Home » NRG » USA » બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા | Olya Langille was found in the Fort Lauderdale apartment of Naval Parikh

મોડલ સાથે એક રાત પસાર કરવી ભારે પડી ગુજરાતી ડોક્ટરને, સવારે મળી લાશ

Divyabhaskar.com | Updated - May 08, 2018, 04:06 PM

સવારે 9 વાગ્યે જ્યારે મેં તેને જગાડવાની કોશિશ કરી તો તેણે કોઇ જવાબ આપ્યો નહીં

 • બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા | Olya Langille was found in the Fort Lauderdale apartment of Naval Parikh
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મોડલ ઓલી લૈગિંગ અને ડોક્ટર નવલ પરીખ

  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં એક ગુજરાતી ડોક્ટરને મોડલ સાથે જલસા કરવાનું ભારે પડી ગયું. ફ્લોરિડાના બ્રોવાર્ડ હેલ્થમાં ઇમરજન્સી રૂમ ડોક્ટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય નવલ ગિરિશભાઇ પરીખ અને 18 વર્ષીય મોડલ ઓલી લૈગિંલ એક રાત્રે ડોક્ટરના જ ઘરમાં નાઇટ આઉટ માટે ગયા હતા. અહીં આ બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા. તેના થોડાં જ કલાકોમાં મોડલનું મોત થઇ જતાં હવે ડોક્ટર કાયદાની જાળમાં ફસાઇ ગયા છે.


  શું હતી ઘટના?


  - મોડલ ઓલી લૈંગિલનો મૃતદેહ સવારે ડોક્ટર નવલ પરીખના ફ્લોરિડાના એપાર્ટમેન્ટ ફોર્ટ લૉડર્ડેલમાં મળી આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઓલીના શરીરમાં ઓપિયોઇડ (પેઇન કિલર) અને ઝેનેક્સ (એક જાતનું તીવ્ર ડ્રગ)ની માત્રા વધારે હતી. લૈગિંગનું મોત અકસ્માતે લેવામાં આવેલા ઓવરડોઝના કારણે થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં આવ્યું છે.
  - ડોક્ટર પરીખે પોલીસને જણાવ્યું કે, તે અને લૈગિંગ 25 માર્ચના રોજ બ્લોન્ડિંસ સ્પોર્ટ્સ બારમાં પહેલીવાર મળ્યા હતા. એ જ રાત્રે તેઓ નવલ પરીખના એપાર્ટમેન્ટમાં આવ્યા હતા.
  - એનબીસી માયામીના રિપોર્ટ અનુસાર, નવલ પરીખ અને લૈગિંગે એપાર્ટમેન્ટમાં જતાં પહેલાં ડ્રિંક કર્યુ હતું. એપાર્ટમેન્ટમાં આવીને તેઓએ કોકેઇન લીધું, મારિજુઆના સ્મોક કર્યુ અને એપાર્ટમેન્ટ પર પહોંચીને સહમતિથી સેક્સ કર્યુ.
  - પરીખે જણાવ્યું કે, સેક્સ બાદ અમે બંને થોડીવાર બેડ પર સૂઇ ગયા. ત્યારબાદ લિવિંગ રૂમના સોફા પર આવીને સૂતા હતા. રાત્રે ત્રણ વાગ્યા સુધી લૈગિંગ પડખા ફરતી હતી અને શાંતિથી સૂઇ રહી હતી. પરંતુ સવારે 9 વાગ્યે જ્યારે મેં તેને જગાડવાની કોશિશ કરી તો તેણે કોઇ જવાબ આપ્યો નહીં. ગભરાઇને મેં 911ને ફોન કર્યો.

  રૂમમાંથી મળી કોકેઇનની બેગ


  - ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ડોક્ટરના ઘરમાંથી અમુક ઝિપ-લોક બેગ્સ મળી આવી હતી. જેમાં કોકેઇન ભરેલું હતું. આ સિવાય બેડરૂમના નાઇટસ્ટેન્ડમાંથી ડ્રગ પાઇપ પણ મળી આવી છે.
  - પોલીસને લૈગિંગનું મોત અકસ્માતે જ લેવામાં આવેલા ઓવરડોઝના કારણે થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. જો કે, લૈગિંગના પરિવારે આ રિપોર્ટને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
  - લૈંગિગની એક મિત્ર લેસ્લી મેક્સને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, લૈગિંગનું મોત ડોક્ટરના ઘરમાં થયું છે. જ્યારે ડોક્ટર તેને એપાર્ટમેન્ટમાં લઇ જઇ રહ્યો હતો, ત્યારે તેની ફરજમાં આવતું હતું કે, તે લૈગિંગની તબિયત ઠીક છે કે નહીં તેની દરકાર કરે.

  બીજાં દિવસથી ફરજ પર હાજર થયો ડોક્ટર


  - ડો. નવલ પરીખ 26 માર્ચથી જ પોતાની ફરજ પર હાજર થઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલ ઓથોરિટીએ તેઓને અમુક પેશન્ટ્સને જ તપાસવાની મંજૂરી આપી છે. કારણ કે, મીડિયામાં લૈગિંગના મોતના સમાચાર બાદ ડોક્ટરની છબી ખરડાઇ છે.
  - હોસ્પિટલ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ આ ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે. તેથી અમે ડોક્ટર નવલ પરીખના પેશન્ટ્સ માટે અલ્ટરનેટિવ સુવિધાઓની વ્યવસ્થા કરી છે. જેથી આ કેસની અસર તેઓના પેશન્ટ પર ના પડે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

 • બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા | Olya Langille was found in the Fort Lauderdale apartment of Naval Parikh
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસને લૈગિંગનું મોત અકસ્માતે જ લેવામાં આવેલા ઓવરડોઝના કારણે થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.
 • બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા | Olya Langille was found in the Fort Lauderdale apartment of Naval Parikh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોક્ટર પરીખે પોલીસને જણાવ્યું કે, તે અને લૈગિંગ 25 માર્ચના રોજ બ્લોન્ડિંસ સ્પોર્ટ્સ બારમાં પહેલીવાર મળ્યા હતા.
 • બંનેએ કોકેઇન લીધું અને શારિરીક સંબંધો બાંધ્યા | Olya Langille was found in the Fort Lauderdale apartment of Naval Parikh
  ડો. નવલ પરીખ 26 માર્ચથી જ પોતાની ફરજ પર હાજર થઇ ગયા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ