• Home
  • NRG
  • USA
  • car was a Tesla and the man thanked God and his vehicle after they managed to exit without a scratch

US: ભારતીય પરિવારની કાર પર પ્લેન ક્રેશ થઇ પડ્યું, પિતા-પુત્રનો આબાદ બચાવ

divyabhaskar.com

Sep 23, 2018, 06:02 PM IST
આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. (Source: Oniel Kurup/ Facebook)
આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. (Source: Oniel Kurup/ Facebook)
ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપ, તેમની પત્ની અને બાળક સાથે. (Source: Oniel Kurup/ Facebook)
ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપ, તેમની પત્ની અને બાળક સાથે. (Source: Oniel Kurup/ Facebook)
આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. (Source: Oniel Kurup/ Facebook)
આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. (Source: Oniel Kurup/ Facebook)
આ પોસ્ટ પર ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી.  (Source: Oniel Kurup/ Facebook)
આ પોસ્ટ પર ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી. (Source: Oniel Kurup/ Facebook)
આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.  (Source: Oniel Kurup/ Facebook)
આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. (Source: Oniel Kurup/ Facebook)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસમાં ગત બુધવારે ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીનું નાનું પ્લેન ટેક્નિકલ ખરાબીને કારણે ક્રેશ થયું. આ પ્લેન રસ્તામાં ચાલી રહેલી એક કાર સાથે ટકરાયું, આ કાર એક ભારતીય પરિવારની હતી. જે સમયે પ્લેન કારથી ટકરાયું તે સમયે કારમાં પિતા અને પુત્ર બેઠાં હતા. આ ઘટનામાં પ્લેનના કારણે અન્ય કારને પણ નુકસાન થયું છે. પરંતુ સૌથી વધુ નુકસાન એક ભારતીય પરિવારની ટેસ્લા કારને થયું છે.

પિતા-પુત્રનો આબાદ બચાવ


- આ ટેસ્લા કાર મૂળ કેરળના ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપની હતી. આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. જો કે, દુર્ઘટનામાં પિતા અને પુત્ર બંને સુરક્ષિત બચી ગયા છે.
- ઘટના બાદ આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. સાથે તેનો પુત્ર આરવ પણ હતો.

પત્નીને લાગ્યું મજાક કરી રહ્યો છે પતિ


- ઓનિલે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આ ઘટનામાં અમને પિતા-પુત્રને સામાન્ય ઇજા પણ નથી થઇ. લોકોને તો ભરોસો ના થયો કે, હું અને મારો પુત્ર આ ક્રેશમાંથી પસાર થયા અને જીવિત બચી ગયા.
- ઓનિલે કહ્યું કે, જ્યારે મેં આ વાત મારી પત્નીને કહી તો તે હસી પડી, તેને ભરોસો જ ના થયો. ત્યારે મેં તેને કહ્યું કે, આ જોક નથી આ ખરેખ ગંભીર વાત છે. મેં જોયું કે, કેવી રીતે મોત મારી સામેથી પસાર થઇ.
- કુરૂપની આ પોસ્ટ થોડાં સમયમાં જ વાઇરલ થઇ ગઇ, એટલું જ નહીં આ પોસ્ટ પર ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે, આ જાણીને હું ખૂબ જ ખુશ છું કે, તમે સુરક્ષિત છો.

ફ્લાઇટ ટ્રેનિંગ ગ્રુપથી થઇ ચૂક


- બિઝનેસ ઇનસાઇડર રિપોર્ટ અનુસાર, એક ગ્રુપ ફ્લાઇટ ટ્રેનિંગનો અભ્યાસ કરી રહ્યું હતું, તે સમયે આ નાના પ્લેનમાં ટેક્નિક ખરાબી આવી ગઇ.
- આ ક્રૂએ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી. આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઘટનાની વધુ તસવીરો...

X
આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. (Source: Oniel Kurup/ Facebook)આ ઘટનામાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. (Source: Oniel Kurup/ Facebook)
ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપ, તેમની પત્ની અને બાળક સાથે. (Source: Oniel Kurup/ Facebook)ઇન્ડિયન-અમેરિકન ઓનિલ કુરૂપ, તેમની પત્ની અને બાળક સાથે. (Source: Oniel Kurup/ Facebook)
આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. (Source: Oniel Kurup/ Facebook)આ તસવીરોને ઓનિલ કુરૂપે પોતાના ફેસબુક પર શૅર કરતા લખ્યું, ભગવાન અને આ કારે અમને બચાવી લીધા છે. (Source: Oniel Kurup/ Facebook)
આ પોસ્ટ પર ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી.  (Source: Oniel Kurup/ Facebook)આ પોસ્ટ પર ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ પોતાની પ્રતિક્રિયા આપી. (Source: Oniel Kurup/ Facebook)
આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.  (Source: Oniel Kurup/ Facebook)આ ઘટનામાં પ્લેનના એજન્ટને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. (Source: Oniel Kurup/ Facebook)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી