ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» 50-yr-old US church building begins new spiritual life as Swaminarayan Temple

  અમેરિકામાં 50 વર્ષ જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર, આટલો થયો ખર્ચ

  divyabhaskar.com | Last Modified - Dec 27, 2017, 10:56 AM IST

  અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષ જુના એક ચર્ચને નવી ઓળખ મળી છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદઃ અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષ જુના એક ચર્ચને નવી ઓળખ મળી છે. જી હાં, ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવી

   નાંખવામાં આવ્યું છે. આ કિસ્સો અમેરિકાના ડેલાવરેનો છે. નવેમ્બરમાં તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અમદાવાદના સ્વામિનારાયણ સંસ્થાન દ્ધારા

   દુનિયાભરમાં અત્યાર સુધી પાંચ ચર્ચને મંદિરમાં ફેરવી નાંખવામાં આવ્યા છે. જેમાંથી 3 અમેરિકામાં છે. સ્વામિનારાયણ સંસ્થાનની શાખાઓ દુનિયાના અનેક દેશોમાં

   છે, જેના દ્ધારા હિન્દૂ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરવામાં આવે છે.

   ડેલાવરે અગાઉ સ્વામિનારાયણ સંસ્થાન કેલિફોર્નિયા અને કેન્ટુકી સ્થિત ચર્ચને પોતાના તાબામાં લઇને તેને મંદિરની ઓળખ આપી ચૂક્યું છે. સંસ્થા બ્રિટનમાં પણ બે

   ચર્ચોને નવી ઓળખ આપી ચુકી છે. જેમાંથી એક લંડન અને બીજુ બોલ્ટન (મેનસ્ટર)માં છે. એક ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર, સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધી વાસુ

   પટેલે જણાવ્યું કે 2014-15માં હાઇલેન્ડ મેનોનાઇટ ચર્ચને એક્વાયર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 3 વર્ષોમાં તેને નવેસરથી તૈયાર કરી મંદિરનું રૂપ આપવામાં આવ્યું

   હતું. તેમના અનુસાર, જિર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયા બાદ ભારતથી વિશેષ રીતે લાવવામાં આવેલા બે શિખર અને એક ગુંબજને તેમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. વાસુ

   પટેલે જણાવ્યું કે ત્રણ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ચર્ચને મંદિરમાં ફેરવવામાં અંદાજે 1.45 મિલિયન ડોલર (લગભગ 9.28 કરોડ રૂપિયા) નો ખર્ચ થયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 50-yr-old US church building begins new spiritual life as Swaminarayan Temple
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top