• Home
  • NRG
  • USA
  • Over 20 Indian-origin persons have been sentenced in the U.S.

અમદાવાદથી કોલ કરી USના 18 લાખ લોકો સાથે ઠગાઈ કરનારા 21ને સજા

રેવેન્યુ અધિકારી બની કોલ કરતા હતા, વૃદ્ધો અને ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવી ડોલર પડાવતાં હતાં, 20 વર્ષની કેદ

divyabhaskar.com | Updated - Jul 22, 2018, 04:55 PM
21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની સજા સંભળાવી છે. (ફાઇલ)
21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની સજા સંભળાવી છે. (ફાઇલ)

અમદાવાદથી કોલ કરી USના 18 લાખ લોકો સાથે ઠગાઈ કરનારા 21ને સજા.

એનઆરજી ડેસ્ક: અમદાવાદ-મુંબઈમાં કોલ સેન્ટર દ્વારા હજારો અમેરિકન નાગરિકોને છેતરવાના કૌભાંડમાં અમેરિકન ઓથોરિટીએ શુક્રવારે 21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની સજા સંભળાવી છે. આ કોલ સેન્ટરો મારફત આરોપીઓએ મુખ્યત્વે વૃદ્ધો અને અમેરિકામાં નવા આવેલા ઈમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરી ધરપકડ, દેશનીકાલ, જેલ અને દંડની ધમકી આપીને તેમની પાસેથી કરોડો ડોલર પડાવ્યા હતા. એક અહેવાલ મુજબ આરોપીઓએ અંદાજે 18 લાખ અમેરિકન નાગરિકો પાસેથી રોજના 1 કરોડ રૂપિયા લેખે અંદાજે 1500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અનેક આરોપીઓને સજા પૂરી થયા બાદ ભારત મોકલી દેવાશે. આ બધા જ આરોપીઓ ભારતીય છે અથવા ભારતીય મૂળના છે અને તેઓ અમદાવાદ અને થાણેના કોલ સેન્ટરો સાથે સંકળાયેલા છે.

અમદાવાદના 5 કોલ સેન્ટરની સંડોવણી

- ટેક્સાસની ફેડરલ કોર્ટે શુક્રવારે પાંચ આરોપીઓને સજા કરી છે. આ સાથે આ સપ્તાહમાં યુએસ ઓથોરિટીએ 21 આરોપીઓને સજા કરી છે. આ સાથે આ કેસમાં કુલ 24 ભારતીયોને સજા કરવામાં આવી છે.
- અમેરિકન ઇતિહાસમાં સંભવત: એક જ કેસમાં ભારતીય અથવા ભારતીય મૂળના લોકોની ધરપકડનો આ સૌપ્રથમ કિસ્સો હશે.
- આરોપીઓને સજા કરતાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ કેસમાં ભારતસ્થિત 32 કાવતરાખોરોનાં પણ નામ સમાવાયાં છે, પરંતુ તેઓ હજી ભારતમાં જ હોવાથી તેમના પર દોષારોપણ કરાયું નથી.
- ઉપરાંત કેસમાં અમદાવાદ સ્થિત પાંચ કોલ સેન્ટરો પણ સંડોવાયેલાં હતાં.

મુખ્ય આરોપીની 2017માં ધરપકડ

- ભારતીય તંત્રે પણ યુએસ અધિકારીઓને સહયોગ આપતાં આ કૌભાંડમાં સામેલ બધાં જ કોલ સેન્ટરો પર દરોડા પાડીને તે બંધ કરાવી દીધાં છે.
- આ કૌભાંડના મુખ્ય કાવતરાખોર સાગર ‘શેગી’ ઠક્કરની મુંબઈ પોલીસે એપ્રિલ 2017માં ધરપકડ કરી હતી.
- તે કથિત રીતે હાર્દિક પટેલના સંપર્કમાં હતો, જે આ કોલ સેન્ટરોના સહ-માલિકોમાંનો એક હતો. તેને યુએસ કોર્ટે 15 વર્ષથી વધુની સજા કરી છે.

કૌભાંડને કેવી રીતે આચર્યુ?

- આ કૌભાંડીઓ વૃદ્ધો અને તાજેતરમાં અમેરિકામાં સ્થાયી થયા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા.
- અમદાવાદ-થાણે સ્થિત કોલ સેન્ટરમાંથી કોલ કરનાર પોતાને યુએસ ટેક્સ વિભાગ અથવા ઈમિગ્રન્ટ્સ વિભાગના અધિકારી ગણાવી તેમને કથિત સરકારી દેવું નહીં ચૂકવવા બદલ ધરપકડ, કેદ, દંડ અથવા દેશનિકાલની ધમકી આપતા હતા.
- આ સજાથી બચવા તાત્કાલિક પ્રી-પેઈડ સ્ટોર્ડ વેલ્યુ કાર્ડ અથવા વાયર મની મારફત વન-ટાઈમ સેટલમેન્ટ ચૂકવવા જણાવતા હતા. મોટા ભાગના લોકો ગભરાઈને નાણાં ચૂકવવા સંમત થઈ જતા હતા.


કોને કોને સજા થઈ?

સની જોશી, મિતેશકુમાર પટેલ, ફહદ અલી, જગદીશકુમાર ચૌધરી, દિલીપ આર. પટેલ, વિરાજ પટેલ, હર્ષ પટેલ, રાજેશ ભટ્ટ અને ભાવેશ પટેલ, જેરી નોરીસ, નિસર્ગ પટેલ, મોન્ટુ બારોટ, પ્રફૂલ પટેલ, દિલીપ એ. પટેલ, નીલેશ પંડ્યા અને રાજેશકુમાર, હાર્દિક પટેલ, રાજુભાઈ પટેલ, અશ્વિનભાઈ ચૌધરી, ભરતકુમાર પટેલ અને નીલમ પરીખ.

X
21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની સજા સંભળાવી છે. (ફાઇલ)21 પ્રવાસી ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની સજા સંભળાવી છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App