• Home
  • NRG
  • USA
  • Calgary Canada celebrates Republic Day for the first time

દેશભક્તિ / કેલગરી કેનેડાએ પહેલીવાર ઉજવ્યો ગણતંત્ર દિવસ

divyabhaskar.com | Updated - Jan 29, 2019, 04:47 PM
Calgary Canada celebrates Republic Day for the first time
X
Calgary Canada celebrates Republic Day for the first time

  • એક લાખથી વધુ ભારતીય અને 15000થી વધુ ગુજરાતીઓની વસ્તી ધરાવતા કેલગરીમાં આ પ્રકારની પહેલી ઉજવણી

એનઆરજી ડેસ્કઃ (ડૉ. ગોરા ત્રિવેદી):  રાજકોટના પ્રો. ડૉ.ગોરા એન. ત્રિવેદીએ અમલ ઇન્ડિયા સોસીયલ કલબની કેલગરી શાખા અંતર્ગત 70માં ગણતંત્ર દિવસનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. કેલગરી અલ્બરટા મેક્લોઈડ ટ્રેલ પર પ્રાઈવેટ ઇન્સ્ટીટયુટ ખાતે ગુજરાતીઓએ ભેગા થઇ ભારતીય મહાપર્વની ઉજવણી કરી. આવનારા સમયમાં અમલ ઇન્ડિયા કેલગરી શાખા સ્વાતંત્ર્ય દિવસ, ભારતીય તહેવારો ઉજવશે અને કેનેડાના સ્થાનિક તહેવારોમાં પણ ભારતીય લોકોનું પ્રતિનિધત્વ કરતા કાર્યક્રમો આપશે તેમ 25 જાન્યુઆરી શુક્રવારે સાંજે યોજાયેલ મીટીંગમાં નક્કી થયું હતું. આ ઉપરાંત ભારતથી કેલગરી આવતા વિધાર્થીઓ અને પી.આર પર આવતા ફેમિલીને શરૂઆતનો સપોર્ટ અને ગાઈડન્સ મળી રહે તે માટે દર 3 મહીને એક મીટીંગ યોજાશે. 

 

કેલગરીમાં 15,000થી વધુ ગુજરાતીઓ

1.અમલ ઇન્ડિયા કેલગરી શાખાની મુખ્ય જવાબદારી ગોરાબેન ત્રિવેદી અને વર્ષોથી ત્યાં સ્થાઈ થયેલ દેવેન્દ્રભાઈ પટેલ સંભાળશે. જયારે ભારતથી નવા આવતા વિધાર્થીઓને જોબ સર્ચ માટે પ્રણય પટેલ અને મનન ત્રિવેદી, એજ્યુકેશન અને સેટલમેન્ટ માટે નિરવ ઘોડાસરા, પ્રતિક ઝોરા અને ઉત્સવ વડારીયા, પી.આર પર આવતા ફેમેલીને સેટ થવા માટે ડેનીશ – નિશા મકવાણા અને મૌલિક – ઉર્વશી રાજ્યગુરુ મદદરૂપ થશે તેમ કમિટી મીટીંગમાં ચર્ચા થઇ. સામાજિક પ્રવૃત્તિ સાથે લોકોને સાંકળવાની જવાબદારી રાજેશભાઈ ભંડેરી નિભાવશે.
2.એન.આર.આઈ લોકો ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાના વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લે અને વિધાર્થીઓને એજ્યુકેશન કીટ કે બીજી આર્થિક મદદ કરી શકે તેવી વ્યવસ્થા કરવી કે સ્થાનિક સંપર્ક બનાવવો તેવી ગોરાબેને લોકોને વિનંતી કરી હતી. સામાન્ય રીતે ભારતીય તહેવારો ઉજાવવા કે મોજ-મજા માટે ભેગા થતા એન.આર.આઈ લોકો ગણતંત્રદિવસ અને સ્વાતંત્ર્યદિવસની ઉજવણી કરે તેવો નવો ચીલો પાડવાનો આ જુથનો નમ્ર પ્રયાસ રહેશે. 
3.એક લાખથી વધુ ભારતીય અને 15000થી વધુ ગુજરાતીઓની વસ્તી ધરાવતા કેલગરીમાં આ પ્રકારની પહેલી ઉજવણી રહી. આ ક્લબ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિની એક સ્પષ્ટ ભાવના છે કે ભારતથી આવતા લોકોને અમને પડી તેટલી અને તેવી તકલીફ ના પડે અને જરૂરી મૂળ મદદ મળી રહે કેલગરી ખાતે શરુ થયેલ આ અભિયાન બીજા દેશોમાં વસતા એન.આર.આઈ સુધી પહોંચાડવાના પ્રયાસો પણ ભવિષ્યમાં કરવામાં આવશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App