Home » NRG » USA » couple is being sentenced for human trafficking

રૂપિયાની લાલચે દંપતિએ અજાણી યુવતી સાથે કર્યુ આવું, હકીકત જાણી કોર્ટ પણ ચોંકી

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 06:01 PM

સગીરાના વિઝા મંજૂર થતાં આરોપી પિતા તેને અમેરિકા મુકી આવ્યા હતા.

 • couple is being sentenced for human trafficking
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  નાણાં કમાવવાની લાલચે વર્ષ 2017માં 17 વર્ષીય રીયા અને રૂચા નામની છોકરીઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી પોતાની દીકરી ગણાવી હતી. (ફાઇલ)

  એનઆરજી ડેસ્કઃ અમદાવાદમાં દેવેનબાબુ ફડિયા અને તેમના પત્ની શીતલ ફડિયાએ નાણાં કમાવવાની લાલચે વર્ષ 2017માં 17 વર્ષીય રીયા અને રૂચા નામની છોકરીઓના બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી પોતાની દીકરી ગણાવી હતી. આ દંપતિએ બોગસ દસ્તાવેજોના આધારે બંને સગીરાના વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રીચા નામની યુવતીના વિઝા મંજૂર થતાં આરોપી દેવેન ફડિયા તેને અમેરિકા મુકીને ભારત પરત આવ્યા હતા. જ્યારે રૂચાના વિઝા નામંજૂર થતાં તે અમેરિકા પહોંચી શકી નહતી.

  કબૂતરબાજીના આરોપસર દંપતિ વિરૂદ્ધ થઇ ફરિયાદ


  - આ યુવતીઓ ફડિયા દંપતિની નહીં હોવાનું જાણ થયા બાદ સરદારનગર પોલીસે ફડિયા દંપતિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
  - જેમાં પકડાયેલા દેવેને કાયમી જામીનની અરજી કરી હતી.
  - જ્યારે પોલીસના હાથે નહીં પકડાયેલી શીતલે આગોતરા જામીનની અરજી કરી હતી.

  વકીલે કર્યો બંનેની અરજીનો વિરોધ
  - આ બંનેની જામીન અરજીઓનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી કે, આરોપી સામે ચાઇલ્ડ સ્મગલિંગ કરવાનો ગંભીર આરોપ છે.
  - તેઓએ રૂપિયા કમાવવાની લાલચે રીયા અને રૂચા તેમની દીકરીઓ નહીં હોવા છતાં બનાવટી પ્રમાણપત્રો બનાવી પોતાની દીકરીઓ તરીકે ઓળખ આપી હતી.

 • couple is being sentenced for human trafficking
  કોર્ટમાં વકીલે કહ્યું, આ દંપતિ સામે ચાઇલ્ડ સ્મગલિંગનો ગંભીર આરોપ છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ