• Home
  • NRG
  • USA
  • Couple was going home when from their store in georgia state albany

વધુ એક હત્યાઃ અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપત્તિ પર ફાયરિંગ, મહિલાનું મોત

divyabhaskar.com

Nov 13, 2018, 02:58 PM IST
Couple was going home when from their store in georgia state albany

  • મહિલા અને તેનો પતિ સ્ટોર બંધ કરી પરત ફરતા હતા તે દરમિયાન બની ઘટના
  • આ ઘટના સ્ટોર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી


એનઆરજી ડેસ્કઃ વિદેશોમાં ગુજરાતીઓને અવાર-નવાર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી વિદેશમાં ગુજરાતીઓ ઉપર જીવલેણ હુમલાઓના સમાચાર આવતા જ રહે છે. આવી જ ઘટના અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના અલ્બાનીમાં બન્યો છે. ગત રાત્રે કેટલાંક અશ્વેત લૂંટારૂઓએ ગુજરાતી દંપતી પર લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યુ હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું છે.

રાત્રે સ્ટોર બંધ કરવા દરમિયાન થઇ ઘટના


- પ્રાથમિક માહિતી અનુસાર, અમેરિકામાં એક ગુજરાતી દંપતી વર્ષોથી રહે છે. તેઓ જ્યોર્જિયાના અલ્બાનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે.
- ગત રાત્રે મહિલા અને તેમના પતિ સ્ટોર બંધ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે અશ્વેત લુટારૂં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો.
- આ દંપતી સ્ટોર બંધ કરી કારમાં બેસવા જતા હતા તે દરમિયાન લૂંટારૂંએ તેમના ઉપર ફાયરિંગ કર્યુ હતું.


ફૂલ સ્પીડમાં કાર હંકારી અને પત્નીનું મોત


- ફાયરિંગનો અવાજ સાંભળતા જ પતિએ કાર ફૂલ સ્પીડમાં હંકારી દીધી હતી. આ દરમિયાન પત્નીને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું.
- લૂંટના ઇરાદે હત્યાની આ ઘટના સ્ટોર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટના અંગે અમેરિકાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- આ ગુજરાતી દંપતી મૂળ ગુજરાતના ક્યા શહેરના વતની છે તેની માહિતી હજુ સામે આવી નથી.

X
Couple was going home when from their store in georgia state albany
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી