• Home
  • NRG
  • USA
  • Amul Thapar is among the 25 shortlisted judges by the US President

ભારતીય મૂળના અમુલ થાપર બનશે અમેરિકા SCના જજ? ટ્રમ્પે લીધો ઇન્ટરવ્યુ

રિપોર્ટ અનુસાર, આ પદ માટે થાપર સહિત સાત જજની દાવેદારી સૌથી વધુ મજબૂત છે

divyabhaskar.com | Updated - Jul 03, 2018, 07:18 PM
જજ અમુલ થાપર
જજ અમુલ થાપર

એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના અમેરિકન જજ અમુલ થાપર અમેરિકાની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એન્થની કેનેડીનું સ્થાન લઇ શકે છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમુક થાપર સહિત ચાર લોકોનું ઇન્ટરવ્યુ લીધું છે. વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પે આ અંગે ચાર નામાંકિત લોકોના ઇન્ટરવ્યુ લીધા છે તે ઉપરાંત અન્ય કોઇ જાણકારી બહાર પાડી નથી.


9 જુલાઇના રોજ થશે જાહેરાત


- ટ્રમ્પે કહ્યું કે, તેઓ બે અથવા ત્રણ અન્ય લોકો સાથે મુલાકાત કરશે, ત્યારબાદ નિર્ણય લેશે કે કોણ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ બનશે.
- વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આગામી થોડાં દિવસોમાં આ કામ કરી લેવામાં આવશે અને સોમવારે 9 જુલાઇના રોજ તેની જાહેરાત કરવામાં આવશે.
- વોશિંગ્ટન પોસ્ટ રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે જે ચાર લોકોના ઇન્ટરવ્યુ કર્યા છે તેમાં અમુલ થાપર સિવાય બ્રેટ કવાના, એમી કોની બેરેટ અને રેમન્ડ કેથલેજ સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ પદ માટે થાપર સહિત સાત જજની દાવેદારી સૌથી વધુ મજબૂત છે.


જસ્ટીસ કેનેડીનું રાજીનામું


- ઉલ્લેખનીય છે કે, જસ્ટીસ કેનેડીએ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી હતી.
- 31 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટમાં તેઓનો અંતિમ દિવસ છે. સુપ્રીમ કોર્ટના જજ એન્થની કેનેડીનું સ્થાન લેવા માટે 25 જજની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં અમુલ થાપરનું નામ પણ સામેલ છે.

કોણ છે અમુલ થાપર?


- ટ્રમ્પ ગયા વર્ષે પણ સુપ્રીમ કોર્ટમાં ખાલી થયેલા એક પદ માટે તેઓનું ઇન્ટરવ્યુ લઇ ચૂક્યા છે.
- અમેરિકાના એટર્ની રહી ચૂકેલા થાપરે 1991માં બોસ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ હતું. તેઓએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી કાયદાનો અભ્યાસ કર્યો છે.
- તેઓ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં પણ રહી ચૂક્યા છે. ગયા વર્ષે તેઓને કેન્ટકીના ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- થાપર અમેરિકામાં જજ બનનારા પ્રથમ સાઉથ એશિયન છે.

X
જજ અમુલ થાપરજજ અમુલ થાપર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App