એનઆરજી ડેસ્કઃ કેનેડામાં ભારતીય મૂળના એક વ્યક્તિ પર મહિલા દ્વારા જાતિભેદનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં મહિલાએ સામાન્ય પાર્કિંગ વિવાદ પર રાહુલ કુમાર નામના યુવકે 'પોતાના દેશ પરત જાવ' અને 'ગંદા રંગવાળા' કહીને અપમાન કર્યુ છે. મહિલાએ યુવકને વારંવાર 'પાકી' કહીને બોલાવ્યો. યુરોપ સહિત અનેક દેશોમાં પાકીને ભારતીય ઉપમહાદ્વિપના લોકો માટે અપમાનજનક શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
વીડિયો રેકોર્ડિંગ માટે કહ્યા અપમાનજનક શબ્દો
- આ ઘટનાને જ્યારે રાહુલે રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ તો મહિલાએ કેમેરામાં પણ તેને આપત્તિજનક શબ્દો કહ્યા. વીડિયોના એક ભાગમાં મહિલાએ રાહુલની નકલ કરીને તેની કાર પણ થૂંકતી હોય તેવું જોઇ શકાય છે.
- હાલમાં જ કેનેડિયનર ટેલિવિઝન સીટીવી ન્યૂઝે આ મામલે એક વીડિયો રિલીઝ કર્યો છે, જે મુદ્દે મહિલાએ ચેનલને ખરાબ કહી દીધી છે અને કહ્યું કે, આ જાતિભેદ નથી.
- આ મહિલાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેણે એક નાના વિવાદ પર જાતિભેદ ટીકા કરવી જરૂરી હતી તો, તેણે માફી માંગવાના બદલે કહ્યું કે, મને આનાથી કોઇ ફરક નથી પડતો.
રાહુલે કહ્યું, આ પહેલો અનુભવ
- રાહુલે કહ્યું, મહિલાના આ વર્તાવથી હું આશ્ચર્યચકિત છું. આ પહેલાં મને ક્યારેય આવો અનુભવ નથી થયો.
- આ માટે હું એટલે પરેશાન થયો કારણ કે મહિલાની ચીસોનો અવાજ બાળકો પણ સાંભળી રહ્યા હતા. તે ઘણું પરેશાન કરનાર હતું. ગત મહિને પણ કેનેડામાં એક ભારતીય કપલને શ્વેત વ્યક્તિએ કહ્યું હતું કે, તમારાં દેશ પરત જાવ, નહીં તો તમારાં બાળકોને મારી નાખીશ.