• Home
  • NRG
  • USA
  • NRG in canada has published Shree Hanuman Puran in two different language

સંસ્કૃતિ / કેનેડામાં રહેતી પુત્રીએ પુછ્યું હનુમાનજી કોણ છે? પિતાએ બે ભાષામાં હનુમાનપુરાણ છપાવ્યું

divyabhaskar.com | Updated - Feb 06, 2019, 06:50 PM
પૂ. મોરારિ બાપુના હસ્તે વિમોચન કરાયું
પૂ. મોરારિ બાપુના હસ્તે વિમોચન કરાયું
X
પૂ. મોરારિ બાપુના હસ્તે વિમોચન કરાયુંપૂ. મોરારિ બાપુના હસ્તે વિમોચન કરાયું

એનઆરજી ડેસ્કઃ નડિયાદ સંતરામ મંદિર ખાતે પૂ. મોરારી બાપુની ચાલી રહેલી કથાના ચોથા દિવસે એટલે કે મંગળવારના રોજ હનુમાન પુરાણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની વિશેષતા એ છે કે, કેનેડામાં રહેતા એનઆરઆઈએ નરેશભાઈ ચાવડાએ આ હનુમાન પુરાણ છપાવ્યું છે. જેથી વિદેશમાં ઉછરેલાં ભારતીય પરિવારના દિકરા - દિકરીને સંસ્કૃતિ અને ભગવાન વિશે ખ્યાલ આવે.

ભારતીય પરિવારોમાં નિઃશુલ્ક વહેંચણી

આ સવાલે મને વિચારતો કરી દીધો
1.હનુમાન પુરાણ અંગે નરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મારા નાના મોતીભાઈ ડોડીયા માંડલ તાલુકાના કડવાસણમાં રહે છે. તેઓ હનુમાન ભક્ત છે. થોડાં વરસ પહેલા તેમણે જાતે ગુજરાતીમાં લખેલું હનુમાન પુરાણ મને વાંચવામાં આવ્યું હતું. જે હું બે વરસ પહેલાં કેનેડા મારા ઘરે વાંચી રહ્યો હતો. આ દરમિયાન મારી દિકરી પૃથાએ પુસ્તક જોયું અને મને સવાલ પુછ્યો હતો કે હનુમાનજી કોણ છે ? તેના આ સવાલથી મને પણ થોડો સમય વિચારતા કરી દીધો હતો. 
એક હજાર જેટલી નકલ છપાવી
2.વિદેશમાં જ જન્મેલા અને વિદેશમાં ઉછરેલા ભારતીય પરિવારના દિકરા - દિકરી તેમની સંસ્કૃતિ અને ભગવાનથી વિમુખ તો નથી થઇ રહ્યાં ને? આથી, આ હનુમાન પુરાણને અંગ્રેજી અને ગુજરાતીમાં છપાવવા નિર્ણય લીધો હતો. એક જ બુકમાં ડાબી બાજુના પેજ પર ગુજરાતી અને જમણી બાજુના પેજ પર અંગ્રેજી એમ સમગ્ર હનુમાન પુરાણ છપાવ્યું હતું. હાલ એક હજાર જેટલી નકલ છપાવી છે. જે અમેરિકા અને કેનેડામાં રહેતા તમામ ભારતીય પરિવારના ઘરે નિ:શુલ્ક આપવામાં આવશે. આ હનુમાન પુરાણમાં સ્તુતિ, આરતી, સ્ત્રોત, હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા (સટીક), સુંદરકાંડ (સટીક) વગેરેનો સમાવેશ કરવામાં  આવ્યો છે.
હનુમાન પુરાણ અગત્યનો ગ્રંથ બની રહેશે
3.વિદેશમાં વસતા ભારતીય પરિવારના સંતાનો મોટાંભાગે અંગ્રેજી જ વાંચન કરતાં હોય છે. જેમાં કોમિક્સ બુકનો પણ સમાવેશ થાય છે. તેઓ સુપર મેન, સ્પાઇડર મેનને ઓળખે છે.પરંતુ આપણા દેવી દેવતાની ઓળખ આપવી પડે છે. આથી, આવા પરિવારમાં હનુમાન પુરાણ ખૂબ જ અગત્યનો ગ્રંથ બની રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App