• Home
  • NRG
  • USA
  • Girls from fogana institute performed garba and other folk dance of gujarat

13 વર્ષ બાદ ગરબાની તાલે ઝૂમ્યું ન્યૂજર્સી, દેશી-વિદેશી ગોરીઓએ જમાવ્યો રંગ

પ્રફુલ્લભાઇ પટેલ અને તેમના પત્ની સ્મિતાબહેન (મિકી) પટેલ ન્યૂજર્સીમાં સફળ કોરિયોગ્રાફર છે

રેખા વિનોદ પટેલ (ડેલાવર

રેખા વિનોદ પટેલ (ડેલાવર

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 05:06 PM
Girls from fogana institute performed garba and other folk dance of gujarat

એનઆરજી ડેસ્કઃ ન્યૂજર્સી ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતી સંસ્થા 'ફોગના' દ્વારા યોજાઇ ગયો. આ કાર્યક્રમની આઇપેક 'ઇન્ડિયા પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર'ના સહયોગથી સફળતાપૂર્વક ઉજવણી થઇ હતી. ફોગનાનો આ 38 એન્યુઅલ પ્રોગ્રામ હતો, જેને સફળતાથી પૂર્ણ કરવા બદલ આઇપેક અને વોલેન્ટર્સે ખૂબ જ મહેનત કરી હતી. ન્યૂજર્સી ખાતે આવેલી આઇપેક એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. તેના પ્રેસિડન્ટ પ્રફુલ્લભાઇ પટેલ અને તેમના પત્ની સ્મિતાબહેન (મિકી) પટેલ સફળ કોરિયોગ્રાફર છે. આ પતિ-પત્નીએ ભાગે જહેમત ઉઠાવી 13 વર્ષ બાદ ન્યૂજર્સીમાં કોઇ કલ્ચર પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડ્યો છે. મિકીબહેને અત્યાર સુધી 3500થી વધારે સ્ટુડન્ટ્સને કલ્ચરલ ડાન્સ શીખવ્યા છે.

2005 બાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ બંધ

- 2005માં આ સાંસ્કૃતિક રા-ગરબાનો પ્રોગ્રામ કર્યા બાદ ધીમે-ધીમે ગુજરાતી કલ્ચર પ્રોગ્રામ બંધ થતા ગયા. નવરાત્રિ ગરબા સિવાય ગુજરાતી રાસ-ગરબા અને લોકનૃત્ય જાણે ગુમ થવા લાગ્યા.
- મિકીબહેન લોકનૃત્ય અને ગરબા શીખવા માટે ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેઓએ આ પ્રકારે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાનો વિચાર અમલમાં મુક્યો.
- બે વર્ષના વિચાર-વિમર્શ બાદ ચાર મહિના પહેલાં આ માટે નક્કર પહલાં લેવામાં આવ્યા. જેના પરિણામે ન્યૂજર્સી ફરી એકવાર ગરબા અને સાંસ્કૃતિક ડાન્સ ઉપર થરક્યું. આ કાર્યક્રમમાં ટીવી એશિયાનો પણ સહયોગ મળ્યો હતો.

60 જેટલાં વોલેન્ટિયર્સે કરી મદદ

- આ પ્રકારના પ્રોગ્રામને સફળતાથી પાર પાડવા માટે ભારે ખર્ચ થતો હોય છે. શરૂઆતમાં પટેલ દંપતિએ બધો ખર્ચો પોતાના ખભે ઉપાડી કાર્યક્રમના શ્રીગણેશ કર્યા.
- ધીરેધીરે કેટલાંક દાતાઓ આગળ આવ્યા અને લગભગ તમામ ખર્ચો ઉપાડી લીધો. આ સાથે 60 જેટલાં વોલેન્ટિયર્સે પણ સતત મદદ કરી હતી.
- આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી 19 ગ્રુપ્સ આવ્યા હતા. જેમાં 300 પાર્ટિસિપેન્ટ્સ, કોરિયોગ્રાફર, વોલેન્ટિયર્સ અને તેઓની સાથે ભાગ લેનારા બધા મળીને 400 જેટલાં માણસોને અમેરિકાની વેસ્ટિન જેવી હોટલમાં એક દિવસ રહેવાની ગોઠવણથી લઇને જમવા અને પ્રોગ્રામમાં આવવા-જમવાની વ્યવસ્થા તમામ ખર્ચ આઇપેક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
- વળી, ન્યૂજર્સીની બોમ્બે એક્સપ્રેસ નામની રેસ્ટોરાંએ ઓછાં ભાવે બે દિવસ સરસ ભોજન મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી.

દેશી ગોરીઓએ સ્ટેજ પર મચાવી ધૂમ

- દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત મિકીબહેનના કોરિયોગ્રાફ કરેલા ગરબાથી થઇ હતી.
- ત્યારબાદ શિકાગો, ડીટ્રોઇટ, સાર્લોટ, વોશિંગ્ટન, મેરિલેન્ડ વગેરેથી આવેલા ગ્રૂપ્સના ડાન્સ રજૂ થયા હતા. કાર્યક્રમમાં 300 લોકોએ ભાગ લીધો હતો.
- કાર્યક્રમમાં ગરબા અને પ્રાદેશિક નૃત્યમાં પાંચ વર્ષની બાળકીઓથી લઇને 45 વર્ષની બહેનોએ સ્ટેજ ધમધમાવ્યું હતું.
- સતત ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમને નિહાળનારા ગુજરાતીઓ બે ઘડી એ ભૂલી ગયા હતા કે તેઓ અમેરિકામાં છે.
- આવા કલ્ચરલ પ્રોગ્રામને વધામણી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સાથે ગર્વ અને ખુશીની લાગણી દર્શાવતો સંદેશો પાઠવ્યો હતો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની વધુ તસવીરો...

Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
Girls from fogana institute performed garba and other folk dance of gujarat
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App