Home » NRG » USA » Indian-American Minas Davis awarded at White House for fight human traffic

અમેરિકામાં પટેલ મહિલાનું સમ્માન, માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે મળ્યો એવોર્ડ

Divyabhaskar.com | Updated - Oct 19, 2018, 05:28 PM

એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા

  • Indian-American Minas Davis awarded at White House for fight human traffic
    મિનલ પટેલે હાલમાં જ ગૃહ વિભાગના અનુરોધ પર ભારતની મુલાકાત લીધી હતી.

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળની એક મહિલાને સન્માનિત કરવામાં આવી છે. મિનલ પટેલ ડેવિસને માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો. મિનલ પટેલ માનવ તસ્કરીના મામલે હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરની વિશેષ સલાહકાર છે. એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા.

    સેરેમની અટેન્ડ કરવા આવ્યા માતાપિતા


    - મિનલને આ એવોર્ડ ગત સપ્તાહે આપવામાં આવ્યો હતો. સેરેમની બાદ તેઓએ કહ્યું, આ અત્યંત મહત્વની પળ છે. મારાં માતા-પિતા ભારતથી અહીં આવ્યા છે. મારાં પરિવારમાં હુ પહેલી છું જેનો જન્મ અમેરિકામાં થયો. આ હિસાબે થોડાં વર્ષો પહેલાં મેયર ઓફિસ અને ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવું અવિશ્વસનીય છે.
    - મિનલ 2015માં હ્યૂસ્ટન મેયરની વિશેષ સલાહકાર નિયુક્ત થઇ હતી. અમેરિકાના ચોથા સૌથી મોટાં શહેરમાં માનવ તસ્કરી રોકવા માટે તેઓએ નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવ્યા.
    - તેઓએ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર શહેરમાં લાગુ થયેલી નીતિઓ પર પોતાનો મુદ્દો સામે લાવ્યા.
    - મિનલ યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ હ્યુમનિટેરિયન સમિટની સ્પીકર પણ રહી ચૂકી છે. હાલમાં જ તેઓએ ગૃહ વિભાગના અનુરોધ પર ભારત અને કેનેડાની મુલાકાત લીધી હતી.
    - આ બંને દેશોમાં તેઓએ તસ્કરી રોકવા માટે સરકારી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ