ભારતીય અમેરિકી ડોક્ટર પર છેતરપિંડીનો આરોપ

અમેરિકામાં ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટર અને અન્ય બે લોકો પર હેલ્થ કેર યોજનામાં કથિત રૂપે લાંચ આરોપ લાગ્યો છે.

divyabhaskar.com | Updated - Feb 09, 2018, 04:39 PM
indian origin us doctor framed in cheating case

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના એક અમેરિકી ડોક્ટર અને અન્ય બે લોકો પર હેલ્થ કેર યોજનામાં કથિત રૂપે લાંચ આરોપ લાગ્યો છે. ભારતીય મૂળના 60 વર્ષીય અમેરિકી ડોક્ટર પદ્મિની નાગરાજ તથા મોંહમ્મદ કલીમ અરશદ (62) અને જોસેફ એ હાઇન્સ (61) પર ગેરકાયદે રીતે હેલ્થ કેરના નામે લાંચ લેવા અને તેનું કાવતરૂ રચવાનો આરોપ લાગ્યો છે.


અમેરિકાના કાયદા વિભાગે જણાવ્યું કે અરશદ અને પદ્મની પર હેલ્થ કેર છેતરપિંડીનો આરોપ છે, જ્યારે હાઇન્સ એક કંપનીમાં માર્કેટિંગનું કામ કરતો હતો.


આ ત્રણેય લુસિયાનાના રહેનારા છે


આરોપ છે કે ત્રણેય આઉટપેશન્ટ સાઇકાટ્રિક સેવાઓ ઉપલબ્ધ કરાવનારી કંપની સાથે જોડાયલા હતા. આ ત્રણેયે સાઇકાટ્રિક દર્દીઓને ઘરે બિનજરૂરી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની અવેજમાં લાંચ લેવા માટે ન્યૂ ઓરલીંસ હોમ હેલ્થ એજન્સીના માલિકની સાથે કાવતરુ રચ્યું હતું.

X
indian origin us doctor framed in cheating case
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App