Home » NRG » USA » બે મહિનામાં 2000 બાળકો થયા પેરેન્ટ્સથી અલગ | Indian detainees under Trumps zero-tolerance policy

USની જેલમાં ભારતીયો સાથે ક્રૂર અને અમાનવીય વર્તન, બાળકોથી થયાં અલગ

Divyabhaskar.com | Updated - Jun 20, 2018, 04:44 PM

શીખ ફાઉન્ડેશન ધરપકડ કરવામાં આવેલા ભારતીયો સાથે કોન્ટેક્ટ કરીને તેઓને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે.

 • બે મહિનામાં 2000 બાળકો થયા પેરેન્ટ્સથી અલગ | Indian detainees under Trumps zero-tolerance policy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરૂદ્ધ 'ઝીરો ટોલરન્સ' પોલીસીનો શિકાર હવે ભારતીયો પણ બની રહ્યા છે. યોગ્ય જીવનની શોધમાં ગેરકાયદેસર અમેરિકા પહોંચેલા 52 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ઓરેગનની શેરિડન ફેડરલ જેલમાં ક્રૂર અને અમાનવીય પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા છે. તેઓને બાળકો અને પત્નીથી પણ અલગ કરવામાં આવ્યા છે. જેમાં મોટાંભાગના શીખ ભારતીયો છે. એશિયા પેસિફિક અમેરિકન નેટવર્ક ઓફ ઓરેગન અને શીખ વકીલને તેની જાણકારી આપી છે. અમેરિકામાં ભારતીય એમ્બેસી આ કેદીઓ સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહી છે.


  - એશિયા પેસિફિક અમેરિકન નેટવર્ક ઓફ ઓરેગને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, છેલ્લાં કેટલાંક દિવસોમાં 123 ઇમિગ્રન્ટ્સ આશ્રયની શોધમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા, જ્યાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
  - તેઓને યામહિલ કાઉન્ટીમાં શેરિડન ફેડરલ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં મોટાંભાગના ઇમિગ્રન્ટ્સ સાઉથ એશિયન છે, જેઓ હિન્દી અને પંજાબી ભાષા બોલે છે. જ્યારે કેટલાંક ચીન અને નેપાળના પણ છે.
  - અમેરિકામાં સિવિલ રાઇટ એક્ટિવિસ્ટ અને વકીલ વેલેરી કૌરે ટ્વીટ પર કન્ફર્મ કર્યુ છે કે, 123 બંધકોમાંથી 52 ભારતીય, 13 નેપાળી અને બે બાંગ્લાદેશી છે.


  પત્ની અને બાળકોથી કર્યા અલગ


  - ધ ઓર્ગેનિયન ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, જે ડિટેન્શન સેન્ટરમાં તેઓને રાખવામાં આવ્યા છે, ત્યાંની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. અહીંની મુલાકાત કરવા ગયેલા કેટલાંક નેતા પરિસ્થિતિ જોઇને ઇમોશનલ થઇ ગયા.
  - રિપોર્ટ અનુસાર, અહીં રાખવામાં આલેલા ઇમિગ્રન્ટ્સે પોલિટિશિયન્સને જણાવ્યું કે, ત્રણ-ત્રણ લોકોને એક નાનકડી જેલમાં 22થી 23 કલાક સુધી બંધ કરી દેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં વકીલ સાથે વાત કરવી પણ મુશ્કેલ છે.
  - તેઓએ જણાવ્યું કે, અહીં રહેતા કેટલાંક ઇમિગ્રન્ટ્સને એ પણ ખ્યાલ નથી કે તેઓની પત્ની અને બાળકો ક્યાં છે. તેઓને ડર છે કે, ક્યાંક હંમેશા માટે પોતાની ફેમિલીથી અલગ ના કરી દેવામાં આવે.


  બે મહિનામાં 2000 બાળકો થયા પેરેન્ટ્સથી અલગ


  - ઓરેગનમાં મુલ્તોમાહ કાઉન્ટીના ઇલેક્ટ કમિશનર સુશીલા જયપાલે જણાવ્યું કે, છેલ્લાં બે મહિનામાં 2000 બાળકોને તેમના પરિવારથી અલગ કરવામાં આવ્યા છે. જે ખૂબ જ ક્રૂર અને અમાનવીય છે, આ પોલીસી બંધ થવી જોઇએ. તમામ ઇમિગ્રન્ટ્સ કાયદાકીય મદદ અને સારી ટ્રીટમેન્ટના હકદાર છે.

  જેલની મુલાકાત કરી આવેલા પોલિટિશયન્સે જણાવ્યા હાલ
  - શેરિડનમાં કેદ કરવામાં આવેલા ઇમિગ્રન્ટ્સના ગ્રુપમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે, અહીં જેલમાં બંધ તમામ લોકો શરણ માંગવાના અનુરોધની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ એ પહેલાં તેઓને કેદ કરી લેવામાં આવ્યા.


  મદદ પહોંચાડવાની કોશિશ


  - ઓરેગનમાં શીખોના ઘાદર મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન બહાદુર સિંહે કહ્યું કે, અહીં અમે ધરપકડ કરાયેલા ભારતીયો સાથે કોન્ટેક્ટ કરીને તેઓને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે, આ લોકોને કેલિફોર્નિયા, ટેક્સાસ અને ઓરેગનના અલગ-અલગ સ્થળોએથી લાવવામાં આવ્યા છે.

 • બે મહિનામાં 2000 બાળકો થયા પેરેન્ટ્સથી અલગ | Indian detainees under Trumps zero-tolerance policy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ધ ઓર્ગેનિયન ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, જે ડિટેન્શન સેન્ટરમાં તેઓને રાખવામાં આવ્યા છે, ત્યાંની પરિસ્થિતિ અત્યંત દયનીય છે.
 • બે મહિનામાં 2000 બાળકો થયા પેરેન્ટ્સથી અલગ | Indian detainees under Trumps zero-tolerance policy
  ત્રણ-ત્રણ લોકોને એક નાનકડી જેલમાં 22થી 23 કલાક સુધી બંધ કરી દેવામાં આવે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ