફરવા ગયા. હવે થયું એવું તે એક બહેનને ઝાઝી ખરીદી કરવાની હતી નહીં એટલે એ થોડા વખતમાં મોલમાંથી બહાર આવી અને એના પતિનો સંપર્ક કરવા માટે ફોન પર પ્રયત્નો કરતી રાહ જોવા લાગી.
  - ઉનાળાની ગરમી હતી એટલે એણે બાંય વગરનું ટીશર્ટ અને શોર્ટ પેન્ટ પહેર્યું હતું.
  - બપોરનો સમય હોવાથી ત્યાં અવરજવર પણ ઓછી હતી. ત્યાં આ બહેન ગોગલ્સ પહેરીને પતિની રાહ જોતી હતી.
  - થોડીવારમાં ત્યાં એક પોલીસ કાર આવી. એક પોલીસ ઓફિસર ગાડીમાંથી ઉતર્યો અને આ બહેનને પૂછ્યું કે, 'તમારું લાયસન્સ ક્યાં છે?' બહેન કહે, શાનું લાયસન્સ?
  પોલીસ પૂછે છે: શેનું એટલે? કોલગર્લ નું લાયસન્સ.


  આગળની સ્લાઇડમાં જાણો, પોલીસે ના માની મહિલાની વાત...

  (સૌજન્યઃ ગુર્જરી ડાયજેસ્ટ, રમેશ દેસાઇ)
  (સૌજન્યઃ રમેશ તન્નાએ પોતાના ફેસબુક પેજ પર આ આર્ટિકલ શૅર કર્યો છે. )

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોઃ પ્રતિકાત્મક

  પોલીસે ના માની મહિલાની વાત 


  - લાયસન્સની વાત સાંભળીને આ બહેન એકદમ હેબતાઇ ગઇ. એણે કહ્યું, હું કોઇ એવી છોકરી નથી. મારા પતિ એના મિત્રો સાથે શહેરમાં ફરવા ગયાં છે તેનો હું સંપર્ક કરવા પ્રયત્ન કરું છું.

   

  આગળની સ્લાઇડમાં જાણો, પોલીસે શું કર્યુ મહિલા સાથે... 

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોઃ પ્રતિકાત્મક

  - પોલીસ આ વાત માનવા તૈયાર નહોતી, વળી ત્યાંનું પોલીસ તંત્ર સાવ સડેલું. 'બધા આમ જ કહે છે!' - કહીને એ આ બહેનને પોલીસ સ્ટેશન લઇ ગયો. 
  - આ બહેને પતિને ખૂબ ફોન કર્યા પણ કોઇ સંપર્ક થતો નહોતો એટલે એણે એના દીકરાને ફોન કર્યો એટલે એ તરત Tijuana આવવા રવાના થયો. 
  - બહુ લાંબા સમય પછી પતિનો સંપર્ક થયો ત્યારે ખબર પડી કે તે એક બારમાં બેસીને મિત્રો સાથે દારુ પીતા હતા અને બારમાં મ્યુઝિકનો ઘોંઘાટ એટલો બધો હતો કે ફોનની ઘંટડી સંભળાતી નહોતી. છેવટે પતિ પણ પોલીસ સ્ટેશન પર આવવા રવાના થયા.


  આગળની સ્લાઇડમાં જાણો, શું થયું જ્યારે પોલીસે કહ્યું કોર્ટમાં જતા પહેલાં રહેવું પડશે જેલમાં... 

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોઃ પ્રતિકાત્મક

  કોર્ટમાં જવા માટે રહેવું પડશે જેલમાં 

   

  - બંને બાપ-દિકરો પોલીસસ્ટેશન આવી પહોંચ્યા અને પોલીસને ખાતરી આપી કે આ એક આબરુદાર સ્ત્રી છે. તમે માનો છો એવું કશું જ નથી. આ કોઇ કોલગર્લ નથી. આ જુઓ અમારા સૌના ડ્રાઇવિંગ લાયસન્સ અને આઇ.ડી. કાર્ડ. 
  - મહિલાને પોલીસ સ્ટેશન લાવેલો પોલીસ ખંધો હતો. એ આ બધી વાત માનવા તૈયાર નહોતો. એણે કહ્યું કે તમારે આ વાત કોર્ટમાં જજની સામે પુરવાર કરવું પડશે. 
  - પતિએ કહ્યું કે, ચાલો તો જજ પાસે જઇએ. પોલીસ કહે, આ તો વીકએન્ડ છે એટલે જજ તો સોમવારે મળશે, ત્યાં સુધી આ બહેનને અમારે જેલમાં રાખવી પડશે.
  - આ પરિવારને તો માથે આભ તૂટી પડ્યા જેવું થયું. અજાણ્યા સ્થળે એક સ્ત્રીને એકલી બે દિવસ જેલમાં કેવી રીતે રહેવાય? ત્રણે જણે ઘણી દલીલ કરી કે જેલમાં તો નથી જ રહેવું.


  આગળની સ્લાઇડમાં જાણો, પોલીસે આપ્યો વિચિત્ર વિકલ્પ... 

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તસવીરોઃ પ્રતિકાત્મક

  પોલીસે આપ્યો વિચિત્ર વિકલ્પ 

   

  - પોલીસે કહ્યું કે, 'જેલમાં ન રહેવું હોય તો એક ઉપાય છે. અમે એને વેશ્યાનું લાયસન્સ હમણાં જ આપી શકીએ. લાયસન્સ ફી ફક્ત 200 ડોલર છે. આ અરજીપત્ર ભરીને આપો એટલે તરત લાયસન્સ મળી જશે, પછી તમે છુટ્ટા.' 
  - પરિવારને માથે તો આ બીજું આભ તૂટ્યું. હાય હાય વેશ્યાનું લાયસન્સ આપણાથી લેવાય? એમ ન કરીએ તો શું બે દિવસ મેક્સિકોની કુખ્યાત કારાગાર જેવી જેલમાં રહેવું? પસંદગી સડેલી નહોતી અને ત્રીજો કોઇ વિકલ્પ નહોતો.
  - ત્રણેયના મન, હૃદય અને મગજનું મંથન ચાલ્યું. લાયસન્સ કે જેલ? લાયસન્સ કે જેલ? ના વારંવાર થતા પડઘાઓમાંથી ત્રણેય ને એક જવાબ મળતો રહ્યો. 
  - લાયસન્સ લઇને ઘર ભેગા થઇ જઇએ પણ આ જેલમાં તો બે દિવસ ન જ રહેવાય.
  - છેવટે અરજીપત્ર ભર્યું, બસો ડોલર આપ્યા, લાયસન્સ લીધું અને વિલંબ કર્યા વિના ઘરે આવી ગયાં.

   

  આગળની સ્લાઇડમાં જાણો, પરિવારે શું કર્યુ આ લાયસન્સનું... 

 • Tijuana sits in a valley on the Tijuana River that boasts rugged and hilly terrain
  તસવીરોઃ પ્રતિકાત્મક

  ત્રણ નકલ કઢાવી ઘરમાં ફ્રેમ કરીને મઢાવ્યું લાયસન્સ 

   

  - અસરગ્રસ્ત પરિવારનો સ્પિરિટ જુઓ. તેમણે આ લાયસન્સ ફાડવાને બદલે તેની ત્રણ નકલો કઢાવી, એને ફ્રેમમાં મઢાવીને એક રસોડામાં, એક દીવાનખંડમાં અને એક શયનખંડમાં ટીંગાડીને મૂકી છે. 
  - હવે આ પરિવારના ઘરે આવનાર બધા મહેમાનોને આ લાયસન્સ બતાવીને આખી વાત અક્ષરશઃ કહીને હસે છે અને સૌને હસાવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ