Home » NRG » USA » મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier

આ ક્લબમાં પુરૂષો સ્ત્રીઓ માટે ઉતારે છે કપડાં, મહિલાઓ મોજથી લે છે એન્ટ્રી!

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 09:24 PM

ચિપેનડેલ્સ ક્લબની કન્ટ્રોવર્સી પર હોલિવૂડ ફિલ્મ પણ બનશે, જેમાં ગુજરાતી દેવ પટેલ મુખ્ય ભૂમિકામાં છે.

 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્ટીવને સ્ટેજ પર પુરૂષોને નાચતા જોવા ઇચ્છતા હતા

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ 80ના દાયકામાં કેલિફોર્નિયામાં બે પુરૂષો ડાન્સ ફ્લોર પર પુરૂષોને ઉભા કરવાના આઇડિયા વિશે લાંબી ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. આ ક્લબના ઓનર મૂળ મુંબઇના સ્ટીવ (સોમેન) બેનર્જી, મુંબઇ જેવા સપનાની નગરી ગણાતા શહેરમાંથી એકાદ દાયકા પહેલાં યુએસ આવ્યા હતા. અમેરિકામાં શરૂઆતમાં ગેસ સ્ટેશનનો ધંધો કર્યો અને તેમાં ખોટ ખાધા બાદ હવે નાઇટક્લબમાં નસીબ અજમાવતા હતા. સ્ટીવ બેનર્જી ખુલ્લી આંખે સપના જોનારો વ્યક્તિ, લોકોને ગાંડાતૂર લાગતા આઇડિયા પાછળ પણ આંખ મીચીને પૈસા ખર્ચ કરનાર માણસ. તેણે તેના નાઇટક્લબમાં કેટલીક અર્ધનગ્ન યુવતીઓને બોલની આસપાસ ડાન્સ કરતી કરી દીધી અને હોલ મ્યુઝિક શરૂ કીધું.

  ક્લબમાં પુરૂષોને નચાવા ઇચ્છતા હતા સ્ટીવ


  - સ્ટીવને તેના ક્લબમાં અન્ય ક્લબની માફક સ્ત્રીઓ બોલની આસપાસ નાચતી જોવી નહતી.
  - હકીકતમાં તેઓ સ્ટેજ પર પુરૂષોને નાચતા જોવા ઇચ્છતા હતા. કસાયેલા શરીર પર તેલ લગાવેલું હોય, કપડાંને એક પછી પછી ઉતારતા જતા હોય અને આ જોઇને રિંગની બહાર ઉભેલી સ્ત્રીઓ એક્સાઇટમેન્ટમાં બૂમો પાડતી હોય.
  - આ ક્લબનો કોરિયોગ્રાફર નિક દે નોઇઆએ કહ્યું કે, તે કદાચ આ કરી શકે છે.
  - જ્યારે સ્ટીવ અને નિકે બિઝનેસ એગ્રીમેન્ટ સાઇન કર્યા હતા ત્યારે એવું નક્કી થયું કે, સ્ટીવ સ્ટ્રીપ મેન્સને પગાર આપશે જ્યારે નિક આ પુરૂષોને સેક્સી ડાન્સ કરતાં કરતાં કેવી રીતે કપડાં ઉતારવા એ શીખવશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, બેંકમાં છલકાયા રૂપિયા...

 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મૂળ મુંબઇના સ્ટીવ (સોમેન) બેનર્જી

  ટૂંક સમયમાં જ બેંકમાં છલકાયા રૂપિયા 


  - સ્ટીવના ક્લબ ચિપેનડેલ્સ અને ચિપેનડેલ્સ ટ્રૂપ ગણતરીના દિવસોમાં જ ફેમસ થઇ ગયું. 80ના દાયકામાં કોઇ ક્લબમાં પુરૂષો કપડાં ઉતારીને નગ્ન થઇ જતાં હોય અને ડાન્સ કરતા તે વિચાર જ નવલકથા જેવો હતો. 
  - સ્ટીવના આ જ આઇડિયાના કારણે તેઓ અમેરિકાના એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણી બનાવી દીધા. 
  - 1980માં અનિર્વાન ચેટર્જી, જેઓ કેલિફોર્નિયાના રાઇટર-એક્ટિવિસ્ટ હતા. તેઓએ પોતાના બ્લોગમાં લખ્યું કે, 80ના દાયકામાં ચિપેન્ડેલ્સ દરેક ઘરમાં જાણીતું નામ બની ગયું. તેઓના કેલેન્ડરની લાખો, કરોડો કોપી ધડાધડ વેચાઇ જતી હતી. એટલું જ નહીં, આ ક્લબની અઠવાડિયામાં 16 લાખ રૂપિયા આવત થતી હતી. સ્ટીવ વાર્ષિક 5.19 કરોડ રૂપિયા કમાતો હતો. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, એફબીઆઇએ કેમ કરી કેસની તૈયારીઓ... 

 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  80ના દાયકામાં કોઇ ક્લબમાં પુરૂષો કપડાં ઉતારીને નગ્ન થઇ જતાં હોય અને ડાન્સ કરતા તે વિચાર જ નવલકથા જેવો હતો.

  1987માં એફબીઆઇએ બેનર્જી સામે કેસ કરવાની કરી તૈયારીઓ 


  - 1987માં એક વર્ષ બાદ તેઓએ પોતાના બિઝનેસને સમેટવાની તૈયારી કરતાં હતા. કારણ કે, એફબીઆઇ સ્ટીવ વિરૂદ્ધ કેસ તૈયાર કરવા માટે પુરાવાઓ કરતી હતી. 
  - 1986માં સ્ટીવ પર તેના ક્રિએટિવ પાર્ટનર નિક દે નોઇઆનું ખૂન કરવાના આરોપ હતા. ચિપેનડેલ્સ મર્ડર પર યુએસએ નેટવર્ક પર ચિપેનડેલ્સ કોન્સેપ્ટના નામે સીરિઝ પણ તૈયાર કરી હતી. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, ગુજરાતી દેવ પટેલ કરશે ફિલ્મમાં કામ... 

 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  'સ્લમડોગ મિલિયોનર' ફેમ ગુજરાતી એક્ટર દેવ પટેલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

  દેવ પટેલ અને બેન સ્ટીલર કામ કરશે બાયોપિકમાં 


  - મૂવ ઓવર, મેજિક માઇક - 1980ના દાયકાના મેલ સ્ટ્રીપિંગ સેન્સેશન ચિપેનડેલ્સ પર હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. 
  - 'સ્લમડોગ મિલિયોનર' ફેમ ગુજરાતી એક્ટર દેવ પટેલ અને બેન સ્ટીલર હાલ બોલ્ડ ફિલ્મ સાથે આ અંગે વાત કરી રહ્યા છે. આ ફિલ્મના રાઇટર અને સ્ક્રિનરાઇટર આઇઝેક એડમસન છે. 

 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ચિપેનડેલ્સ મર્ડર પર યુએસએ નેટવર્ક પર ચિપેનડેલ્સ કોન્સેપ્ટના નામે સીરિઝ પણ તૈયાર કરી હતી.
 • મૂળ મુંબઇના સોમેન બેનર્જીએ બનાવ્યું પ્રથમ મેલ સ્ટ્રીપ ક્લબ | Somen Banerjee, a Bombay boy who had landed in the US a decade earlier
  ચિપેનડેલ્સ સેન્સેશનના મોડલ્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ