Home » NRG » USA » Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband

પત્નીને રાખી ઢોરની જેમ, 10 વર્ષમાં પતિએ તમામ હદ વટાવી કર્યો અત્યાચાર

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 07:22 PM

10 વર્ષ સુધી ચૂપચાપ સહન કર્યો પતિનું ટોર્ચર, ભારતથી અમેરિકા ગયેલી મહિલાની આપવીતિ

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  નેહા તેના પતિ અભિષેક ગટ્ટાનીની સાથે

  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 10 વર્ષ સુધી પતિના હાથે ટોર્ચર થયેલી ભારતીય મહિલાએ પોતાની દર્દનાક આપવીતિ જણાવી છે. સિલિકોન વેલીમાં એન્જીનિયર નેહા રસ્તોગીએ એક ટીવી શોમાં પોતાની સાથે થયેલી ઘરેલૂ હિંસાને ફરીથી યાદ કરી છે. નેહાએ જણાવ્યું કે, કેવી રીતે પતિ તેને દરરોજ લાત-ફટકાર અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે કેવી રીતે 2016માં તેણે આ હિંસા વિરૂદ્ધ પગલાં લેવા વિશે વિચાર્યું અને ફોનમાં તેની સાથે થયેલા અત્યાચાર અને હિંસાને રેકોર્ડ કરી.

  - મેગન કેલીના શોમાં એપ્પલમાં ભૂતપૂર્વ મેનેજર અને ભારતીય એન્જીનિયર નેહા રસ્તોગીએ જણાવ્યું કે, 24 વર્ષની ઉંમરે તેના લગ્ન અભિષેક ગટ્ટાની સાથે થયા હતા.
  - અભિષેક પણ સિલિકોન વેલીમાં કોઇ કંપનીમાં સીઇઓ હતો. આ લગ્ન સમયે નેહાને ખ્યાલ પણ નહતો કે તે કેવા જીવનમાં પ્રવેશ કરવા જઇ રહી છે.
  - 2009માં લગ્નના એક મહિના બાદ તેઓ બે વખત મૂવી જોવા ગયા. ત્યાં શોપિંગ કર્યુ, પરંતુ ઘરે પરત ફરતી વખતે અભિષેક ખૂબ જ ગુસ્સે થયો હતો.
  - નેહાએ શોમાં જણાવ્યું કે, ઘરે પહોંચતા જ પહેલાં મારાં પતિએ મને થપ્પડ મારી અને મને ધક્કો માર્યો. હું નીચે પડી ગઇ તો મને પેટમાં લાત પણ મારી. હું તે સમયે ખૂબ જ આઘાતમાં હતી.
  - નેહા આખી રાત આઘાતમાં એ જ સ્થળે બેસી રહી જ્યાં પતિએ તેને માર માર્યો હતો. એટલું જ નહીં, સવારે ઉઠ્યા બાદ પણ તેણે નેહા પાસે માફી ના માંગી.
  - તે આ ઘટનાથી ખૂબ જ ડરી ગઇ હતી. જો કે, તેને એ વાતનો પણ ડર હતો કે, આ બધું જ જાણીને તેનું ફેમિલી પતિ વિશે શું વિચારશે?
  - નેહાએ આ ડરથી જ મારપીટની વાતને પરિવારથી છૂપાવવાનો નિર્ણય કર્યો. તે ડિવોર્સ નહોતી ઇચ્છતી, વળી તેને આશા હતી કે તે તેના લગ્નને બચાવી લેશે.
  - જો કે, તમામ આશાઓ અને કોશિશો છતાં તેના પતિના ટોર્ચર અને અત્યાચારોનો અંત ના આવ્યો. તે દરેક નાની-નાની વાતે તેની સાથે મારપીટ કરતો રહ્યો.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે દીકરીના જન્મ બાદ જાગી આશા...

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  નેહા તેની દીકરીની સાથે

  દીકરીના જન્મ બાદ જાગી આશા 


  - 2013માં નેહાએ દીકરીને જન્મ આપ્યો. ત્યારે ફરી એકવાર તેને આશા જાગી કે આ ઘરેલૂ હિંસાનો અંત આવી જશે, કારણ કે તેઓ માતા-પિતા બની ગયા છે. 
  - પરંતુ આ અત્યાચાર અટકવાનું નામ લેતો નહતો. દીકરીના જન્મના છઠ્ઠા દિવસે તેને દૂધ પીવડાવી રહી હતી, ત્યારે પતિએ એવું કહીને તેના વાળ ખેંચી, માર માર્યો હતો કે, તું યોગ્ય રીતે દૂધ નથી પીવડાવતી. 
  - નેહાએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો અને પતિને જવાબ આપ્યો તે અભિષેકે તે દિવસે પણ તેની પીટાઇ કરી. 
  - જ્યારે તેઓની દીકરી ત્રણ મહિનાની હતી, ત્યારે અભિષેકે કુરિયર બોયની સામે જ નેહાને માર માર્યો. આ ઘટનાની ફરિયાદ કુરિયરના કર્મચારીએ પોલીસમાં કરી અને અભિષેકની ધરપકડ થઇ. 

   

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  આ લગ્ન સમયે નેહાને ખ્યાલ પણ નહતો કે તે કેવા જીવનમાં પ્રવેશ કરવા જઇ રહી છે.

  લગ્ન તોડવા નહોતી ઇચ્છતી નેહા 


  - નેહા પોતાની ફેમિલીને તૂટવા દેવા નહોતી ઇચ્છતી, તેથી જ પતિના બોલાવવાથી તે જેલ પહોંચી અને તેના જામીન કરાવ્યા. પરંતુ મારપીટ અને ગાળાગાળીની ઘટનાઓ ખતમ ના થઇ. 
  - નેહાએ જણાવ્યું કે, દસ વર્ષમાં તેના પતિએ માથામાં માર માર્યો, વાળ ખેંચ્યા, ધક્કા માર્યા અને પેટમાં લાતો પણ મારી. 
  - તેના માટે ખતરાની ઘંટડી તે સમયે વાગી જ્યારે તેને પોતાના મોતનો ડર લાગવા લાગ્યો. આ સમયે તેણે લાઇફ ઇન્શ્યોરન્સ અને વકીલની મદદ લેવાનો નિર્ણય કર્યો. 
  - આખરે વકીલ માઇકલ પોસ્કોઇની મદદથી તેને લગ્નથી છૂટકારો મળ્યો. નેહા પોતાને આ સંબંધથી અલગ કરાવવા માટે વકીલને ક્રેડિટ આપે છે. 

   

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  સિલિકોન વેલીમાં સીઇઓ તેના હસબન્ડ અભિષેક ગટ્ટાનીને જેલ જવું પડ્યું હતું

  આવી રીતે સામે આવ્યો મામલો 


  - નેહા ઘરેલૂ હિંસા મામલે ગયા વર્ષે સમાચારમાં આવી, જ્યારે સિલિકોન વેલીમાં સીઇઓ તેના હસબન્ડ અભિષેક ગટ્ટાનીને જેલ જવું પડ્યું હતું. 
  - નેહાએ ઘરેલૂ હિંસા મામલે કેસ નોંધાવ્યો હતો અને સાબિતી તરીકે મારપીટના વીડિયો પણ દર્શાવ્યા હતા. ગટ્ટાનીએ ઝગડાંની વાતથી ઇનકાર કરતાં હુમલાના આરોપીના સહઅપરાધમાં ફેરવાઇ દેવામાં આવ્યો. 
  - ગટ્ટાનીને માત્ર ઓફેન્સિવ ટચિંગનો આરોપી ગણાવ્યો હતો. એવામાં ઘરેલૂ હિંસા પ્લીયા ડીલ હેઠળ બે અઠવાડિયાથી પણ ઓછા સમય માટે જેલમાં રહેવું પડ્યું હતું. 
  - જ્યારે નેહા તરફથી સોંપવામાં આવેલા વીડિયો ક્લિપ્સમાં મારપીટ અને ચીસોનો અવાજ આવતો હતો. 
  - વળી, ઘરેલૂ હિંસાની એક બીજી ક્લિપમાં ગટ્ટાની એવું કહેતો સંભળાય છે કે, હું તને મરતી જોવા ઇચ્છું છું. હું હકીકતમાં તેની દરરોજ કલ્પના કરું છું.

   

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  નેહા રેકોર્ડિંગની મદદથી હસબન્ડને મેડિકલ હેલ્પ આપવા ઇચ્છતી હતી

  સાબિતી માટે નહોતું કર્યુ રેકોર્ડિંગ 


  - નેહાએ જણાવ્યું કે, જ્યારે તેણે આ બધું રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યુ, ત્યારે મારો હેતુ તેને સાબિતી તરીકે ઉપયોગ કરવાનો નહતો. હું આની મદદથી મારાં હસબન્ડને મેડિકલ હેલ્પ આપવા ઇચ્છતી હતી. 
  - નેહાએ વિચાર્યું કે, આ રેકોર્ડિંગ તે સસરાને સંભળાવશે, જે ડોક્ટર છે. નેહા એ જાણવા ઇચ્છતી હતી કે, અભિષેક કોઇ માનસિક બીમારીથી પીડિત તો નથી!
  - નેહાએ કહ્યું કે, જ્યારે તે પતિની વિરૂદ્ધ બહાર નિકળી, તો તેને એ વાતનો અહેસાસ જ નહતો કે, આ રેકોર્ડિંગ તેના માટે સાબિતી બની જશે. 
  - તે જ્યારે કેસ નોંધાવવા માટે પતિની પાસે ગઇ ત્યારે તેણે પોલીસને વારંવાર રિક્વેસ્ટ કરી હતી કે, પતિને ઓફિસમાંથી અરેસ્ટ ના કરે, નહીં તો તેનું કરિયર બરબાદ થઇ જશે. 
  - નેહાએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે ક્યારેય હસબન્ડ વિરૂદ્ધ એ રેકોર્ડિંગનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ નહોતું બનાવ્યું, કારણ કે તે તેને બચાવવા ઇચ્છતી હતી. 

   

 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇન્ટરવ્યુ દરમિયાન નેહા રસ્તોગી
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  નેહા રસ્તોગી તેના પરિવાર સાથે
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  2013માં નેહાએ દીકરીને જન્મ આપ્યો
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  અભિષેક ગટ્ટાની તેની દીકરી સાથે
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરીના જન્મ સમયે નેહા રસ્તોગી
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જ્યારે તેઓની દીકરી ત્રણ મહિનાની હતી, ત્યારે અભિષેકે કુરિયર બોયની સામે જ નેહાને માર માર્યો.
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇન્ટરવ્યુ દરમિયાન નેહા રસ્તોગી
 • Indian Woman Bravely Details Violent Domestic Abuse By Her Husband
  નેહા તેના પરિવાર સાથે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ