Home » NRG » USA » કેનેડામાં અભ્યાસ અર્થે આવતા સ્ટુડન્ટ્સને ફાયદો | indian students to get visa in shorter duration in Canada

માત્ર 45 દિવસમાં જ મળી જશે કેનેડાના સ્ટુડન્ટ વિઝા, આટલા ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

Divyabhaskar.com | Updated - Jun 25, 2018, 06:58 PM

નવા SDS પ્રોગ્રામને લાયક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે

 • કેનેડામાં અભ્યાસ અર્થે આવતા સ્ટુડન્ટ્સને ફાયદો | indian students to get visa in shorter duration in Canada
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પH1-B વિઝાની પ્રોસેસ અને ઇમિગ્રેશન કાયદાઓને કડક બનાવી દીધા છે. જેના કારણે ગુજરાત સહિત ભારતના સ્ટુડન્ટ્સ કેનેડામાં અભ્યાસ અને વર્ક વિઝા તરફ વળ્યા છે. જો તમે કેનેડાની જાણીતી કોલેજમાં અભ્યાસ કરવા ઇચ્છતા હોવ તો તમારાં માટે સારાં સમાચાર છે. કેનેડાએ ભારત સહિત અન્ય ત્રણ દેશોના સ્ટુડન્ટ્સ માટે ઝડપી અને સરળ વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ શરૂ કરી છે. આ નવા પ્રોગ્રામ હેઠળ, જે તે વિદ્યાર્થીને માત્ર 45 દિવસની અંદર જ સ્ટડી પરમિટ મળી જશે. અગાઉની વિઝા પ્રોસેસ સિસ્ટમ હેઠળ જો તમે અપ્લાય કર્યુ હોય તો તેમાં પણ અમુક કેસોને બાદ કરતાં 60 દિવસમાં જ પરમિટ મળી જશે.

  કેનેડામાં અભ્યાસ અર્થે આવતા સ્ટુડન્ટ્સને ફાયદો

  - ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ ગત 8 જૂનના રોજ કરેલી જાહેરાત અનુસાર, ધ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામ હેઠળ ચીન, ભારત, વિયેતનામ અને ફિલિપાઇન્સના સ્ટુડન્ટ્સ સ્ટડી પરમિટ માટે અપ્લાય કરી શકે છે.

  - આઇઆરસીસી અનુસાર, એવા વિદ્યાર્થીઓ જેઓની પાસે ફાઇનાન્શિયલ રિસોર્સ અને લેંગ્વેજ સ્કિલ્સ છે તેઓના માટે આ ઝડપી પ્રોસેસિંગ સિસ્ટમ લાભદાયક બનશે.

  - 8 જૂન બાદ, ભારતીય સ્ટુડન્ટ માટેના સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ (SPP)ને બદલે એસડીએસ પ્રોગ્રામ લાગુ થશે. નવા એસડીએસ પ્રોગ્રામ હેઠળ ભારત, ચીન, ફિલિપાઇન્સ અને વિયેતનામના વિદ્યાર્થીઓને વધુ ફેસિલિટી મળશે.

  દુબઇમાં વિઝા વગર જ 4 દિવસ કરી શકશો પ્રવાસ, જાણી લો આટલું

  આ ડોક્યુમેન્ટ્સ પ્રૂફ છે જરૂરી

  - વિદ્યાર્થીને પોસ્ટ સેકડન્ડરી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાં (post-secondary designated learning institute (DLI)) સ્વીકારવામાં આવ્યા હોય.
  - ટ્યૂશનના પહેલાં વર્ષ માટે ફીની ચૂકવણી કરવાની રહેશે.
  - વિદ્યાર્થી પાસે IRCCએ અપ્રૂવ કરેલી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન તરફથી 6 લાખ 80 હજાર રૂપિયાનું ગેરેન્ટી ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) હોવું જરૂરી છે.
  - વિદ્યાર્થીનું મેડિકલ એક્ઝામિનેશન કમ્પલિટ હોવું જોઇએ.
  - વિદ્યાર્થી પાસે IELTS લેવલ હેઠળ અંગ્રેજી ભાષાની જાણકારી 6.0 હોવી જોઇએ. જેમાં istening, reading, writing અને speaking કેટેગરીનો સમાવેશ થાય છે.

  SDS માટે અપ્લાય કરતી વખતે રાખો ત્રણ બાબતોનું ખાસ ધ્યાન

  - વધારાની આ જરૂરિયાતો હોવી જરૂરી - આઇઆરસીસીની ઓફિશિયલ રિલીઝ અનુસાર, એસડીએસ માટે ક્વોલિફાઇ થવા માટે ભાષાકીય લેવલને સામાન્ય સ્ટડી પરમિટ કરતાં વધારે કડક બનાવી દેવામાં આવ્યું છે.

  - જો તમે ભારત, ચીન, ફિલિપાઇન્સ અને વિયેતનામના નાગરિક હોવ તો આ નવા પ્રોગ્રામ હેઠળ અપ્લાય કરી શકો છો. જો તમે આ દેશોમાં રહેતા નથી છતાં ત્યાંનું નાગરિકત્વ ધરાવો છો તો તમારે રેગ્યુલર સ્ટડી પરમિટ એપ્લિકેશન પ્રોસેસ માટે અપ્લાય કરવું પડશે.

  - જો તમે તમારાં એડ્રેસ, ટેલિફોન નંબર કે અન્ય કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં કોઇ ફેરફાર કર્યા હશે તો તેની તાત્કાલિક જાણ IRCCને કરવાની રહેશે.

  નવા પ્રોગ્રામના 5 ફેક્ટ્સ

  1) નવા SDS પ્રોગ્રામને લાયક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ કેનેડિયન પોસ્ટ-સેકેન્ડરી (કોલેજ) ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા ઇચ્છે છે.

  2) SDS ઝડપી અને સરળ વિઝા પ્રોસેસિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડામાં સરળતાથી તેઓનું એકેડમી એજ્યુકેશન કમ્પલિટ કરી શકે. ઉપર જણાવેલા 4 દેશોના વિદ્યાર્થીઓ સિંગલ પ્રોગ્રામ માટે અપ્લાય કરી શકે છે.

  3) SDS કેનેડામાં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (DLI) માટે અપ્લાય કરવા ઇચ્છતાં તમામ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે છે. તેમાં પબ્લિક-ફંડ અને પ્રાઇવેટ પોસ્ટ-સેકેન્ડરી ઇન્સ્ટિટ્યૂટ્સનો પણ સમાવેશ થાય છે.

  4) SDS સ્ટડી પરમિટ એપ્લિકેશન માટે વિઝા પ્રોસેસિંગ સમય માત્ર 45 દિવસ કે તેનાથી ઓછો રહેશે. જ્યારે નોન-એસડીએસ એપ્લિકેશન માટે નોર્મલ પ્રોસેસિંગ સમય લાગશે.

  5) જો તમારે સ્ટુડન્ટ વિઝા ઝડપથી મેળવવા હોય તો, SDS પ્રોગ્રામ હેઠળ ઓનલાઇન એપ્લિકેશન આપવાથી વધુ ફાયદો થશે.

  IRCC તમારી એપ્લિકેશન મંજૂર કરે છે તોઃ

  - તમારાં એડ્રેસ ઉપર ઇન્ટ્રોક્શન લેટર આવશે. આ લેટરમાં તમે જ્યારે કેનેડા આવો ત્યારે અહીંના ઇમિગ્રેશન ઓફિશિયલ્સને દર્શાવવાનો રહેશે. આ તમારા માટે સ્ટડી પરમિટ લેટર નથી.

  - આ ઉપરાંત તમારાં એડ્રેસ પર વિઝિટર વિઝા (કામચલાઉ રેસિડન્ટ વિઝા)નો લેટર આવશે, જેથી તમને કેનેડામાં પ્રવેશ મળશે. આ વિઝા તમારાં પાસપોર્ટ પર હશે. લેટર પર જણાવેલી તારીખ એક્સપાયર થાય તે પહેલાં તમારે કેનેડામાં પ્રવેશ મેળવી લેવો જરૂરી છે.

  - તમારાં સ્કૂલ પ્રોગ્રામના અંત સુધી તમારી સ્ટડી પરમિટ માન્ય ગણાશે.

  IRCC તમારી એપ્લિકેશન રદ કરે છે તોઃ

  - કેનેડાથી તમારાં એડ્રેસ પર શા માટે એપ્લિકેશન રદ કરવામાં આવી તેના કારણો સાથેનો લેટર આવશે.

  - લેટર મળ્યા બાદ પણ તમને એપ્લિકેશન રદ થયા અંગે વધુ સવાલો હોય તો તમારે વિઝા ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.

 • કેનેડામાં અભ્યાસ અર્થે આવતા સ્ટુડન્ટ્સને ફાયદો | indian students to get visa in shorter duration in Canada
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  SDS ઝડપી અને સરળ વિઝા પ્રોસેસિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
 • કેનેડામાં અભ્યાસ અર્થે આવતા સ્ટુડન્ટ્સને ફાયદો | indian students to get visa in shorter duration in Canada
  SDS કેનેડામાં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (DLI) માટે અપ્લાય કરવા ઇચ્છતાં તમામ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ