• Home
  • NRG
  • USA
  • We dont come to your events, you aren't allowed to ours, Karan Jani accuses US temple

US: વડોદરાના વૈજ્ઞાનિકને ગરબામાં પ્રવેશ ના આપ્યો, હિન્દુ માનવાનો પણ ઇન્કાર

એટલાન્ટાના શક્તિ મંદિરની ઘટના; અમે અમારાં કાર્યક્રમમાં નથી આવતા, તેથી તમે અમારાં કાર્યક્રમમાં ના આવી શકોઃ આયજકો

divyabhaskar.com | Updated - Oct 15, 2018, 04:03 PM

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મૂળ બરોડા અને હાલ જ્યોર્જિયા, એટલાન્ટામાં રહેતા વૈજ્ઞાનિક કરણ જાની સાથે જાતિય ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે. 29 વર્ષના કરણ જાની નામના આ વૈજ્ઞાનિકે આરોપ લગાવ્યો છે કે, તે અને તેના ત્રણ મિત્રોને એટલાન્ટામાં એક ગરબા કાર્યક્રમમાં માત્ર એટલાં માટે પ્રવેશ ના મળ્યો, કારણ કે તેઓના નામ અને અટક હિન્દુઓ જેવા લાગતા નહતા. કરણે ફેસબુકમાં કરેલી એક પોસ્ટ અનુસાર, તે છેલ્લાં 6 વર્ષથી એટલાન્ટામાં જ ગરબા કરવા માટે જાય છે, પરંતુ તેઓને આ પહેલાં ક્યારેય આવી પરેશાનીમાંથી પસાર થવું નથી પડ્યું. મેં તેઓની સાથે ગુજરાતીમાં પણ વાત કરી, પરંતુ તેઓએ અમને હિન્દુ માનવાનો ઇન્કાર કરી દીધો.

મિત્રો સાથે કરી ગેરવર્તણૂંક


- કરણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કર્યો છે. તેણે લખ્યું, એટલાન્ટાના શક્તિ મંદિરમાં મારા અને મારા મિત્રોને એન્ટ્રી ના આપી. કારણ કે, મારા એક મિત્રનું નામ 'વાળા'થી પુરૂં થાય છે અને આયોજકોને આ હિન્દુ સરનેમની માફક ના લાગ્યું.
- કરણે એક ટ્વીટમાં જણાવ્યું કે, એક કાર્યકર્તાએ તેને કહ્યું કે, અમે અમારાં કાર્યક્રમમાં નથી આવતા, તેથી તમે અમારાં કાર્યક્રમમાં ના આવી શકો.
- જ્યારે એક મહિલા મિત્રએ કાર્યકર્તાને કહ્યું કે, તે કન્નડ-મરાઠી સમુદાયમાંથી છે, તો કાર્યકર્તાએ તેને ઓળખવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તું ઇસ્માઇલી (મુસ્લિમોનું એક સમુદાય) લાગે છે.

અમેરિકન્સ પણ નથી કરતા આવા ભેદભાવ


- કરણના જણાવ્યા અનુસાર, તેણે અમેરિકામાં પોતાના 12 વર્ષના કરિયરમાં ક્યારેય આ પ્રકારના ભેદભાવનો સામનો નથી કર્યો, ત્યાં સુધી કે અમેરિકા પણ યોગ્ય રીતે વ્યવહાર કરે છે.
- સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો હતો.

12 વર્ષથી અમેરિકામાં રહે છે કરણ


- કરણ 2016માં વૈજ્ઞાનિકોની ગુરૂત્વાકર્ષણ તરંગો પર શોધ કરતી એક 'લિગો' ટીમમાં સામેલ થયા હતા. તે મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે.
- છેલ્લાં 12 વર્ષોથી તે અસ્થાયી રીતે અમેરિકામાં જ રહે છે.

કરણના પિતાએ કહ્યું, કરણ નર્વસ થઇ ગયો હતો


- અમેરિકામાં આ ઘટનાના પગલે કરણના પિતા પંકજ જાનીએ જણાવ્યું કે, આયોજકોએ કરણને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ આપતા અટકાવ્યો અને તેને એમ પણ કહ્યું કે તે હિન્દુ નથી લાગતો.
- તેની અટક જાની છે જે મોટાંભાગે ગુજરાતી અટક જ હોય છે. તેઓએ આઇડી ચેક કર્યુ તેમ છતાં કરણ અને તેના મિત્રોને બહાર નિકળી જવા કહ્યું.
- આ ઘટના બાદ કરણે મારી સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તે થોડો નર્વસ થઇ લાગતો હતો.




કરણને આયોજકેએ કહ્યું, મંદિર એડમિનિસ્ટ્રેશનને તમારી અટક હિન્દુઓ જેવી નથી લાગતી (તસવીરઃ કરણના પિતા પંકજ જાની)
કરણને આયોજકેએ કહ્યું, મંદિર એડમિનિસ્ટ્રેશનને તમારી અટક હિન્દુઓ જેવી નથી લાગતી (તસવીરઃ કરણના પિતા પંકજ જાની)
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. (ફાઇલ)
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. (ફાઇલ)
X
કરણને આયોજકેએ કહ્યું, મંદિર એડમિનિસ્ટ્રેશનને તમારી અટક હિન્દુઓ જેવી નથી લાગતી (તસવીરઃ કરણના પિતા પંકજ જાની)કરણને આયોજકેએ કહ્યું, મંદિર એડમિનિસ્ટ્રેશનને તમારી અટક હિન્દુઓ જેવી નથી લાગતી (તસવીરઃ કરણના પિતા પંકજ જાની)
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. (ફાઇલ)સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App