Divya Bhaskar

Home » NRG » USA » The Chief Guest was Bhav Dhillon Hon Consul of India

ઓફબીજેપી ન્યૂઝીલેન્ડ દ્વારા ડાયસ્પોરા આઉટ્રીચ પ્રોગ્રામનું આયોજન

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 11:16 AM

વાઇકટો ઇન્ડિયન કોમ્યુનિટીએ પણ મોટી સંખ્યામાં આ ઇવેન્ટમાં હાજરી આપી હતી

  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન સિટીમાં ડાયસ્પોરા આઉટ્રીચ પ્રોગ્રામનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ગવર્મેન્ટ પોલીસી, ઉપરાંત ઓસીઆઇ અને વિઝાને લગતાં સવાલ-જવાબનું સેશન રાખવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન હોન. કોન્સ્યુલ ભાવ ધિલ્લોને ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ સેશન દરમિયાન 30 જેટલાં સવાલો પૂછવામાં આવ્યા હતા. વાઇકટો ઇન્ડિયન કોમ્યુનિટીએ પણ મોટી સંખ્યામાં આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટને ઓફબીજેપી ન્યૂ ન્યૂઝીલેન્ડ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. જેમાં તમિળ સોસાયટી વાઇકટો, વાઇકટો ગુજરાતી પરિવાર વાઇકટો, વાઇકટો ઇન્ડિયન એસોસિએશન અને અન્ય કોમ્યુનિટીએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં divyabhaskar.com ડિજિટલ પાર્ટનર છે.


    - કાર્યક્રમની શરૂઆતમાં ઓફબીજેપી (ઓવરસિસ ફ્રેન્ડ્સ બીજેપી) હાર્દિક દેસાઇએ ભાવ ધિલ્લોને ઓર્ગેનાઇઝ ઇન્ફોર્મેશન અને વિઝા સર્વિસ કેમ્પ અંગે ઇન્ડિયન ડાયસ્પોરાને માહિતી આપવાની વિનંતી કરી હતી.
    - ઇવેન્ટમાં હાજર રહેલા તમામે આ સવાલ-જવાબમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામના સવાલોના હોન. કોન્સ્યુલે સંતોષકારક જવાબો આપ્યા હતા.

    - આ ઇવેન્ટ દરમિયાન તમિળ સોસાયટી વાઇકટોની યુવતીઓએ ભરતનાટ્યમ નૃત્ય પણ રજૂ કર્યુ હતું.
    - ઇવેન્ટમાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુષ્મા સ્વરાજે હાલની સરકાર ઇન્ડિયન ડાયસ્પોરા વર્લ્ડવાઇડ માટે જે યોગદાન આપી રહી છે તેની માહિતીને રજૂ કરતો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
    - આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડો. વિજય ચૌથઇવાલેનો વીડિયો પણ દર્શાવવામાં આવ્યો હતો.


    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની વધુ તસવીરો...

  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Chief Guest was Bhav Dhillon Hon Consul of India
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending