• Home
  • NRG
  • USA
  • first trilateral conference between India-Canada-America in Canada by Vipul Jani

વિપુલ જાની દ્વારા કેનેડામાં ભારત-કેનેડા-અમેરિકા વચ્ચેની સૌપ્રથમ ટ્રાયલેટરલ કોન્ફરન્સ

કોન્ફરન્સમાં ભારત, કેનેડા અને અમેરિકા એમ ત્રણેય દેશોના રાજકીય અને બિઝનેસ સેક્ટરના 300થી વધુ અગ્રણીઓ ભાગ લેશે

divyabhaskar.com | Updated - Sep 30, 2018, 07:24 PM
first trilateral conference between India-Canada-America in Canada by Vipul Jani

એનઆરજી ડેસ્કઃ ઇમ્પેક્ટ મીડિયા એન્ડ ઇવેન્ટ્સ કોર્પોરેશન તથા તેના સ્થાપક વિપુલ જાની દ્વારા 15 નવેમ્બર, 2018ના રોજ પિયરસન કન્વેન્શન સેન્ટર (બ્રામ્પટન) કેનેડા ખાતે ભારત, કેનેડા અને અમેરિકા એમ ત્રણ દેશોની વચ્ચે સૌપ્રથમ ટ્રાયલેટરલ (ત્રિદેશીય) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ધ ડાયલોગઃ ચેલેન્જીસ એન્ડ પોસિબિલિટીઝ એ શીર્ષક હેઠળ યોજાઇ રહેલી આ આતંરરાષ્ટ્રીય પરિષદમાં કુલ ચાર સેશન રાખવામાં આવ્યા છે.


1) ટ્રેડ, ટેરિફ એન્ડ ટેન્શન
2) કેનેડાઝ રેલેવન્સ ટુ ઇન્ડિયા એન્ડ યુએસએ
3) ઇન્ડો-કેનેડિયન્સ ઇન કેનેડાઝ પાર્લામેન્ટ
4) વ્હેર આર વી હેડેડઃ જેમાં ઓટોમેશન, ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ, ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વગેરેની ચર્ચા થશે.

300થી વધુ અગ્રણીઓ લેશે ભાગ


- ચાર સેશનમાં પ્રવચનો, પ્રેઝન્ટેશન, પેનલ ડિસ્કશન અને છેલ્લે ઓડિયન્સ સાથે લાઇવ સવાલ-જવાબ થશે.
- સવારે 9.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી ચાલનારી આ ટ્રાયલેટરલ કોન્ફરન્સમાં ભારત, કેનેડા અને અમેરિકા એમ ત્રણેય દેશોના રાજકીય અને બિઝનેસ સેક્ટરના 300થી વધુ અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે.
- 200 ડોલરની વ્યક્તિગત ટિકીટ રાખવામાં આવી છે.
- આ અંગે વધુ વિગત માટે: impactmediaandevents@gmail.com (ઇમેલ) અને www.imec.biz (વેબસાઇટ) અથવા 416-827-5189 (વિપુલ જાની, ફોન) પર સંપર્ક કરી શકો છો.

મે મહિનામાં જીજીએન ગાલા એવોર્ડનું આયોજન


- આ અગાઉ આ જ વર્ષે મે મહિનામાં વિપુલ જાનીની અન્ય કંપની ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (જીજીએન) દ્વારા કેનેડામાં જ સૌપ્રથમવાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ગાલાનું પણ ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું.
- જેમાં ભારત, કેનેડા, અમેરિકા, બ્રિટન અને મોઝામ્બિક (આફ્રિકા) એમ પાંચ દેશોમાંથી અગ્રણી ગુજરાતીઓએ ભાગ લીધો હતો.
- આ ઇવેન્ટમાં દિવ્યભાસ્કર.કોમ ડિજિટલ પાર્ટનર હતું.

X
first trilateral conference between India-Canada-America in Canada by Vipul Jani
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App