Home » NRG » USA » Williamsville East grad killed in Florida credited with saving friends life

US:મિયામી બીચ પર ગર્લફ્રેન્ડ સાથે ફરી રહેલા પટેલ યુવાનની ગોળી મારી હત્યા

Divyabhaskar.com | Updated - Jan 30, 2018, 10:47 AM

મૃતક કામિલ પટેલની ઉંમર 29 વર્ષની હતી અને તે ટેક્સાસથી મિયામી આવ્યો હતો.

  • Williamsville East grad killed in Florida credited with saving friends life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મિયામીઃ અમેરિકાના ફ્લોરિડામાં મિયામી બીચ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયેલા એક પટેલ યુવાનની કોઇ અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હત્યા કરી છે. મરનાર વ્યક્તિનું નામ કામિલ પટેલ છે અને તે વિલિયમ્સવીલે ઇસ્ટ હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ હતો. પોલીસ આ ઘટનાની તપાસ ચલાવી રહી છે.


    વિલિયમ્સવીલેનો સ્નાતક


    સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક કામિલ પટેલની ઉંમર 29 વર્ષની હતી અને તે ટેક્સાસથી મિયામી આવ્યો હતો. વિલિયમ્સવીલે સ્કૂલમાંથી 2006માં ગ્રેજ્યુએટ એવા કામિલ પટેલની હત્યાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને જોયું કે કોલીન્સ એવન્યૂ નજીક એક વ્યકિતને ગોળી વાગી છે અને તે ઢળી પડ્યો છે. જોસેફ નામના વ્યક્તિએ પોલિસને કહ્યું કે ગોળીબારનો અવાજ સાંભળી અને ત્યાં ગયા કાર બંધ હતી અને સિક્યુરિટીએ પોલીસને ફોન કર્યો. અન્ય એક પ્રત્યક્ષદર્શી શેલીએ જણાવ્યું કે તે બેભાન હાલતમાં હતો અને અમને લાગ્યું કે તે મૃત્યુ પામ્યો છે. તપાસમાં એવું માલુમ પડ્યું છે કે જે કારમાં કામિલ આવ્યો હતો તે કાર વ્હાઇટ સેડાન કાર હતી. જેનો નંબર CC34319 હતો. મિયામી બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે હત્યારાની માહિતી આપનારને 5000 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.


    દરમ્યાન મૃતક કામિલ પટેલના મિત્રોએ તેના કુટુંબીજનોને મદદ કરવા માટે ફેસબુક પર GoFundMe નામનું પેજ બનાવ્યું છે. જેનાથી કામિલ પટેલના ફ્યુનરલ અને મેમોરિઅલનો ખર્ચ કાઢવામાં આવશે.

  • Williamsville East grad killed in Florida credited with saving friends life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કામિલને મિયામી બીચ પર કરાઓકે બાર નજીક હત્યારાએ ગોળી મારી હતી.

    કામિલને કારણે હું જીવિત છુંઃ ગર્લફ્રેન્ડ કેટી


    મૃતક કામિલ પટેલની સાથે મિયામી બીચ પર આવેલી તેની ફ્રેન્ડ કેટી પાર્કે ફેસબુક પેજ ગોફન્ડમી પર લખ્યું કે હું જીવિત છું તેનો યશ કામિલને જાય છે કારણ કે જ્યારે હત્યારાએ કામિલને ગોળી મારી ત્યારે તેના છેલ્લા શબ્દો હતા કેટી તુ ચાલવાનું ચાલુ રાખજે. કામિલે મને ઘટના સ્થળેથી ઝડપથી ભાગી જવા કહ્યું. 

  • Williamsville East grad killed in Florida credited with saving friends life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કામિલ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ડલ્લાસથી મિયામી આવ્યો હતો.

    મહત્વનું છે કે કામિલ જો જીવતો હોત તો શનિવારે તેણે 30માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. કારણ કે શનિવારે તેનો બર્થ ડે હતો. કામિલને મિયામી બીચ પર કરાઓકે બાર નજીક હત્યારાએ ગોળી મારી હતી. જ્યાંથી તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કામિલ ચાલુ મહિનાની શરૂઆતમાં ડલ્લાસથી મિયામી આવ્યો હતો. 

  • Williamsville East grad killed in Florida credited with saving friends life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કામિલ પટેલ પ્રાડામાં સ્ટોક મેનેજર હતો અને તેના લિંકડઇન પેજ અનુસાર અલ્રિંગ્ટનમાં યૂનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણ્યો હતો.

    સ્ટોક મેનેજર હતો કામિલ


    મૃતક કામિલ પટેલની ગર્લફ્રેન્ડે ગોફન્ડમી પેજ પર તે રાત્રે શું બન્યું તે વિશે લખ્યું કે ડલ્લાસમાં આ પાર્ક આવેલો છે. હું વેસ્ટ પામ બીચ પર વિકેન્ડમાં મિત્રોને મળવા જઇ રહી હતી ત્યારે રસ્તામાં કામિલને મળવા રોકાઇ હતી. અને બન્ને બારમાં ગયા અને ડ્રિંક લીધુ હતું. ત્યાર બાદ અમે કરાઓકે બાર તરફ ચાલતા જઇ રહ્યા હતા ત્યારે એક માણસ કારમાંથી ઉતર્યો અને કામિલ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાંની એક ગોળી કામિલના ડાબી બાજુના ખભા પર જ્યારે બીજી તેના પેટમાં વાગી હતી. કામિલ પટેલ પ્રાડામાં સ્ટોક મેનેજર હતો અને તેના લિંકડઇન પેજ અનુસાર અલ્રિંગ્ટનમાં યૂનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણ્યો હતો. 

  • Williamsville East grad killed in Florida credited with saving friends life
    ફાઇલ ફોટોઃ કામિલ પટેલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending