ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Indian-American killed, another injured in shootings at US stores

    US: 2 સ્ટોરમાં ફાયરિંગ, ભારતીયનું મોત, ગુજરાતી યુવકની હાલત ગંભીર

    divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 04:42 PM IST

    જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું, જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું છે
    • પોલીસ ફાયરિંગ પાછળના હેતુની તપાસ કરી રહી છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસ ફાયરિંગ પાછળના હેતુની તપાસ કરી રહી છે.

      વોશિંગ્ટનઃ જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું, જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું છે. અને બીજાની હાલત ગંભીર છે. ઘટના મંગળવારની છે અને બન્ને સ્ટોર્સમાં 10 મિનિટની અંદર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. શેરિફ ઓફિસના અનુસાર, લેમાર રશદ નિકોલસન (28)ની ધરપકડ કરવામાં આવી છે. તેને ફ્લોયડ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પર હત્યા, રોબરી અને ગુનો કરવા દરમ્યાન હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે.


      સ્ટોરમાં ઘુસતા જ શરૂ કર્યું ફાયરિંગ


      - શેરિફ ઓફિસના અનુસાર, નિકોલસન બ્રૂનેટ ફેરી રોડ સ્થિત ક્વિક સ્ટોપમાં મંગળવારે સાંજે ઘુસ્યો હતો. સ્ટોરમાં ઘુસતા જ તેણે પરમજીત સિંહ (44) પર અનેક ગોળીઓ ચલાવી. ત્યાર બાદ 10 મિનિટ પછી તે એલ્મ સ્ટ્રીટ પર એક ફૂડ એન્ડ બેવરેજ સ્ટોરમાં ઘુસ્યો. ક્લાર્ક પાર્થેય પટેલ (30)ને ગોળી મારી. અહીંથી નીકળતા પહેલા નિકોલસને રૂપિયા ચોર્યા. પટેલની હાલત ગંભીર છે.
      - સિંહના ભાઇએ જણાવ્યું કે પરમજીત સિંહ 8 વર્ષ પહેલા અહીં આવ્યો હતો. તેની ફેમિલી અહીં ઘણાં લોકલ બિઝનેસ ઓપરેટ કરે છે.

      વીડિયોમાં દેખાયું, રૂપિયા લુંટવાનો નહતો ઇરાદો


      - ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, ફ્લોયડ કાઉન્ટી પોલીસના મેજર જેફ જોન્સે કહ્યું કે પહેલા સ્ટોરમાંથી એક સિક્યુરિટી વીડિયો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે સ્ટોરમાં ઘૂસ્યા પછી નિકોલસને સિંહ પર 3 રાઉન્ડ ફાયર કર્યા અને ત્યાર બાદ સીધો સ્ટોરમાંથી નીકળી ગયો. આ દરમ્યાન તેમે લુંટની કોશિશ ન કરી.
      - જો કે, પોલીસ ઘટના પાછળ આરોપીના હેતુની તપાસ કરી રહી છે.

    • જ્યોર્જિયામાં એક શખ્સે ફાયરિંગ કર્યું તેમાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ગુજરાતી યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. - સિમ્બોલિક ઇમેજ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જ્યોર્જિયામાં એક શખ્સે ફાયરિંગ કર્યું તેમાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ગુજરાતી યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. - સિમ્બોલિક ઇમેજ

      વોશિંગ્ટનઃ જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું, જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું છે. અને બીજાની હાલત ગંભીર છે. ઘટના મંગળવારની છે અને બન્ને સ્ટોર્સમાં 10 મિનિટની અંદર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. શેરિફ ઓફિસના અનુસાર, લેમાર રશદ નિકોલસન (28)ની ધરપકડ કરવામાં આવી છે. તેને ફ્લોયડ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પર હત્યા, રોબરી અને ગુનો કરવા દરમ્યાન હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે.


      સ્ટોરમાં ઘુસતા જ શરૂ કર્યું ફાયરિંગ


      - શેરિફ ઓફિસના અનુસાર, નિકોલસન બ્રૂનેટ ફેરી રોડ સ્થિત ક્વિક સ્ટોપમાં મંગળવારે સાંજે ઘુસ્યો હતો. સ્ટોરમાં ઘુસતા જ તેણે પરમજીત સિંહ (44) પર અનેક ગોળીઓ ચલાવી. ત્યાર બાદ 10 મિનિટ પછી તે એલ્મ સ્ટ્રીટ પર એક ફૂડ એન્ડ બેવરેજ સ્ટોરમાં ઘુસ્યો. ક્લાર્ક પાર્થેય પટેલ (30)ને ગોળી મારી. અહીંથી નીકળતા પહેલા નિકોલસને રૂપિયા ચોર્યા. પટેલની હાલત ગંભીર છે.
      - સિંહના ભાઇએ જણાવ્યું કે પરમજીત સિંહ 8 વર્ષ પહેલા અહીં આવ્યો હતો. તેની ફેમિલી અહીં ઘણાં લોકલ બિઝનેસ ઓપરેટ કરે છે.

      વીડિયોમાં દેખાયું, રૂપિયા લુંટવાનો નહતો ઇરાદો


      - ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, ફ્લોયડ કાઉન્ટી પોલીસના મેજર જેફ જોન્સે કહ્યું કે પહેલા સ્ટોરમાંથી એક સિક્યુરિટી વીડિયો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે સ્ટોરમાં ઘૂસ્યા પછી નિકોલસને સિંહ પર 3 રાઉન્ડ ફાયર કર્યા અને ત્યાર બાદ સીધો સ્ટોરમાંથી નીકળી ગયો. આ દરમ્યાન તેમે લુંટની કોશિશ ન કરી.
      - જો કે, પોલીસ ઘટના પાછળ આરોપીના હેતુની તપાસ કરી રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian-American killed, another injured in shootings at US stores
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top