• Home
  • NRG
  • USA
  • Gujarati Girl shailly bhatt is on Travel magazine cover page

અમેરિકામાં વડોદરાની યુવતીના ગરબા પ્રોજેક્ટને A ગ્રેડ, ગોરાઓ આશ્ચર્યમાં

મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાના ફોટાને સ્થાન મળ્યું હતું.

divyabhaskar.com | Updated - Aug 02, 2018, 08:20 PM
(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)

એનઆરજી ડેસ્કઃ અમેરિકાની જ્યોર્જિયા સ્ટેટની એટલાન્ટા સિટીમાં આવેલ જ્યોર્જિયા ગ્રીનીટ કોલેજમાં અભ્યાસ કરતી શહેરની વિદ્યાર્થીની શૈલી ભટ્ટ અને તેના મિત્રો દ્વારા બનાવવામાં આવેલ ટ્રાવેલ મેગેઝિનને A ગ્રેડ પ્રાપ્ત થયો છે. જે વિશે વાત કરતા શૈલી ભટ્ટે જણાવ્યું હતું કે, વિવિધ દેશોમાંથી આવેલા અને અલગ સંસ્કૃતિ ધરાવતા 5 લોકોને કોલેજ દ્વારા એક ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા. મારા ગ્રૂપમાં આફ્રિકા, ચાઇના અને વિયેતનામના મારા સહિત 5 વિદ્યાર્થીઓ હતા. જેમાં મેં વડોદરાના ગરબાની માહિતી આપી હતી. મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાના ફોટાને સ્થાન મળ્યું હતું. ગરબાના લાઈવ ફોટો અને રસપ્રદ માહિતીના કારણે મેગેઝિન પ્રોજેકટમાં અમારા ગ્રૂપને A ગ્રેડ મળ્યો હતો.

 

સવાર સુધી ચાલતા પોળના ગરબાથી અમેરિકનો આશ્ચર્યમાં


- વર્ષોથી ગરબા રાત્રે 12 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ હજુ પણ પોળમાં ચાલતા ગરબા સવાર સુધી ચાલે છે. જેની સંપૂર્ણ માહિતી મેગેઝિનમાં આપવામાં આવી હતી. 
- આ વાંચીને અમેરિકનો ચોંકી ઉઠ્યા હતા. તેઓ વિચારમાં પડી ગયા કે આટલા કલાકો સુધી કેવી રીતે કોઈ ગરબા રમી શકે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મેગેઝીન કવર...

જ્યોર્જિયા ગ્રીનીટ કોલેજના મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાનો ફોટો
જ્યોર્જિયા ગ્રીનીટ કોલેજના મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાનો ફોટો
(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)
X
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)
જ્યોર્જિયા ગ્રીનીટ કોલેજના મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાનો ફોટોજ્યોર્જિયા ગ્રીનીટ કોલેજના મેગેઝિનના ફ્રન્ટ પેજ પર ગરબાનો ફોટો
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App