• Home
  • NRG
  • USA
  • An Indian-origin restaurateur in the US has been racially targeted by a customer

ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર બાદ અમેરિકને FB પર લખ્યું, કદાચ અલ-કાયદાને પૈસા આપી રહ્યો છું!

ભોજન લીધા બાદ તેઓએ રેસ્ટોરાંનો ફોટો ક્લિક કર્યો હતો

divyabhaskar.com | Updated - Aug 15, 2018, 03:07 PM
રેસ્ટોરાંમાં આરોપી અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતું
રેસ્ટોરાંમાં આરોપી અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતું

- 2006માં પોતાના પરિવાર સાથે કાયદાકીય રીતે અમેરિકા ગયા હતા તાજ સરદાર
- 2010માં તેઓએ એશલેન્ડમાં રેસ્ટોરાં ખોલી હતી


એનઆરજી ડેસ્કઃ અમેરિકા પર ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક પર જાતિવાદી ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. રેસ્ટોરાંમાં આવેલા એક ગ્રાહક અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતું. ભોજન લીધા બાદ તેઓએ રેસ્ટોરાંનો ફોટો ક્લિક કર્યો હતો. બાદમાં તેઓએ ફોટોને ટેગ કરતા ફેસબુક પર લખ્યું કે, 'કદાચ હું અલ કાયદાને ફંડ આપી રહ્યો છું.'


- એશલેન્ડમાં કિંગ્સ ડિનર નામથી રેસ્ટોરાં ચલાવનાર તાજ સરદારે જણાવ્યું કે, આ કોમેન્ટ વાંચ્યા બાદ ઘણું દુઃખ થયું. હું સમજી ના શક્યો કે શું આ ગંભીર હતું?
- સરદારે જણાવ્યું કે, તેઓ 2010થી એશલેન્ડમાં રહે છે. આશા છે કે, આ વ્યક્તિના સાથી મને બહાર કાઢવાની કોશિશ નહીં કરે.


એડમિનિસ્ટ્રેશનનો મળ્યો સપોર્ટ


- ફેસબુક પર જાતિવાદી ટિપ્પણી થયા બાદ તાજ સરદારને તેમના મિત્રોનું સમર્થન મળી રહ્યું છે. વળી, એશલેન્ડના મેયર સ્ટીવ ગિલમોરે ત્રણ સિટી કમિશનરની સાથે રેસ્ટોરાંની મુલાકાત લીધી અને સરદારને સાંત્વના આપી.
- ગિલમોરે કહ્યું કે, શહેરમાં જાતિય ભેદભાવ કરનારાઓનું કોઇ સ્થાન નથી. તાજ સરદાર પોતાના પરિવાર સાથે કાયદાકીય રીતે 2006માં અમેરિકા ગયા હતા. 2010માં તેઓએ એશલેન્ડમાં આ રેસ્ટોરાં ખોલી હતી.


આરોપીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો


- સૂત્રોના જણાવ્યા અનુસાર, જાતિવાદી ટિપ્પણી કરનાર વ્યક્તિને પોર્ટ્સમાઉથ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસથી કાઢી મુકવામાં આવ્યા છે.
- કંપનીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે અમને જાણકારી મળી છે. અમે અને અમારી 650 સભ્યોની ટીમ આ માટે તાજ સરદારની માફી માંગીએ છીએ.

X
રેસ્ટોરાંમાં આરોપી અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતુંરેસ્ટોરાંમાં આરોપી અને તેના પરિવારનું સ્વાગત ભારતીય રીતિ-રિવાજથી કરવામાં આવ્યું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App