Divya Bhaskar

Home » NRG » USA » પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house

PHOTOS: અમેરિકામાં 17 એકરમાં ફેલાયેલો છે 'પાવરફૂલ પટેલ'નો મહેલ

Divyabhaskar.com | Updated - Jun 21, 2018, 01:19 PM

ફ્રીડમ હેલ્થના માલિક અને અબજોપતિ પટેલ કપલને ફ્લોરિડામાં 'ધ પાવર કપલ'ના નામે ઓળખવામાં આવે છે.

  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવીને દાનદાતા તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા કિરણ પટેલ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના મૂળ વતની છે. જાન્યુઆરી મહિનામાં ફ્લોરિડા ટ્રેન્ડ મેગેઝીને ડો. કિરણને ફ્લોરોડિયન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. વર્ષ 2017માં તેઓએ હેલ્થકેર માટે 13012 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ફ્લોરિડામાં આ કપલનો 17 એકરમાં ફેલાયેલો મહેલ છે. અહીં જુઓ, આ પટેલ ફેમિલીના આલિશાન મેન્શનના ફોટોગ્રાફ્સ.


    પાવર પટેલ કપલથી જાણીતા


    - ફ્રીડમ હેલ્થના માલિક અને અબજોપતિ પટેલ કપલને ફ્લોરિડામાં ધ પાવર કપલના નામથી ઓળખવામાં આવે છે.
    - આ કપલે એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટથી લઇને અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.
    - ફ્લોરિડાના કેરોલવુડ વિસ્તારમાં વ્હાઇટ ટ્રાઉટ લેકની પાસે આ કપલનો 17 એકર જમીન પર આલિશાન પેલેસ જેવો બંગલો છે.
    - મેઇન બિલ્ડિંગમાં 8400 ફૂટના બે મોટાં વિંગ્સ છે. તેમાં એક તરફ પટેલ કપલ તો બીજી તરફ તેમનો દીકરો ફેમિલીની સાથે રહે છે.
    - તેઓની બે દિકરીઓ પણ આ જ કમ્પાઉન્ડમાં 7000 સ્ક્વેર ફૂટમાં બનેલા ઘરમાં રહે છે. આ સિવાય અહીં મંદિર, મિની થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કારનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનન્સ બિલ્ડિંગ પણ છે.

    શા માટે પસંદ કર્યુ આ મેન્શન


    - ડો. કિરણ પટેલે તેમના આલિશાન ઘર વિશે લોકલ મીડિયાને જણાવ્યું કે, મેં આ જગ્યા એટલાં માટે પસંદ કરી, કારણ કે અહીંથી એરપોર્ટ, ઓફિસ, સ્કૂલ, હોસ્પિટલ બધું જ નજીક છે. સાથે જ મારી ફેમિલી આગામી 50 વર્ષ સુધી આ જ ઘરમાં સાથે રહે, તે વાતને ધ્યાનમાં રાખીને મેં આ ખાસ મેન્શન તૈયાર કરાવ્યું છે.


    3 વર્ષમાં પુર્ણ થયું મકાનનું કન્સ્ટ્રક્શન


    - પટેલ કપલના આ મકાનનું કન્સ્ટ્રક્શન વર્ક નવેમ્બર 2012માં શરૂ થયું હતું, જે 2016માં કમ્પલિટ થયું છે. તેના કન્સ્ટ્રક્શનમાં થયેલા ખર્ચની જાણકારી આ કપલે જાહેર નથી કરી.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, તેમના મેન્શનની તસવીરો...

  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
  • પાવર પટેલ કપલથી જાણીતા | The philanthropist built a dream house
    ડો. કિરણ પટેલ અને તેમના પત્ની ડો. પલ્લવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending