Home » NRG » USA » BAYVP celebrates youth and gujarat day

કેલિફોર્નિયા હવેલીમાં યૂથ વૈષ્ણવ પરિવાર દ્વારા ગુજરાત ડેનું સેલિબ્રેશન

Divyabhaskar.com | Updated - May 22, 2018, 07:41 PM

બહોળી સંખ્યામાં ગુજરાતીઓએ વાજતે ગાજતે હવેલીમાં દ્વિદિવસીય ગુજરાત ડેનું સેલિબ્રેશન કર્યું

 • BAYVP celebrates youth and gujarat day
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ ગત 6 મે અને 13 મે, 2018ના રોજ રવિવારે મીલમીટાસ, કેલિફોર્નિયાની હવેલીમાં, બે એરીયા યુથ વૈષ્ણવ પરિવાર (BAYVP)માં ગુજરાતીઓનું ગુજરાતીપણું, 59માં ગુજરાત ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. 6 મે રવિવારનાં દિવસે શ્રીમય વિદ્યામંદિર (SVM) અને પલક વ્યાસના સંગીત ક્લાસના ૩ થી ૬૦ વર્ષના વિદ્યાર્થીઓ શ્લોકો, બાળગીતો, સ્કીટ, નૃત્ય, પ્રશ્નોતરી અને શ્રી નર્મદનું ગુજરાતની ગાથા ગાતું ‘જય જય ગરવી ગુજરાત’ ગાઇને ગુજરાતનો ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને શ્રોતાઓને ગુજરાતની સફર કરાવવામાં સફળ રહ્યાં હતાં. નાના બાળકોના કીરદાર દ્વારા ગાંધીજી, સરોજીની નાયડુ, ગોપાલકૃષ્ણ ગોખલે, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર ભગતસિંહ, જવાહરલાલ નહેરુના પાત્ર જીવંત થયા હતા. સમગ્ર કાર્યક્રમ ગુજરાતીમાં હતો.

  પોરબંદરના મોહનની દ્વારકાના મોહન સાથે સરખામણી


  - ગુજરાતનાં જાણીતા અનુભવી અને કુશળ વહીવટી કવિશ્રી ભાગ્યેશ જહા અને યુવાન કોલમીસ્ટ કવિશ્રી હિતેન આનંદપરાએ ગુજરાતની માતૃભાષા, સંસ્કૃતનું મહત્વ, કવિતા અને સંસ્કૃતિને, ‘ગુજરાતનો રંગ શ્યામને સંગ’ કાર્યક્રમ અંતર્ગત રજૂ કર્યો.
  - રમૂજ સાથે પોરબંદરના મોહનની દ્વારકાના મોહન સાથે સરખામણી કરતાં કૃષ્ણની વાતો કરી.
  - ભાગ્યેશ જહાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે, હજુ અહીં ગુજરાતીપણું ફ્રીઝ થઇને પણ જળવાઇ રહ્યું છે, તે દેખાઇ આવે છે.
  - સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતી બોલી દ્વારા વતનનો ઝૂરાપો અને સ્પંદન વહેંચવાની વાત સ્પષ્ટ થતી હતી.
  - હવેલીના કલ્પના રઘુએ ગુજરાતી ભાષા વિષેની તેમની સ્વરચિત રચના રજૂ કરી. હવેલી તરફથી દંપતિ ડૉ. નગીનભાઇ મહેતા અને આ કાર્યક્રમના સ્પોન્સર શ્રી રમાબેન પંડ્યા અને SVMનાં વડીલ શિક્ષિકા શ્રી દમયંતીબેન મહેતાએ મહેમાનોનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ.

  આનંદમેળામાં વિવિધ ગુજરાતી વાનગીનો સ્વાદ


  - અંતે યોજેલા આનંદમેળામાં વિવિધ ગુજરાતી વાનગી અને રમતગમતના કાર્યક્રમ દ્વારા સૌ ગુજરાતમય બની ગયા.
  - સમગ્ર કાર્યક્રમ SVM ટીચર્સ અને વૉલનટીયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
  - 13 મે રવિવારનાં દિવસે સ્થાનિક વક્તા શ્રી દાવડાએ ગુજરાતનાં ભક્ત કવિ નરસીંહ મહેતાના જીવન અને કવન વિશેના તેમના વિચારો વ્યક્ત કર્યા.
  - હવેલીની બહેનોએ સંગીત દ્વારા નરસીંહ મહેતાની રચનાઓને જીવંત કરી. આમ બૅ ઍરિયાના મહાનુભાવોની હાજરીમાં બહોળી સંખ્યામાં ગુજરાતીઓએ વાજતે ગાજતે હવેલીમાં દ્વિદિવસીય ગુજરાત ડેનું સેલિબ્રેશન કર્યું.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની તસવીરો...

  Photos by: Shashi Desai/www.dreamsnaps.com

 • BAYVP celebrates youth and gujarat day
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • BAYVP celebrates youth and gujarat day
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • BAYVP celebrates youth and gujarat day
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ