• Home
 • NRG
 • USA
 • Friends of Gujarat is a not-for-profit organization of Gujaratis in Canada

કેનેડા: 'ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત' કરશે વાયબ્રન્ટ ઓન્તારિયો સમિટનું આયોજન

divyabhaskar.com

Mar 22, 2018, 07:35 PM IST
ફ્રેન્ડઝ ઓફ ગુજરાત, બ્રેમ્પટન, કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહ
ફ્રેન્ડઝ ઓફ ગુજરાત, બ્રેમ્પટન, કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહ
1 મે, 2018ના રોજ ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે એફઓજી કેનેડા દ્વારા 'યુથ લીડરશીપ અને સ્કોલરશીપ પ્રોગ્રામ'નો પણ પ્રારંભ કરવામાં આવશે
1 મે, 2018ના રોજ ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે એફઓજી કેનેડા દ્વારા 'યુથ લીડરશીપ અને સ્કોલરશીપ પ્રોગ્રામ'નો પણ પ્રારંભ કરવામાં આવશે

એનઆરજી ડેસ્કઃ કેનેડાના ગુજરાતીઓના નોટ-ફોર-પ્રોફીટ સંગઠન 'ફ્રેન્ડઝ ઓફ ગુજરાત' (FOG) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે કેનેડામાં મેયર્સ કોન્ફરન્સ અને આવતા વર્ષે ઓન્તારીયોમાં 'વાયબ્રન્ટ ઓન્તારીયો સમિટ'નું આયોજન કરવામાં આવશે. એક અન્ય મહત્વના પ્રયાસ તરીકે ફ્રેન્ડઝ ઓફ ગુજરાત આ વર્ષે કેનેડામાં મેયર્સ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ ટોચના શહેરોના મેયરોને ઓન્તારીયોના મેયર્સને મળવા માટે આમંત્રણ આપવામાં આવશે, જેથી સ્માર્ટ સીટીઝના મહત્વના મુદ્દાઓ અંગે જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે. આ સમારંભમાં વોટર હાર્વેસ્ટીંગ અને જળાશયોના પાણીને પુનર્જીવિત કરવા અંગેના કાર્યક્રમોની પણ ચર્ચા થશે. બંને દેશોના શહેરો વચ્ચે સિસ્ટર સીટીઝની દરખાસ્ત પણ કરાય તેવી અપેક્ષા છે કે જેથી બંને શહેરોની પ્રણાલિઓનું આદાન-પ્રદાન થઈ શકે.

ભારત અને ઓન્ટારીયાની ટ્રેડ ઇન્ડસ્ટ્રીને જોડવાનો પ્રયાસ


- અમદાવાદની ટૂંકી મુલાકાતે આવેલા ફ્રેન્ડઝ ઓફ ગુજરાત, બ્રેમ્પટન, કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહે જણાવ્યું હતું કે કેનેડા અને ગુજરાતના ગુજરાતી સમુદાયને સંગઠીત કરવા અને તેના સશક્તિકરણ માટેના 5 વર્ષના એફઓજીના આયોજનના હિસ્સા તરીકે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ પ્રોગ્રામ ભારતની ટ્રેડ ઇન્ડસ્ટ્રીને ઓન્ટારીયોની ટ્રેડ ઇન્ડસ્ટ્રી સાથે જોડશે અને બંને દિશામાં મૂડીરોકાણોને પ્રોત્સાહિત કરશે.
- ઓન્તારીયોમાં 'વાયબ્રન્ટ ઓન્તારીયો સમિટ'માં કેનેડિયન પ્રાઈમ મિનિસ્ટર, પ્રિમિયર ઓફ ઓન્તારીયો કેથલીન વેઈનને તથા સંસદ સભ્યો તથા પ્રોવિન્શિયલ પાર્લામેન્ટના સભ્યોને પણ આમંત્રણ મોકલવામાં આવશે.

મે મહિનામાં શરૂ થશે પ્રોગ્રામ


- આ વર્ષ 1 મે, 2018ના રોજ ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે એફઓજી કેનેડા દ્વારા 'યુથ લીડરશિપ અને સ્કોલરશિપ પ્રોગ્રામ'નો પણ પ્રારંભ કરવામાં આવશે. અખિલ શાહે કેનેડામાં ભારતિય વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટેના મંચ તરીકે 'ગુજરાત યુથ મંચ' ની સ્થાપના કરવાના આયોજનની જાહેરાત કરી હતી.

- જેથી માલિકો દ્વારા ભારતિય વિદ્યાર્થીઓની છેતરપિંડી, રેગીંગ અને શોષણ અટકાવી શકાય.
- આ મંચ દ્વારા શૈક્ષણિક અને નેતૃત્વલક્ષી કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને વિદેશમાં જે પડકારોનો સામનો કરવો પડે છે તેમાંથી પાર ઉતરવા માટે સપોર્ટ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. કે જેથી વિદ્યાર્થીઓ કેનેડાના મુખ્ય પ્રવાહ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે.
- અખિલ શાહના જણાવ્યા અનુસાર, બ્રેમ્પટન ગુજરાત ભવનની સ્થાપના કરવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી બ્રેમ્પટન કાઉન્સિલર માર્ટિન મેડીરોસની સહાયથી હાથ ધરવામાં આવી છે. આ ભવન સિનિયર સિટીઝનને શિયાળાના મહિનાઓમાં એકઠા થવા માટે અને ગુજરાતી સાહિત્યને માણવા માટેનું સ્થાન બની રહેશે.
- ફ્રેન્ડઝ ઓફ ગુજરાત, કેનેડા મહત્વની વ્યક્તિઓ સાથે મળીને નોન-રેસિડેન્ટ ગુજરાતીઓના અવાજ માટેનું એક રાજકિય મંચ ઉભુ કરવા માટે પ્રયત્નશીલ છે.
- આ હેતુથી કેનેડાના તમામ નાના મોટા ભારતિય સંગઠનોને સંગઠીત કરવા અને એક જ છત હેઠળ કામ કરવા અનુરોધ કરાયો છે.

આગળની સ્લાઇડમાં જાણો, ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત અંગે વધુ માહિતી...

X
ફ્રેન્ડઝ ઓફ ગુજરાત, બ્રેમ્પટન, કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહફ્રેન્ડઝ ઓફ ગુજરાત, બ્રેમ્પટન, કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહ
1 મે, 2018ના રોજ ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે એફઓજી કેનેડા દ્વારા 'યુથ લીડરશીપ અને સ્કોલરશીપ પ્રોગ્રામ'નો પણ પ્રારંભ કરવામાં આવશે1 મે, 2018ના રોજ ગુજરાતના સ્થાપના દિન પ્રસંગે એફઓજી કેનેડા દ્વારા 'યુથ લીડરશીપ અને સ્કોલરશીપ પ્રોગ્રામ'નો પણ પ્રારંભ કરવામાં આવશે
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી