Divya Bhaskar

Home » NRG » USA » The event will be held at The Regal Banquet Hall in New Jersey in september

બંધન વેડિંગ એક્સપો: USમાં વસતા ગુજરાતીઓના લગ્ન વિષયક ખરીદીનું સરનામું

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 08:34 PM

ઇવેન્ટના પહેલાં દિવસે ગુજરાતી સિંગલ નેટવર્કિંગ એટલે કે, મેટ્રિમોનિયલ ઇવેન્ટનું આયોજન

  • The event will be held at The Regal Banquet Hall in New Jersey in september
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ભારત અને ખાસ કરીને ગુજરાતના લગ્નને લગતા રીતરિવાજો સાથે જોડાયેલા બિઝનેસ અને સર્વિસને પ્રમોટ કરતી એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના ન્યૂજર્સીમાં ધ રીગલ બેન્ક્વેટ હોલ ખાતે યોજાનારી આ ઇવેન્ટને ગ્લોબલ ગુજરાત ફેડરેશનનું પણ સમર્થન છે. આ ઇવેન્ટમાં ફેશન શો, કલ્ચર ડાન્સ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ફન ફેશન જેવા ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    - ઇવેન્ટના પહેલાં દિવસે ગુજરાતી સિંગલ નેટવર્કિંગ એટલે કે, મેટ્રિમોનિયલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં www.bandhanexpo.com પર રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે.
    - આ ઇવેન્ટને જાનકી અને રાજન પટેલ આયોજિત કરી રહ્યા છે. જ્યારે બંધન વેડિંગ એક્સપોના ઓર્ગેનાઇઝર ગોવિંદભાઇ પટેલ, બંધન સેલિબ્રેશન - અમેરિકાને હિતેશભાઇ ઠક્કર, હિતેશ ઇનોવેટિવ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
    - ઓર્ગેનાઇઝર્સના મતે અમેરિકાના ગુજરાતી સમુદાય અને ભારતના લોકોની લગ્ન વિષયક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કોન્સેપ્ટ પસંદ કરવામાં આવ્યો છે.
    - અમેરિકામાં વસતા 18 લાખ ગુજરાતીઓ આજે પણ લગ્ન વિષયક બાબતોમાં ગુજરાત સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
    - આ ઇવેન્ટમાં લગ્ન વિષયક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગ્નસરાના કપડાં, જ્વેલરી, પાર્ટીપ્લોટ્સ, ગીતસંગતી, બ્યુટીક, મહેંદી-ટેટૂ આર્ટિસ્ટ્સ, ફ્લાવર આર્ટિસ્ટ, ડેકોરેટર્સ, કેટરર્સ, ફોટોગ્રાફર, વીડિયોગ્રાફર, બ્રાઇડલવેર, કોમેસ્ટિક્સ, વેડિંગ કાર્ડ્સ, હેન્ડીક્રાફ્ટ્સ વગેરેનું એક્ઝિબિશન કરવામાં આવશે.
    - ગોવિંદભાઇ પટેલ અને હિતેશ ઠક્કર આ એક્ઝિબિશનની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
    - ન્યૂજર્સીમાં વસતા બિઝનેસમેન ગોવિંદભાઇનું આ વિઝન છે કે, અમેરિકા અને ગુજરાતની વિવિધ એજન્સીઓનું સંયોજન આ ઇવેન્ટ દરમિયાન થયા. જેથી અમેરિકા કે ગુજરાતની ધરતી પર યોજાતા લગ્નો યાદગાર બને.

    100થી વધુ એજન્સી લેશે ભાગ


    - આ એક્ઝિબિશનમાં અમેરિકા અને ભારતમાંથી આશરે 100 જેટલી એજન્સી ભાગ લઇ રહી છે. ભારત તરફથી કો-ઓર્ડિનેશન કરી રહેલા હિતેશ ઠક્કર ઇન્ટરનેશનલ લોહાણા સંસ્થાના સ્થાપક છે.
    - હિતેશભાઇ આ પહેલાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એનઆરઆઇના સમારંભનું આયોજન કરી ચૂક્યા છે.
    - ગોવિંદભાઇએ જણાવ્યું કે, અમેરિકામાં વસતા ગુજરાતીઓને લગ્નની ખરીદી કરવા માટે ભારત જવું પડે છે અને રજા લેવી પડે છે. જે દરેક પરિવારને અનુકૂળ નથી આવતું.
    - તેથી જ આ પ્રકારની ઇવેન્ટ દ્વારા અમેરિકામાં વસતા ગુજરાતીઓને એક જ સ્થળે વિવિધ ગુજરાતી વેપારી મિત્રો સાથે સીધો સંવાદ અને વેપાર કરવાની ઉત્તમ તક મળશે અને લગ્નને લગતી દરેક વસ્તુ, તેમાં પણ વેરાઇટી સાથે સિલેક્શન પણ કરવા મળશે અને આ માટે પરિવારે રજાઓ પણ નહીં લેવી પડે.

    ઇવેન્ટની વિશેષતા


    - આ ઇવેન્ટમાં બિઝનેસ મીટ, કલ્ચરલ પ્રોગ્રામ, ગુજરાતી કલાકારોના પર્ફોર્મન્સ અને ટ્રેડ શૉ રજૂ કરવામાં આવશે. ઇવેન્ટમાં રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપશે.

  • The event will be held at The Regal Banquet Hall in New Jersey in september
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The event will be held at The Regal Banquet Hall in New Jersey in september
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending