• Home
  • NRG
  • USA
  • Sangeet has Thailand's Traditional Dancer had performed dance

Wedding / અમેરિકામાં પટેલ કપલના ડેસ્ટિનેશન વેડિંગ, થાઇલેન્ડની ડાન્સરોએ ધૂમ મચાવી

divyabhaskar.com | Updated - Jan 18, 2019, 11:40 AM
Sangeet has Thailand's Traditional Dancer had performed dance
X
Sangeet has Thailand's Traditional Dancer had performed dance

  • મંડપમાં મિલિન્દ ઝીલની રાહ જોતો હતો ત્યાં જ જોરદાર વરસાદ તૂટી પડ્યો

એનઆરજી ડેસ્કઃ લગ્ન એટલે બે જિંદગીઓ બે પરિવાર અને બે કુટુંબને જોડતી વિધિ. દરેક માં બાપ પોતાના પુત્ર-પુત્રીના જીવનનો મહત્વનો અને આનંદદાયક પ્રસંગ એક સંભારણું બની જાય તેવું ઈચ્છતા હોય છે. આજકાલ અમેરિકામાં ડેસ્ટિનેશન વેડિંગ, તેમાય આયલૅન્ડ વેડિંગ ખુબ લોકપ્રિય બન્યા છે. જેમાં આ ચાર દિવસ બધા પોતપોતાના કામકાજને ભૂલી એક જ છત નીચે મસ્તીથી લગ્નપ્રસંગને માણી શકે છે અને ઇવેન્ટ મેનેજમેન્ટની સહાય થી બધુજ સમયસર પાર ઉતરી જાય છે. તેમાંય જો દીકરીના લગ્ન હોય તો માતાપિતાની ઈચ્છા એવી હોય છે કે તેની દીકરીની બધીજ ઈચ્છાઓ પૂર્ણ થાય. 

 

થાઇલેન્ડ ડાન્સર્સે ધૂમ મચાવી
1.હમણાં થોડા સમય પહેલા ન્યુજર્સીમાં રહેતી ઝીલ અને ડેલાવર સ્ટેટનો મિલિન્દ જેઓ બંને પ્રોફેશનથી ડોકટર્સ છે. તેમની ઈચ્છા અનુસાર તેમના લગ્ન માટે થાઈલેન્ડનાં ફૂકેટ આઈલેન્ડ ઉપર રાખવામાં આવ્યું હતું. લગ્નસ્થળ જે ડબલ્યુ મેરીયોટનાં રિસોર્ટમાં આયોજિત હતું. સામાન્ય રીતે આટલે દુર અમેરિકાથી થાઈલેન્ડ જવાનું હોવાથી ટ્રાવેલિંગથી લઈને રજાઓ સુધીની ખુબ તૈયારીઓ કરવી પડતી હોય છે. લગ્નમાં 125 ગેસ્ટ હતા. જેમાં 40 ગ્રુમ તરફથી અને બાકીના બ્રાઇડ તરફથી હતા.
2.પ્રથમ રાત્રિ સંગીત નાઈટમાં થાઈલેન્ડનાં ટ્રેડીશનલ ડાન્સર બોલાવી સુંદર વેલકમ પ્રોગ્રામ આયોજિત કરાયો હતો. બાકીના દિવસોમાં ભારતીય પરંપરાથી બધીજ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.ખૂબ જ વ્યસ્ત રહેતું આ યુગલ તેમના શરુ થનારા નવજીવનના પ્રારંભ માટે ખુબ ઉત્સુક હતું. જીવનનો આ યાદગાર પ્રસંગ વધુ યાદગાર બનાવવા કંઇક અલગ કરવાની તેમની ઈચ્છા હતી. ઝીલની ખુબ જ ઈચ્છા હતી કે દરિયાકિનારે મંડપ યોજાય અને પોતે નાનકડી ફૂલોથી સજાવેલી હોડીમાં બેસીને મંડપમાં આવે.
દુલ્હનના આવતા પહેલાં વરસાદ આવ્યો
3.


તેની ઈચ્છા પ્રમાણે બધીજ વ્યવસ્થા કરાઈ હતી છતાં ધાર્યું તો ઉપરવાળાનું જ થાય છે. એ પ્રમાણે ઢળતી સાંજે ગુલાબી આકાશ નીચે સુંદર ફૂલોથી સજાવેલા મંડપમાં મિલિન્દ ઝીલની રાહ જોતો હતો ત્યાં જ જોરદાર વરસાદ તૂટી પડ્યો. રીસોર્ટના લાંબા ફેલાયેલાં સ્વિમિંગ પૂલમાં હોડકીમાં બેસીને આવતી ઝીલને પલળતી બચાવી હોટલના બેન્કવેટ હોલમાં લઇ જવામાં આવી અને બાકીની વિધિ ત્યાં સંપન્ન થઈ.

 

4.વરસાદ શરૂ થતાની સાથે જ હોટલમાંથી દરેકને મોટી છત્રીઓ આપી દેવાઈ છતાં ઘણા પલળી ગયા હતા.. જોકે આવા અનુભવની પણ અલગ મઝા હોય છે. આવી ખટમીઠી યાદો સંભારણા બની જાય છે.
5.

ચાર દિવસના રોકાણનો બધો ખર્ચ મિલિન્દના માતા પિતા પરેશભાઈ અને રંજન પટેલ તથા  ઝીલના માતા પિતા શશીકાંતભાઈ અને મંજુલાબેને એ ઉઠાવ્યો હતો. જે ડબ્લ્યુ મેરિયોટનો રિસોર્ટ દરિયા કિનારે ખુબજ સુંદર વિશાળ જગ્યામાં પથારાયેલો હતો. આ ચાર દિવસના પ્રસંગ દરમિયાન બ્રેકફાસ્ટથી લઈને રાત્રીના ભોજન સુધીની ખુબ જ સુંદર વ્યવસ્થા ઝીલના પિતાએ કરી હતી. દરેક પ્રસંગ દરમિયાન ઓછામાં ઓછી 50 અલગ કોન્ટિનેન્ટલ વાનગીઓ રાખવામાં આવી હતી. આ રિસોર્ટના રસોઈયા પણ ભારતીય હતા, આથી દેશમાં જમતા હોઈએ તેવો જ ભાવ રહેતો.જગ્યા એવી પસંદ કરવી જોઈએ કે જ્યાં પોતાની સાથે આવનાર દરેક મહેમાનો ખુશી ખુશી મજા માણી શકે. આ લગ્ન દરેક મહેમાનને યાદગાર બની રહ્યું.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App