• Home
  • NRG
  • USA
  • Praful Patel was found dead in the office area of the Stop & Go

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. (ફાઇલ)
49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. (ફાઇલ)

divyabhaskar.com

Oct 25, 2018, 09:08 PM IST

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે દરમિયાન ઓફિસમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તેઓને ગોળી મારી દીધી હતી.

- પ્રફૂલભાઇ પટેલના પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા અને અહીં ઘણાં વર્ષો પહેલાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ મૂળ મહેસાણાના કડીના ગણેશપુરના રહેવાસી છે.
- તેઓના પરિવારમાં પિતા રામભાઇ અને માતા શકરીબેન, પત્ની શિલ્પા બેન, પુત્રો શ્યામભાઇ અને દેવભાઇ છે.
- પ્રફૂલ ભાઇના પિતરાઇ ભાઇ સમીર પટેલના જણાવ્યા અનુસાર, પ્રફૂલભાઇ રાત્રે ઓફિસમાં હતા તે દરમિયાન અચાનક જ બેથી ત્રણ બંધૂકધારીઓ ઘૂસી આવ્યા હતા.
- આ લૂંટારૂઓ સાથે ઝપાઝપી દરમિયાન એક લૂંટારાએ ફાયરિંગ કરી દીધું હતું.
- ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટાના ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા આણંદના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- મૂળ આણંદના અલ્પેશ પ્રજાપતિ જ્યારે ગ્રોસરી સ્ટોરમાં હતા ત્યારે બે લૂંટારૂઓ સ્ટોર પર આવ્યા અને અશ્વિનભાઇની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

X
49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. (ફાઇલ)49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી