Divya Bhaskar

Home » NRG » USA » Ban on spouses of H-1B visa holders may push 1 lakh people out of jobs

H1-B: નવા નિયમોથી પતિ-પત્નીએ થવું પડશે અલગ, 1 લાખ નોકરીઓ ગુમાવવાનો ભય

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 02:37 PM

ટેનેસી યુનિવર્સીટીના ક્રિસ્ટોફર કનિંઘમ અને કેમી બિઝનેસ સ્કૂલની પૂજા વિજયકુમારની સ્ટડીમાં દાવો

  • Ban on spouses of H-1B visa holders may push 1 lakh people out of jobs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકામાં સૌથી વધુ એચ1- બી વિઝા ભારતીયોને આપવામાં આવે છે. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાની ટ્રમ્પ સરકારે એચ1બી વિઝાધારકોના જીવન સાથીઓ માટે વર્ક પરમિટ રદ કરવાની યોજના બનાવી છે. જેના લીધે 1 લાખ નોકરીઓ જશે. જેની સીધી અસર એચ1 બી વિઝાધારકો ઉપરાંત કર્મચારીઓ ઉપર પડશે. અમેરિકામાં મોટાં પાયે વસવાટ કરી રહેલા ભારતીયો પણ મુશ્કેલીમાં મુકાશે. હાલમાં થયેલા રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.


    H1-B વિઝાના નિયમો બનાવ્યા વધુ કડક


    - ટ્રમ્પ સરકારે એચ1-બી વિઝાના નિયમો કડક બનાવ્યા છે. જે વિદેશીઓને અમેરિકામાં ઘણા વર્ષો રહી કામ કરવાની પરવાનગી આપે છે.
    - સરકારે તેમાં ફેરફાર કરી પતિ-પત્નીને સાથે કામ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.
    - ટેનેસી યુનિવર્સીટીના ક્રિસ્ટોફર કનિંઘમ અને કેમી બિઝનેસ સ્કૂલની પૂજા બી. વિજયકુમારે આ પોલિસીમાં ફેરફાર અંગે અભ્યાસ કર્યો છે.
    - જે મુજબ, નવી યોજના હેઠળ જો પતિ એચ1-બી વિઝા ધરાવે છે, તો તેની પત્નીને કામ કરવાની મંજૂરી મળશે નહીં. તેવી જ રીતે પત્ની વિઝા ધરાવતી હશે તો પતિને કામ કરવાની મંજૂરી મળશે નહીં.

    પતિ-પત્નીએ થવું પડશે અલગ


    - આ બાબતની સૌથી વધુ અસર હજારો ભારતીયો પર પડશે. નિષ્ણાતોનું માનવુ છે કે, તેના લીધએ પતિ અને પત્નીએ સામાજિકરૂપે જુદાં થવું પડશે.
    - પરિવારે તણાવ અને નાણાકીય અછતનો સામનો કરવો પડશે. અનેક વિઝાધારકો તો વિદેશમાં નોકરી છોડીને પણ શકે છે.
    - આ યોજના લાગુ થતા પ્રતિ વિઝાધારકની આશરે દોઢથી દસ લાખ ડોલરની આવક અમેરિકામાં જ રાખવી પડશે.
    - અભ્યાસ પ્રમાણે, અમેરિકામાં નીતિગત ફેરફાર મોટાંભાગે અપૂરતી માહિતી હેઠળ કરવામાં આવે છે.

    માત્ર 45 દિવસમાં જ મળી જશે કેનેડાના સ્ટુડન્ટ વિઝા, આટલા ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

    ટ્રમ્પે કર્યા ફેરફાર


    - અમેરિકામાં વર્ક વિઝાની શરૂઆત 1952માં થઈ હતી. તેનો ઉદ્દેશ અમેરિકી કંપનીઓને દેશમાં જ કાર્યક્ષમ કર્મચારી ન મળે તો તેઓ પરદેશીને કામ પર રાખી શકશે.

    - પરંતુ ટ્રમ્પ તેમાં ફેરફાર ઈચ્છે છે. જ્યારે ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી ગ્રુપ પણ આ બદલાવની વિરૂદ્ધમાં છે. તેનાથી દંપતિ મુશ્કેલીમાં મુકાશે અને તેમાં મોટાંપાયે મહિલાઓ વધુ મુશ્કેલીમાં મુકાશે.


    UAEએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફાર, 28 લાખ ભારતીયોને થશે ફાયદો

    75 ટકા એચ1બી વિઝા ભારતીયોને મળ્યા 2017માં

    - એચ1-બી વિઝાધારકે રિસર્ચરને જણાવ્યુ કે, તેમની પત્ની આ વાતથી અત્યંત દુ:ખી છે. કે, તેણે ભારત પરત ફરવુ પડશે. અન્ય એક કહે છે કે, પત્ની અમેરિકામાં નોકરી યથાવત રીતે નહીં કરી શકે તે વાતથી તેઓ પરેશાન છે.
    - અનેક લોકોએ માલિકીનું ઘર લીધુ છે અને બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ હવે તેમની સમક્ષ મોટો સવાલ ઊભો થયો છે.
    - ઉલ્લેખનીય છે, અમેરિકામાં સૌથી વધુ એચ1-બી વિઝા ભારતીયોને આપવામાં આવે છે.
    - આ યોજના લાગુ થતા પ્રતિ વિઝાધારકની આશરે દોઢથી દસ લાખ ડોલરની આવક અમેરિકામાં જ રાખવી પડશે.
    - અભ્યાસ પ્રમાણે, અમેરિકામાં નિતિગત ફેરફાર મોટાભાગે અપૂરતી માહિતી હેઠળ કરવામાં આવે છે. અમેરિકામાં વર્ક વિઝાની શરૂઆત 1952માં થઈ હતી.

    વર્ષ H-1બી વિઝા ભારતીય ટકાવારી


    2016 345262 256184 74.2
    2017 365682 276455 75.8

    (સ્ત્રોત : યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ)

  • Ban on spouses of H-1B visa holders may push 1 lakh people out of jobs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નિષ્ણાતોનું માનવુ છે કે, નવા નિયમોના કારણે પતિ અને પત્નીએ સામાજિકરૂપે જુદા થવુ પડશે. (ફાઇલ)
  • Ban on spouses of H-1B visa holders may push 1 lakh people out of jobs
    આ યોજના લાગુ થતા પ્રતિ વિઝાધારકની આશરે દોઢથી દસ લાખ ડોલરની આવક અમેરિકામાં જ રાખવી પડશે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending