Home » NRG » USA » Baroda pundits provides online puja services in USA and other countries

વિદેશમાં સ્ટ્રેસ દૂર કરવા ઓનલાઈન પૂજાનો ટ્રેન્ડ વધ્યો

Divyabhaskar.com | Updated - Oct 22, 2018, 06:26 PM

વડોદરાના 100 બ્રાહ્મણો ઓનલાઈન પૂજા કરાવે છે

  • Baroda pundits  provides online puja services in USA and other countries
    વિદેશમાં વસતા ભારતીયો વિધિની સાથે શાંતિપાઠ પણ સાંભળે છે. (ફાઇલ)

    એનઆરજી ડેસ્કઃ વિદેશમાં વસતા ભારતીયો માનસીક તણાવ દુર કરવા માટે શહેરના બ્રાહ્મણો પાસેથી ઓનલાઈન વિધીની સાથે શાંતિપાઠ પણ સાંભળે છે. શહેરમાં 100 બ્રાહ્મણો મહિનામાં 1 હજાર ઓનલાઈન પુજા કરાવે છે. જ્યારે વિદેશી નાગરીકો પણ શહેરના બ્રાહ્મણો પાસે જ્યોતિષ,રત્ન અને રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઓનલાઈન માર્ગદર્શન મેળવે છે. ડિજીટલ યુગમાં ભારત દેશના મુખ્ય મંદિરોમાં ઓનલાઈન દર્શન અને પ્રસાદની સુવિધા તો શરૂ થઈ ગઈ છે. જ્યારે થોડા વર્ષોથી ઓનલાઈન પુજા કરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

    દરરોજના એવરેજ 10 કોલ
    - શાસ્ત્રી નયનભાઈ જોષીના જણાવ્યા અનુસાર, શહેરના 100 જેટલા બ્રાહ્મણો ઓનલાઈન પુજા કરાવે છે.
    - બ્રાહ્મણો પાસે અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલીયા, દુબઈ, હોંગકોંગ, બ્રાઝીલ અને આફ્રિકાના દેશોમાંથી રોજના એવરેજ 10 કોલ આવે છે.
    - ભારતીયો ખાસ કરીને શ્રીમંત, ગણપતિ પુજા, મુંડન વિધી, ગ્રહશાંતિ અને જન્માક્ષરમાં રહેતા દોષોના નિવારણની પુજા કરાવતા હોય છે.
    - જ્યારે વિદેશમાં વસતા ભારીતયો મોટાંભાગે માનસિક અશાંતિ દૂર કરવા ઓનલાઈન શાંતિ પાઠ સાંભળવા પણ વારંવાર ફોન કરતા રહે છે.

    અમેરિકા રહેલા દીકરાની મંગળ દોષની વિધિ કરાઈ

    - મારો દિકરો અમેરિકા રહે છે. જેની કુંડળીમાં મંગળનો દોષ રહેલો છે. મારે આ મંગળ દોષની વિધી માટે દિકરાને અમેરિકાથી ભારત બોલાવવો પડે તેમ હતો.
    - જોકે મેં આ માટે વડોદરા આવી નયનભાઈ જોષી સાથે દિકરાની મંગળ દોષની વિધી ઓનલાઈન કરાવી હતી. - ભરતભાઈ ધારિયા

    વિદેશી નાગરીકો ભારતીય સંસ્કૃતિ તરફ વળી માંસ-દારૂ છોડી રહ્યાં છે

    - કર્મકાંડી વ્રજેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર, વિદેશી નાગરીકો પણ જ્યોતિષના ફોલોઅર્સ છે.
    - તેઓ મોટા ભાગે જ્યોતિષ જાણવા તેમજ કયા રત્ન અને રૂદ્રાક્ષ ધારણ કરાય તેના માટે ઓનલાઈન માર્ગદર્શન મેળવે છે.
    - જ્યારે વિદેશી નાગરીકો ભારતીય સંસ્કૃતિને અપનાવવા માટે માંસ-દારૂ પણ છોડી રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ