Home » NRG » USA » Samosa Caucus Indian-Americans in Tuesday’s high-profile US mid-term polls

1 ગુજરાતી સહિત 12 ભારતીયો ઇલેક્શનમાં ટ્રમ્પની પાર્ટીના ઉમેદવારોને આપશે પડકાર

Divyabhaskar.com | Updated - Nov 06, 2018, 06:57 PM

2012માં મૂળ ગુજરાતી ડોક્ટર અમી બેરાએ ચૂંટણી જીતીને હાઉસ ઓફ રિપ્રેઝટેટિવ્સમાં જગ્યા બનાવી હતી

  • Samosa Caucus Indian-Americans in Tuesday’s high-profile US mid-term polls
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં આજે મિડ-ટર્મ ઇલેક્શન છે. જે હેઠળ સેનેટ એટલે અમેરિકન સંસદના અપર હાઉસની 100માંથી 35 સીટો અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એટલે કે, લૉઅર હાઉસની તમામ 435 સીટો પર સાંસદ પસંદ કરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ 12 ભારતીય-અમેરિકન્સની સામે અમેરિકન પાર્લામેન્ટમાં ચૂંટાવાનો અવસર છે.

    US: આજે મિડટર્મ ઇલેક્શન, ટ્રમ્પનો પહેલો ટેસ્ટ; પ્રેસિડન્ટ પદ પર શું થશે અસર?

    ઉમેદવાર પાર્ટી સદન (હાઉસ)
    હીરલ તિપિરનેની ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    અનીતા મલિક ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    પ્રમિલા જયપાલ ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    રાજા કૃષ્ણમૂર્તિ ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    રૉ ખન્ના ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    ડો. અમી બેરા ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    પ્રેસ્ટન કુલકર્ણી ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    સંજય પટેલ ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    હેરી અરોરા રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    જીતેન્દ્ર દિગાંવકર રિપબ્લિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    આફતાબ પુરેવલ ડેમોક્રેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
    શિવ અયાદુરૈ અપક્ષ સેનેટ

    2016માં રેકોર્ડ 5 ભારતીય અમેરિકન સંસદ પહોંચ્યા


    - 10 વર્ષ પહેલાં સુધી યુએસ કોંગ્રેસ (સંસદ)માં માત્ર બોબી જિંદાલ જ એકમાત્ર ભારતીય-અમેરિકન હતા. 2016માં રેકોર્ડ 5 ભારતીય અમેરિકન સંસદ પહોંચ્યા.
    - આ તમામે ડેમોક્રેટ પાર્ટીની ટિકીટ પર ચૂંટણી જીતી હતી. આ વખતના 12 ભારતીય ઉમેદવારોમાં 10 અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.
    - અમેરિકાની વસતીમાં અત્યારે ભારતીય 1 ટકાથી ઓછા છે. જો કે, રાજનીતિમાં તેઓનો પ્રભાવ જોતાં ડેમોક્રેટિક પાર્ટીએ આ વર્ષે પણ 9 ભારતીયોને ઉમેદવાર બનાવ્યા છે. તેમાંથી 4 પોતાની જીતેલી સીટ બચાવવા માટે લડશે.
    - બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીએ પણ 2 ઉમેદવારોને પણ ટિકીટ આપી છે, જ્યારે એક પૂર્વ રિપબ્લિકન આ વર્ષે અપક્ષ ચૂંટણી જ લડશે.

    ભારતની સમોસા બ્રિગેડે બચાવવી પડશે પોતાની સીટો


    - 2012ની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડોક્ટર અમી બેરાએ ચૂંટણી જીતીને હાઉસ ઓફ રિપ્રેઝટેટિવ્સમાં જગ્યા બનાવી હતી. તેઓ ભારતના દિલીપ સિંહ સૌંદ (1957) અને બોબી જિંદાલ (2004) બાદ સંસદ પહોંચનાર ત્રીજાં ભારતીય હતા.
    - અમી બેરા ચૂંટાયા બાદ ભારતીય મૂળના ત્રણ અન્ય ઉમેદવારોએ ચૂંટણી જીતીને સંસદમાં આ સ્થાન બનાવી લીધું છે. તેમાં ઇલિનોયથી જીતીને રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રૉ ખન્ના અને વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ સદનમાં પહોંચ્યા હતા.
    - સદનમાં ચાર સાંસદોને પહોંચ્યા બાદ આ ગ્રુપને સમોસા બ્રિગેડના નામથી ઓળખવામાં આવે છે.


    પ્રમિલાને સરળ જીત મળવાની આશા


    - મિડ-ટર્મ ઇલેક્શનમાં ભારતીય મૂળની પ્રથમ મહિલા સાંસદ પ્રમિલ જયપાલની જીત સરળ માનવામાં આવી રહી છે. પરંતુ ત્રીજી વારના સાસંદ અમી બેરાની સરખામણી કેલિફોર્નિયા સીટ પર રિપબ્લિકનના મજબૂત નેતા એન્ડ્ર્યુ ગ્રાન્ટ સાથે છે.
    - ઇલિનોય સીટથી રિપબ્લિકન પાર્ટીના કૃષ્ણમૂર્તિની સામે ભારતીય-અમેરિકન જિતેન્દ્ર દિગાંવકરને ઉભા રાખવામાં આવ્યા છે.
    - ખાસ વાત એ છે કે, બંને નેતા પ્રાઇમરી ચૂંટણીમાં નિર્વિરોધ જીતતા હતા. ખન્નાને કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં રિપબ્લિકન રૉન કોહેનનો સામનો કરવાનો છે.
    - જો કે, ભારતીય-અમેરિકનોની બહુમતીના કારણે સિલિકોન વેલીમાં સ્પર્ધા સરળ ગણવામાં આવી રહી છે.


    મજબૂત વિપક્ષને ટક્કર આપશે પહેલીવાર ચૂંટણીમાં ઉતરનાર ઉમેદવાર


    - આ વખતે ચૂંટણી લડી રહેલા 12 ભારતીયોમાંથી 8 નવા ઉમેદવાર છે. તેમાં એરિઝોનાથી હીરલ તિપિરનેની અને અનિતા મલિક, ટેક્સાસથી ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્રી પ્રેસ્ટન કુલકર્ણી, ઓહાયોથી ભારતીય-તિબ્બેટ મૂળના પહેલાં ઉમેદવાર આફતાબ પુરેવાલ અને ફ્લોરિડાથી સંજય પટેલ સામેલ છે.
    - આ તમામને ડેમોક્રેટ તરફથી ટિકીટ આપવામાં આવી છે, જ્યારે રિપબ્લિકન તરફથી હેરી અરોરા બીજાં ભારતીય મૂળના ઉમેદવાર છે.
    - હેરી અરોરાનો સામનો કનેક્ટિક્ટના ડેમોક્રેટ ઉમેદવાર જિમ હાઇમ્સ સાથે થશે. જો કે, હેરીની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, તેઓએ ચૂંટણી લડવા માટે ખૂબ જ ઓછા સમયમાં બેગણી રકમ જમા કરી લીધી છે.
    - આફતાબ પુરેવલને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પોતાનું સમર્થન આપ્યું છે, જ્યાં કુલકર્ણીને ભૂતપૂર્વ અમેરિકન રાજદૂત રિચર્ડ વર્માને સપોર્ટ કર્યો છે.


    સેનેટમાં હશે ભારતના બે સાંસદ


    - અપક્ષ શિવ અયાદુરઇ એકમાત્ર ભારતીય મૂળના ઉમેદવાર છે, જે સેનેટ માટે સ્પર્ધામાં છે. ગયા વર્ષે જ તેઓએ રિપબ્લિકન પાર્ટી છોડી છે.
    - મેચાચ્યુસેટ્સ સીટથી તેઓ ડેમોક્રેટ સાંસદ એલિઝાબેથ વોરેન સામે ઉભા રહશે, જે પાર્ટીની સ્ટાર રાજકારણી ઓળખાય છે. તેઓની 2020 પ્રેસિડન્ટ ચૂંટણીમાં ટ્રમ્પની વિરૂદ્ધ ઉભા થવાની ચર્ચા પણ થઇ ચૂકી છે.
    - જો કે, સેનેટમાં જ એક વધુ ડેમોક્રેટ સાંસદ ભારતની કમલા હેરિસ પણ પ્રેસિડન્ટ પદની મહત્વની દાવેદાર તરીકે ઓળખાય છે.

    સરકારી પદ માટે રેકોર્ડ 100 ઉમેદવાર


    - આ વર્ષે સૌથી વધુ 100 ભારતીય અલગ-અલગ સરકારી પદો પર ચૂંટણી માટે ઉતર્યા હતા. જો કે, પ્રાઇમરી (પાર્ટીના આંતરિક) ચૂંટણીમાં અનેક ઉમેદવારોની હાર બાદ હવે 50 કોંગ્રેસ-લોકલ-કાઉન્ટી ચૂંટણી ઉમેદવારોની હાર-જીતનો નિર્ણય મિડ-ટર્મ ઇલેક્શનમાં થશે.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

  • Samosa Caucus Indian-Americans in Tuesday’s high-profile US mid-term polls
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Samosa Caucus Indian-Americans in Tuesday’s high-profile US mid-term polls
    ડોક્ટર અમી બેરા (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ