મર્ડર / અમેરિકામાં વડોદરાના NRI બિઝનેસમેનની હત્યા, પરિવાર શોકમાં ગરકાવ

પત્ની સાથે NRI કૈલાસ બનાનીની ફાઇલ તસવીર
પત્ની સાથે NRI કૈલાસ બનાનીની ફાઇલ તસવીર
X
પત્ની સાથે NRI કૈલાસ બનાનીની ફાઇલ તસવીરપત્ની સાથે NRI કૈલાસ બનાનીની ફાઇલ તસવીર

  • મૂળ વડોદરાના NRI કૈલાસ બનાની નવરાત્રીમાં જ વડોદરા આવ્યા હતા
  • કૈલાસ બનાનીએ વડોદરાની શ્રૈયસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો
  • તેઓ પત્ની અને બે પુત્રીઓ સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા

 

DivyaBhaskar.com

Jan 06, 2019, 07:06 PM IST

વડોદરાઃ મૂળ વડોદરાના અને અમેરિકાના વર્જિન આયલેન્ડ પર રહેતા NRI કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેને લઇને વડોદરામાં રહેતા પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

કાર અકસ્માત બાદ ઝઘડો થતા હત્યા કરાઇ
1.વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર રહેતો કૈલાસ બનાની(49)નો પરિવાર 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. અને અને અમેરિકાના વર્જિન આયલેન્ડમાં જ્વેલરી સ્ટોર ધરાવે છે. ગત શુક્રવારે સ્ટોર બંધ કરીને તેઓ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી કાર ઉભી રાખી હતી. આ સમયે પાછળથી આવેલી કારે તેમની કારને ટક્કર મારી હતી. અને કારમાંથી કેટલાક અજાણ્યા યુવાનો બહાર આવ્યા હતા. અને કૈલાશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. અને કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી