Divya Bhaskar

Home » NRG » USA » Racist attack on US gas station owned by Sikh

US:શીખ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર હુમલો, વંશીય ભેદભાવ દર્શાવતા લખાણો લખ્યા

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 11:42 AM

અમેરિકાના કેંટકીમાં શીખ સજ્જન ગેરી સિંઘ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર એક બુકાનીધારી વ્‍યક્‍તિએ હુમલો કરી તોડફોડ કરી હતી

  • Racist attack on US gas station owned by Sikh
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કેંટકીઃ અમેરિકાના કેંટકીમાં શીખ સજ્જન ગેરી સિંઘ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર એક બુકાનીધારી વ્‍યક્‍તિએ હુમલો કરી તોડફોડ કરી હતી. તથા વંશીય ભેદભાવ દર્શાવતા શબ્‍દો તથા ચિહનો લંખ્‍યા હતા.


    આ ઘટનાથી ગેસ સ્‍ટેશનના માલિકે પોતે ડરી ગયા હોવાનું જણાવ્‍યું હતું. તથા હુમલાખોરે લખેલી અમુક ચિઠ્ઠીઓ પણ મળી અકિલા આવી હોવાનું જણાવ્‍યુ હતુ જેમા સ્‍ટોર ખાલી કરી જતા રહેવાનું લખ્‍યુ હતું. પોલીસ તપાસ ચાલુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Racist attack on US gas station owned by Sikh

    ગ્રીનઅપ કાઉન્ટીનો બનાવ


    આ બનાવ ગ્રીનઅપ કાઉન્ટીમાં બન્યો છે. ગેસ સ્ટેશનના માલિક ગેરી સિંઘે જણાવ્યું કે આ બનાવથી તેમને આઘાત લાગ્યો છે. કેન્ચૂકી સ્ટેટ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. લોકલ ટીવી ચેનલના જણાવ્યા અનુસાર સિક્યુરિટી ફૂટેજથી દેખાય છે કે માસ્ક પહેરેલો એક વ્યક્તિ રાત્રે 11.30 વાગ્યાની આસપાસ સ્ટોર તરફ આવ્યો હતો. ગેરી સિંઘે જણાવ્યું કે હું છેલ્લા ચાર વર્ષથી આ સ્ટેશન ચલાવું છું. પરંતુ આવું ક્યારેય બન્યું નથી. મેં ક્યારેય ખોટુ કર્યું નથી અને સ્થાનિક લોકોને હંમેશા મદદરૂપ બનતો આવ્યો છું. 


    લોકલ ન્યૂઝપેપરના જણાવ્યા અનુસાર સ્ટોરની બહાર વંશીય લખાણ લખીને માલિકને ચેતવણીના શબ્દમાં Leave એવું લખાણ લખાયું છે. એટલે કે અમારો દેશ છોડીને જતા રહો. સિંઘના જણાવ્યા પ્રમાણે તેઓ 1990માં ભારતથી અમેરિકા આવ્યા હતા. અનેક સપનાઓ લઇને અમેરિકા આવેલા હેરી સિંઘને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. જો કે કસ્ટમરને આશા છે કે આ ધૃણાસ્પદ ઘટનાની તેમની કોમ્યુનિટી પર અસર નહીં થાય. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending