Home » NRG » USA » Tanishq Abraham, graduated from the University of California, Davis

14 વર્ષના આ બાળકે કર્યો ફોટો પોસ્ટ, લખ્યું 'ભરોસો કરો, હું એક એન્જિનિયર છું!'

Divyabhaskar.com | Updated - Jul 29, 2018, 06:19 PM

માતા તાજી અબ્રાહમે કહ્યું, આ મારાં પતિ અને પિતા બંને માટે બેસ્ટ ફાધર્સ ડે ગિફ્ટ છે

  • Tanishq Abraham, graduated from the University of California, Davis
    ભારતીય- અમેરિકન તનિષ્ક અબ્રાહમે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી બાયો-મેડિકલમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી છે. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ 14 વર્ષની ઉંમરે ભારતીય- અમેરિકન તનિષ્ક અબ્રાહમે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી બાયો-મેડિકલમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં એક સમાચાર આવ્યા હતા કે, 11 વર્ષનો બાળક તનિષ્ક અબ્રાહમ કેલિફોર્નિયા કોમ્યુનિટી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. આ જ બાળકે યુનિવર્સિટીની યુસી ડેવિસ કોલેજમાંથી 14 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન કમ્પલિટ કરી દીધું છે. હવે તે આ વિષયમાં પીએચડી કરી રહ્યો છે.


    ફાધર્સ ડે પર પિતાને આપી ગિફ્ટ


    - તનિષ્કને આ ડિગ્રી તેના જન્મદિવસના એક દિવસ પહેલાં ફાધર્સ ડે પર મળી. જે નિશ્ચિત રીતે તેના પિતા માટે એક ગિફ્ટ છે. તનિષ્કે ગ્રેજ્યુએશન કેપ પહેરી હતી, જેમાં લખ્યું હતું, '12 વર્ષની ઉંમરે મેં શરૂ કર્યુ અને 14 વર્ષમાં પૂર્ણ કર્યુ, મારો ભરોસો કરો હું એક એન્જિનિયર છું.'
    - તેની માતા તાજી અબ્રાહમે કહ્યું, આ મારાં પતિ અને પિતા બંને માટે બેસ્ટ ફાધર્સ ડે ગિફ્ટ છે. તાજી પશુ વિજ્ઞાનની ડોક્ટર છે અને તેના પતિ સોફ્ટવેર એન્જિનિયર છે.
    - તાજીએ કહ્યું કે, અમે ખુશ છીએ કે, તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ જે હાર્ટ પેશન્ટ છે અને તેણે બાયોમેડિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લેતા અને એ જ વિષયમાં પીએચડી કરતાં જોઇ શક્યા છે. ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ પશુ વિજ્ઞાનમાં પીએચડી છે.
    - ડિગ્રી મેળવ્યા બાદ તનિષ્ક અને તેની ટીમે યૂસી ડેવિસ મેડિકલ સેન્ટરમાં સીનિયર ડિઝાઇન પ્રોજેક્ટ રજૂ કર્યો. થોડાં દિવસ બાદ સાઉથ કેલિફોર્નિયા બાયોમેડિકલ એન્જિનિયરિંગ કોન્ફરન્સ માટે પહોંચ્યા, અહીં તનિષ્કે પોતાના એન્જિનિયરિંગની સીનિયર ડિઝાઇન પ્રોજેક્ટ રજૂ કરી.

    - તનિષ્કનો પરિવાર મૂળ કેરળથી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending