• Home
  • NRG
  • USA
  • Man racially abuses Indian-origin couple in Canada

કેનેડામાં ભારતીય દંપત્તિને ધમકી, કહ્યું - પહેલાં હું તારાં બાળકોને મારી નાખીશ!

હેમિલ્ટન સ્થિત સુપર સેન્ટરના પાર્કિંગ એરિયામાં વિવાદ થયો

divyabhaskar.com | Updated - Jul 31, 2018, 05:50 PM
ભારતીય યુવક ડેલની કાર પાસે ગયો અને કહ્યું, તું મને અમારાં દેશ જવાનું કહી રહ્યો છે? હું કેનેડાનો જ સિટિઝન છું. (ફાઇલ)
ભારતીય યુવક ડેલની કાર પાસે ગયો અને કહ્યું, તું મને અમારાં દેશ જવાનું કહી રહ્યો છે? હું કેનેડાનો જ સિટિઝન છું. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ કેનેડામાં ભઆરતીય મૂળના એક કપલ પર વંશીય ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. અહીં ડેલ રોબર્ટસન (47) નામના એક યુવકે તેને કહ્યું, તમારાં દેશ પરત ફરો, નહીં હું તમારાં બાળકોને મારી નાખીશ. આ સમયે પીડિત દંપત્તિ હેમિલ્ટન સ્થિત સુપર સેન્ટરની પાર્કિંગમાં જવાની કોશિશ કરી રહ્યા હતા. આ દંપત્તિની ઓળખ થઇ શકી નથી.


- ભારતીય દંપત્તિ સાથે ડેલનો વિવાદ પાર્કિંગ એરિયામાં શરૂ થયો. આ ઘટનાનો વીડિયો યુટ્યૂબ ઉપર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
- જેમાં ડેલે પોતાની ગાડી બ્રેક લગાવતા પહેલાં જ તેની સ્પીડ વધારી દીધી. એવું લાગી રહ્યું છે કે, આ કારથી ભારતીયની પત્નીને પણ ટક્કર વાગી છે.
- ત્યારબાદ ભારતીય યુવક ડેલની કાર પાસે ગયો અને કહ્યું, તું મને અમારાં દેશ જવાનું કહી રહ્યો છે? હું કેનેડાનો જ સિટિઝન છું.
- આ સાંભળીને ડેલે કહ્યું, ઓહ, મને તમારાં ઉપર ભરોસો નથી. તમે કેનેડાના લોકોની માફક વાત નથી કરતાં. હું રંગભેદી છું. હું તમને પસંદ નથી કરતો. હું તેને (ભારતીય મહિલા)ને પસંદ નથી કરતો. હું પહેલાં તારાં બાળકોને મારી નાખીશ.


8 સાલથી કેનેડામાં રહે છે પીડિત


- ભારતીય મૂળના આ કપલની પાસે કેનેડિયન નાગરિકત્વ છે. તેઓ 7-8 વર્ષથી કેનેડામાં જ રહે છે.
- હેમિલ્ટન પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હાલ પોલીસે રોબર્ટસનની ધરપકડ કરી લીધી છે. તેના વિરૂદ્ધ મોતનો ડર દેખાડવા, ખતરનાક રીતે ગાડી ચલાવવાનો કેસ દાખલ કર્યો છે.
- ડિટેક્ટિવ પોલ કોરિગને જણાવ્યું કે, હેટ ક્રાઇમ મામલે હેમિલ્ટન દેશમાં બીજાં નંબરે છે.

X
ભારતીય યુવક ડેલની કાર પાસે ગયો અને કહ્યું, તું મને અમારાં દેશ જવાનું કહી રહ્યો છે? હું કેનેડાનો જ સિટિઝન છું. (ફાઇલ)ભારતીય યુવક ડેલની કાર પાસે ગયો અને કહ્યું, તું મને અમારાં દેશ જવાનું કહી રહ્યો છે? હું કેનેડાનો જ સિટિઝન છું. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App