Home » NRG » USA » Her research focuses on international finance and macroeconomics

IMFની નવી ચીફ ઇકોનોમિસ્ટ હશે આ ભારતીય યુવતી, જાણો શું હશે તેનો રોલ?

Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 05:53 PM

ગીતા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ બીજી ભારતીય છે જેઓને આ વિભાગની જવાબદારી સોંપવામાં આવી

  • Her research focuses on international finance and macroeconomics
    2005થી ગીતા ગોપીનાથ હાવર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ અને ફાઇનાન્સિયલ મેટર્સની પ્રોફેસર છે. (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય મૂળની ગીતા ગોપીનાથને સોમવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચીફ ઈકોનોમિસ્ટ નિયુક્ત કરવામાં આવી. આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિન લગાર્દે આ જાહેરાત કરી હતી. લગાર્દે કહ્યું કે, લીડરશિપમાં ગોપીનાથનો રેકોર્ડ સર્વશ્રેષ્ઠ છે, તેનું એકેડેમિક પર્ફોર્મન્સ ઘણું સારું છે. તે વિશ્વના બેસ્ટ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. ગીતાનો જન્મ ભારતના મૈસૂરમાં થયો છે. તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચરલ અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. 2001માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યા બાદ તેઓએ શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર કામ કરવાનું શરૂ કર્યુ. 2005થી તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ અને ફાઇનાન્સિયલ મેટર્સની પ્રોફેસર છે.

    મોરીસ ઓબ્સફેલ્ડનું સ્થાન લેશે ગીતા


    - ગીતાનો જન્મ અને ઉછેર ભારતમાં જ થયો છે, હવે તેઓ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે.
    - ગીતા, મોરીસ ઓબ્સફેલ્ડના સ્થાને આ જવાબદારીને સંભાળશે. મોરીસ આ વર્ષના અંતમાં રિટાયર્ડ થઇ જશે.


    હાવર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝની પ્રોફેસર


    - લેડી શ્રીરામ કોલેજ, દિલ્હીથી ગ્રેજ્યુએટ થયેલી ગીતા હાલ હાવર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડઝની પ્રોફેસર છે.
    - લેગાર્ડે ગીતાને નિયુક્ત કરતા કહ્યું, ગીતા દુનિયાના કેટલાંક એવા અર્થશાસ્ત્રીઓમાંથી એક છે જેઓની પાસે અસાધારણ શૈક્ષણિક ઉપલબ્ધિઓ છે અને તેઓને ટ્રેક રેકોર્ડે પણ તેમની યોગ્યતાને સાબિત કર્યા છે.
    - વર્ષ 2001માં શિક્ષા ક્ષેત્રમાં ગીતાએ શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનું પદ સંભાળ્યું, ત્યારબાદ 2005માં તે હાવર્ડ યુનિવર્સિટી જતી રહી.
    - વર્ષ 2010માં ગીતા અહીં ફૂલ ટાઇમ પ્રોફેસર બની ગઇ. તે અમેરિકન ઇકોનોમિક રિવ્યુની કો-એડિટર છે. આ સિવાય નેશનલ બ્યુટી ઓફ ઇકોનોમિક રિસર્ચ (એનબીઇઆર)માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એન્ડ માઇક્રો-ઇકોનોમિક્સ પ્રોગ્રામની પણ કો-ડાયેક્ટર છે.
    - ગીતાએ આઇએમએફ પૂર્વ ઇકોનોમિક કાઉન્સિલ કેનેથ રોગોફની સાથે મળીને ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સની હેન્ડબુક પણ લખી છે.

    શું હશે ગીતાની જવાબદારી


    - ગીતા આઇએમએફના જે વિભાગની ડાયરેક્ટર બની છે, તેનો રોલ સંસ્થામાં સૌથી મહત્વનો છે. આઇએમએફનું રિસર્ચ ડિપાર્ટમેન્ટ વિશ્વની અર્થવ્યવસ્થાઓ પર અધ્યયન કરીને સભ્ય દેશો માટે જરૂરી નીતિઓ તૈયાર કરે છે.
    - સાથે જ એવા મુદ્દે રિસર્ચને અંજામ આપે છે જે આઇએમએફ માટે મહત્વના હોય છે.
    - આ સિવાય વિશ્વની અર્થવ્યવસ્થા આગામી કેટલાંક વર્ષોમાં કેવી હશે આ અંગે પણ અનુમાન લગાવવું અથવા ભવિષ્યવાણી કરવી આઇએમએફનું કામ કરે છે.
    - ગીતા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ બીજી ભારતીય છે જેઓને આ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ