ન્યુજર્સી ખાતે ગુજરાતની અસ્મિતા સમો કોન્કલેવ ચલો ઇન્ડિયાનો રંગેચંગે શુભારંભ

Bhaskar News

Bhaskar News

Sep 02, 2018, 07:52 PM IST
Gujarati Conchlave Chalo India In New Jersey

એનઆરજી ડેસ્કઃ આજે ન્યુજર્સી ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે વિશ્વ ગુજરાતી કોન્ક્લેવ ચલો ઇન્ડીયા-2018નો શુભારંભ થયો હતો. જેમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશની ધરતી પર દર વર્ષે ઉજવાતો આ કાર્યક્રમ એક અવસરમાં પરિવર્તિત થયો છે.

- એસોસિએશન ઓફ ઇન્ડીયન એન્ડ અમેરીકન નોર્થ અમેરીકા દ્વારા આયોજિત કાર્યક્રમથી ગુજરાતની અસ્મિતા અને ઇતિહાસની નવી ઓળખ ઉભી કરવાનું પર્વ બની ચુક્યો છે.

- કાર્યક્રમના પ્રારંભિક પ્રવચનમાં સંઘાણીએ આવા પ્રકારના કાર્યક્રમો વિવિધ દેશોના નાગરિકો અને સંસ્કૃતિને આત્મીયતા-સમરસતા તરફ દોરી જનારા બની રહેશે તેમ જણાવ્યું હતું.

- વિવિધ પર્વો, તહેવારો, અને પ્રણાલીકાને આગવી ઓળખ આપનાર બની રહેશે તેવા વિશ્વાસ સાથે આયોજન સંસ્થા ટીમને સંઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા.

- આ કાર્યક્રમમાં મહીલા ક્રેડીટ કો.-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ ગીતાબેન સંઘાણી, યુવા આગેવાન મનીષ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
Gujarati Conchlave Chalo India In New Jersey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી