• Home
  • NRG
  • USA
  • Indian student creates pace-detecting algorithm to solve parking problem

ભારતીય સ્ટુડન્ટે ગણિતની મદદ બનાવી ગાડીઓના પાર્કિંગની ફોર્મ્યૂલા

સાઇ નિખિલે 2018માં વિજ્ઞાન અને ટેક્નિકલ સ્પર્ધામાં પુરસ્કાર પણ મેળવ્યો હતો

divyabhaskar.com | Updated - Nov 01, 2018, 07:02 PM
ગાડીઓની સંખ્યા અને પાર્કિંગની સાઇઝ તાત્કાલિક કેલ્યુકેટ કરે છે આ ટેક્નિક
ગાડીઓની સંખ્યા અને પાર્કિંગની સાઇઝ તાત્કાલિક કેલ્યુકેટ કરે છે આ ટેક્નિક

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં પાર્કિંગની સમસ્યાને જોતાં ભારતીય સ્ટુડન્ટ સાઇ નિખિલ રેડ્ડીએ એવું અલ્ગોરિધમ તૈયાર કર્યુ છે, જે પાર્કિંગ સ્લોટમાં જગ્યા સરળતાથી શોધી શકે છે. આ મેથેમેટિકલ ટેક્નિકની મદદથી લોકોનો સમય અને પૈસા બચાવામાં પણ મદદ મળશે.

રાજસ્થાનની કોલેજમાંથી પાસઆઉટ છે સાઇ નિખિલ


- રાજસ્થાનના પિલાની સ્થિત બિડલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સથી ગ્રેજ્યુએટ સાઇ નિખિલ રેડ્ડી મેટ્ટુપલ્લી હાલ હંટ્સવિલે સ્થિત અલબામા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે.
- તેને પોતાની શોધ માટે યુનિવર્સિટીની વિજ્ઞાન અને ટેક્નિકલ સ્પર્ધા 2018માં દ્વિતિય ઇનામ પણ મળ્યું છે.
- વિશ્વવિદ્યાલય અનુસાર, સાઇની શોધ ડેટા એનાલિટિક્સ અને ગહન ટેક્નિક પર આધારિત છે, જેનાથી ડ્રાઇવર્સને ખાલી પાર્કિંગ સ્લોટ શોધવામાં મદદ મળશે.
- બિગ ડેટા એનાલિટિક્સ એક જટિલ પ્રક્રિયા છે. આનાથી મોટાં અને અલગ અલગ આંકડાઓના અનેક સેટ્સનું પરિક્ષણ કરવામાં આવે છે.


યુનિવર્સિટી પાર્કિંગ ઝોનને કર્યો પસંદ


- સાઇએ પોતાના એક્સપિરિમેન્ટ માટે યુનિવર્સિટીના પાર્કિંગ ઝોનને પસંદ કર્યો. સાઇએ જણાવ્યું કે, પોતાના એક્સપિરિમેન્ટ માટે તેણે એવો દિવસ પસંદ કર્યો જ્યારે સવારે 11થી બપોરે 1 વાગ્યાની વચ્ચે સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીના સભ્યોને ગાડી ઉભી રાખવાની જગ્યા શોધવામાં પરેશાની થઇ રહી હતી.
- સાઇના જણાવ્યા અનુસાર, તેની ટેક્નિક પાર્કિંગની સાઇઝ અને ગાડીઓની સંખ્યાને કેલ્યુલેટ કર્યા બાદ સ્થળની સ્થિતિ બતાવે છે. તેઓએ જણાવ્યું કે, માર્કેટમાં એવા અનેક એપ્સ મોજૂદ છે, જેનાથી પાર્કિંગ સ્લોટમાં સ્પેસ શોધી શકાય છે.
- જો કે, તે એવી ટેક્નિક બનાવવા ઇચ્છતા હતા, જેમાં ઇન્સ્ટોલ કરવા અથવા મોંઘા ઇન-ગ્રાઉન્ડ સેન્સરના મેન્ટેનન્સ જેવી ઝંઝટ ના હોય.
- પ્રયોગની સફળતા માટે સાઇએ કોમ્પ્યુટર વિજ્ઞાનની આસિસ્ટન્ટ પ્રોફેસર વિનીતા મેનનની મદદ લીધી. મેનન ખુદ એક હાઇ પર્ફોર્મન્સવાળા કોમ્પ્યુટર પાવરની જાણકાર છે.
- સાઇની આ સિસ્ટમ બ્રાઝીલના ફેડરલ યુનિવર્સિટી પરાના દ્વારા તૈયાર પાર્કિંગ લોટ ડેટા પર નિર્ભર કરે છે.

X
ગાડીઓની સંખ્યા અને પાર્કિંગની સાઇઝ તાત્કાલિક કેલ્યુકેટ કરે છે આ ટેક્નિકગાડીઓની સંખ્યા અને પાર્કિંગની સાઇઝ તાત્કાલિક કેલ્યુકેટ કરે છે આ ટેક્નિક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App