એનઆરજી ડેસ્કઃ (રેખા પટેલ ડેલાવર, યુએસએ) ગુજરાતી લિટરરી ઍકેડમી ઓફ નોર્થ અમેરિકાનું સાહિત્ય સંમેલન ન્યુજર્સીના ઇસ્ટ હેનોવરમાં યોજાયું હતું. આ દર બે વર્ષે આ પ્રોગ્રામનું આયોજન થાય છે. આમંત્રિત સાહિત્યકારો, કવિઓ અને સાહિત્ય રસિક મિત્રોનો આ ત્રણ દિવસનો મેળાવડો આયોજાય છે. રામભાઈ ગઢવીના નેજા હેઠળ આ કાર્યક્રમ બહુ સુવ્યવસ્થિત પાર ઉતર્યો હતો. જેમાં ઇન્ડિયાથી અને અમેરિકાના અલગ સ્ટેટ્સમાંથી ઘણા સાહિત્યકારોને આમંત્રણ અપાયું હતું.
- આ સંમેલનમાં જય વસાવડા, મણિલાલ હ. પટેલ, નટવર ગાંધી, તુષાર શુક્લ, અનીલ ચાવડા, બાબુ સુથાર, મુકેશ જોશી, નેહલ ગઢવી, સુભાષ ભટ્ટ, દેવિકાબેન ધ્રુવ, જયશ્રીબેન મર્ચન્ટ, રેખા પટેલ, નંદિતા ઠાકોર રૂપાળ ત્રિવેદી, શૈલેશ ત્રિવેદી, અમર ભટ્ટ, હિમાલી વ્યાસ, જહાનવી વગેરે બીજા ઘણા સાહિત્યકારો હાજર હતા.
- આ સહુએ પોતપોતાની રચનાઓ અને કૃતિઓને સાહિત્યકાર અને સાહિત્ય રસિક મિત્રો સમક્ષ પ્રસ્તૃત કર્યા હતા.
- ત્રણ દિવસ સવાર નવ થી રાત્રે બાર વાગ્યા સુધી સ્ટેજ ઉપર ક્રમ અનુસાર કાર્યક્રમ થતા રહ્યા.
- આ સાથે બ્રેકફાસ્ટ લંચ કે ડિનરના ટેબલ ઉપર એકબીજાને મળવાની ચર્ચાઓ કરવાનો આંનદ વધારે રહ્યો.
- વધારે સહુલીયત એ વાતની હતી કે હોટેલના કન્વેન્શન સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને રહેવાની વ્યવસ્થા ઉપરના રૂમ્સમાં હતી. આથી દરેકને મન ભરાય એટલો સમય સાહિત્યના સંસર્ગમાં વિતાવાવનો મોકો મળ્યો હતો.
- કવિશ્રી મુકેશ જોષીનાં સંચાલન હેઠળ પાંચ કવિયત્રીઓને આવા સાહિત્યકારો સમક્ષ પોતાની કવિતાઓ અને એ વિશેની વાતો કરવાનો મોકો મળ્યો હતો.
- જેમાં મારી પણ રચનાઓ સામેલ હતી. તેનો ઘણો આનંદ હતો.
- આ માટે ગુજરાત લીટરરી એકેડેમીના પ્રમુખ શ્રી રામભાઈ ગઢવીનો દિલથી આભાર. એક વ્યક્તિથી આવા કાર્યક્રમો થતા નથી. આ માટે ઘણા હાથની જરૂર પડે છે. ઘણા વોલેન્ટર્સ આ માટે પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની વધુ તસવીરો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.