Home » NRG » USA » Tobacco Businessmen Charged with Defrauding State of Connecticut of $5.8 Million

યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા બે ભારતીય પર ટેક્સ ચોરીનો આરોપ

Divyabhaskar.com | Updated - Jan 27, 2018, 11:21 AM

યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા બે ભારતીય અમેરિકન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે.

  • Tobacco Businessmen Charged with Defrauding State of Connecticut of $5.8 Million
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કનેકટીકટ : યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા બે ભારતીય અમેરિકન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે.


    ઇન્‍ડિયન અમેરિકન ૩૯ વર્ષીય પાવન વાસવાણી તથા ૪૫ વર્ષીય રિષી મલિક ઉપર વાયર ફ્રોડ દ્વારા માલની હેરાફેરીમાં ઓછો ટેક્ષ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


    કનેકટીકટ ડીસ્‍ટ્રીકટના યુ.એસ. એટર્ની જોહન એચ.દુરહામએ જણાવ્‍યું હતું કે જો તેમના ઉપરના આરોપો પૂરવાર થાય તો સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ વધુમાં વધુ 20 વર્ષની જેલ સજા થઇ શકે છે. વાસવાણી પર 12 એકાઉન્ટસ અને મલિક પર ચાર એકાઉન્ટ્સમાં ગરબડ કરવાનો આરોપ છે. 39 વર્ષના વાસવાણીને 2.50 લાખ ડોલરના બોન્ડ પર જામીન મળ્યા છે. જ્યારે 45 વર્ષીય મલિકની ધરપકડ કરવામાં આવી છે. મલિકનું કાયદેસરનુ રહેઠાણ યુએસમાં છે. જો તેને સજા થઇ તો તેને દેશનિકાલ પણ થઇ શકે છે.

    નોંધઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે થયો છે

  • Tobacco Businessmen Charged with Defrauding State of Connecticut of $5.8 Million
    39 વર્ષના વાસવાણીને 2.50 લાખ ડોલરના બોન્ડ પર જામીન મળ્યા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ