Home » NRG » USA » Samay Godika, a Boston native who now lives in India, is the winner of the fourth annual

બેંગલુરૂના યુવકે જીતી ગ્લોબલ સાયન્સ વીડિયો કોમ્પિટિશન, ઇનામમાં મળશે 3 કરોડ રૂપિયા

Divyabhaskar.com | Updated - Nov 06, 2018, 07:22 PM

સમય ગોડિકાને લાઇફ સાયન્સમાં બોડી ક્લોક પર રિસર્ચ કરવા માટે મળશે એવોર્ડ

  • Samay Godika, a Boston native who now lives in India, is the winner of the fourth annual
    અભ્યાસમાં તેઓની મદદ કરનાર ટીચર અને સ્કૂલમાં પણ વહેંચવામાં આવશે રકમ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના 16 વર્ષના યુવકે અમેરિકાની લોકપ્રિય ગ્લોબલ સાયન્સ વીડિયો કોમ્પિટિશનમાં જીત મેળવી છે. બેંગ્લુરૂની નેશનલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરનાર સમય ગોડિકાને તેઓના લાઇફ સાયન્સ કેટેગરીના એક વીડિયો માટે વિજેતા પસંદ કરવામાં આવ્યો. આ હેઠળ પ્રતિયોગિતા કરનાર સંસ્થા બ્રેકથ્રૂ ચેલેન્જ સમયને 4 લાખ ડોલર (અંદાજિત 2.93 કરોડ) રૂપિયા ઇનામમાં આપશે, જે ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે.

    - બ્રેકથ્રૂ જૂનિયર ચેલેન્જમાં ભાગ લેનાર 13થી 18 વર્ષના સ્ટુડન્ટ્સને રિસર્ચ માટે લાઇફ સાયન્સ, ગણિત અથવા ફિઝિક્સ વિષય સાથે જોડાયેલા જટિલ મુદ્દાઓ ઉપર વીડિયો બનાવવાના હોય છે.
    - સમયે આ વર્ષે કોમ્પિટિશનમાં સર્કેડિયન રિધમ્સ પર વીડિયો આપ્યો હતો, જેમાં તેઓએ બોડી મેકેનિઝ્મના શારિરીક, માનસિક અને વ્યાવહારિક બદલાવોને દર્શાવ્યા હતા.


    અભ્યાસ માટે પ્રેરિત કરનાર ટીચરને પણ મળશે રકમ


    - કોમ્પિટિશન જીત્યા બાદ સમયને પ્રાઇઝ મનીમાંથી 2.5 લાખ ડોલર (અંદાજિત 1.82 કરોડ રૂપિયા) મળશે. આ ઉપરાંત તેના 9 અને 10 ધોરણના સાયન્સ ટીચર પ્રમિલા મેનને પ્રાઇઝમાંથી 50 હજાર ડોલર્સ (અંદાજિત 36 લાખ રૂપિયા) મળશે.
    - મેનને જ સમયને લાઇફ સાયન્સમાં અભ્યાસ માટે પ્રેરિત કર્યો હતો.
    - સ્કૂલને પણ એવોર્ડ હેઠળ આધુનિક લેબ બનાવવા માટે 1 લાખ ડોલર (અંદાજિત 72 લાખ રૂપિયા) આપવામાં આવશે.

    પરિવારના સભ્યની બીમારીના પગલે રિસર્ચ પર ભાર આપ્યો


    - બ્રેકથ્રૂ ચેલેન્જ સંસ્થા અનુસાર, સમયને બોડી ક્લોક પર કરવામાં આવેલા તેના રિસર્ચ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. તેની મદદથી લોકોને દરરોજના અનુભવ જેમકે સ્કૂલ માટે ઉઠવાથી લઇને જેટ લેગ સુધીના પ્રભાવને સમજવામાં સરળતા રહેશે.
    - જો કે, સમયના પરિવારમાં જ એક વ્યક્તિને પાર્કિનસનની બીમારી છે, આ માટે સમયે સર્કેડિયન રિધમ્સ અને દવાઓ પર તેની અસરની વચ્ચે સંબંધ સ્થાપિત કરવા પર ભાર મુક્યો છે.


    એવોર્ડ જીતવો ગર્વની વાત છે


    - સમયે જીતની જાહેરાત પર કહ્યું કે, આ અત્યંત રોમાંચ અને ગર્વવાળી ક્ષણ છે. વિશ્વના ટોપ સાયન્ટિસ્ટ અને ટેક ઇન્ડસ્ટ્રીના લીડર્સની માફક પોતાના કામને ઓળખ મળી તે પ્રસંગ માટે હું તમામનો આભાર માનું છું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ