Home » NRG » USA » Chalo India is a celebration of the spirit of India

ચાલો ઇન્ડિયાઃ ત્રણ દિવસની ઇવેન્ટમાં ન્યૂજર્સીમાં છવાયા ભારતીયતાના રંગો

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 07:44 PM

અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત 45 હજારથી વધુ ભારતીયો આ ઉજવણીમાં સામેલ થયા

  • Chalo India is a celebration of the spirit of India
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ટૂરિઝમ ઉપરાંત આર્ટ અને કલ્ચર, સંગીત, આધ્યત્મિકતા સાથે ફૂડનો સમન્વય

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં યોજાયેલા 'ચાલો ગુજરાત, ચાલો ઇન્ડિયા' ઇવેન્ટનું 2જી સપ્ટેમ્બરના રોજ સમાપન થયું. ત્રણ દિવસની આ ઇવેન્ટમાં સ્ક્રિન પ્લેરાઇટર અભિજાત જોષી અને સૌમ્ય જોષીએ તેમની પ્રગતિના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત તેમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' મલ્ટીમીડિયા શો રજૂ થયો હતો. આ શોમાં ભારતીય સંસ્કૃતિના અનેક રંગો રજૂ કરવામાં આવ્યા હતા.

    - આ ઇવેન્ટમાં મહાત્મા ગાંધીની 2019માં આવી રહેલા 150મી જન્મ જયંતિને ધ્યાનમાં રાખી ફેસ્ટિવલમાં ગાંધીજીના જીવનને આવરી લેતું વિશેષ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.
    - ફેસ્ટિવલમાં યૂથ સેન્સેશન પ્લેબેક સિંગર પેપોન, પ્રસિદ્ધ કોમેડિયન પદ્મશ્રી સુરેન્દ્ર શર્મા, કવિ અને નેતા કુમાર વિશ્વાસ, અભિનેતા મનોજ જોષી, અનુ કપૂર વગેરેએ પોતાની કૃતિઓ દ્વારા ભારતીયોને ડોલાવ્યા હતા.
    - આ ઉપરાંત ટ્રાવેલ અને ટૂરઝિમ સાથે ઉદ્યોગ સાહસિકતાના પ્રોત્સાહક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
    - કાર્યક્રમના અંતિમ દિવસે હાજર રહેલા લોકોએ મલ્ટીમીડિયા ડિસ્પ્લેમાં 1857થી શરૂ કરી સુભાષચંદ્ર બોઝના જીવન-ક્રાંતિકારી ઘટનાઓ સાથે ભારતના અનેક સપૂતોની માહિતી મેળવી હતી.
    - ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ટૂરિઝમ ઉપરાંત આર્ટ અને કલ્ચર, સંગીત, આધ્યત્મિકતા સાથે ફૂડનો સમન્વય કરવામાં આવ્યો હતો.
    - અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત 45 હજારથી વધુ ભારતીયો આ ઉજવણીમાં સામેલ થયા હતા.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇવેન્ટની વધુ તસવીરો...

  • Chalo India is a celebration of the spirit of India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇવેન્ટની બહાર દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો.
  • Chalo India is a celebration of the spirit of India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હાજર રહેલા લોકોએ મલ્ટીમીડિયા ડિસ્પ્લેમાં 1857થી શરૂ કરી સુભાષચંદ્ર બોઝના જીવન-ક્રાંતિકારી ઘટનાઓ સાથે ભારતના અનેક સપૂતોની માહિતી મેળવી હતી.
  • Chalo India is a celebration of the spirit of India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુ કપૂરે સુહાના સફર રજૂ કરી હાજર રહેલા ભારતીયોને ડોલાવ્યા
  • Chalo India is a celebration of the spirit of India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    'એક ભારત, શ્રેષ્ઠ ભારત' શોમાં ભારતીય સંસ્કૃતિના અનેક રંગો રજૂ કરવામાં આવ્યા હતા.
  • Chalo India is a celebration of the spirit of India
    ઇવેન્ટનું 2જી સપ્ટેમ્બરના રોજ સમાપન થયું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ