ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» NRI સેવા કરવા ભારત આવશે | Amrut Patel started his first hotel in 1978

  કરોડોનો કારોબાર છોડી આ પટેલ NRI સેવા કરવા ભારત આવશે

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 07:05 PM IST

  બારડોલી-નવસારીની સ્કૂલોમાં ગરીબ બાળકોને શૈક્ષણિક-માળખાકીય સવલતો મળે તે માટે સેવા કરવા માંગે છે
  • કરોડોનો કારોબાર છોડી આ પટેલ NRI સેવા કરવા ભારત આવશે
   કરોડોનો કારોબાર છોડી આ પટેલ NRI સેવા કરવા ભારત આવશે

   એનઆરજી ડેસ્કઃ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણે વસતો હોય તો પણ તે પોતાનો વતન પ્રેમ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ નાતો જાળવી રાખે છે. અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો ગુજરાતી પોતાની માતૃભૂમિ કે વતનના વિકાસ માટે લાખો -કરોડો રૂપિયાનું આર્થિક અનુદાન આપીને પોતાની વતન પ્રીતિ રજૂ કરતો રહે છે. અમેરિકાના કેલિફોર્નિયાના બેકર્સ ફિલ્ડમાં રહેતા સાત મોટેલ ધરાવતા ધનિક બિઝનેસમેન અમૃતભાઈ પટેલ પણ અાવા જ એક એનઆરઆઈ છે કે જેઓ તેમની માતા જેલીબહેનની ઈચ્છા પૂરી કરવા માટે છેલ્લા 40 વર્ષથી જમાવેલ સાત મોટેલનો ધીકતો વ્યવસાય છોડીને વતન બારડોલીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કાયમી સ્થાયી થવા માટે આવી રહ્યા છે.

   20 વર્ષની વયે 1978ની સાલમાં પોતાની એક હોટેલ શરૂ કરી

   માતાની ઈચ્છા મુજબ વતન બારડોલી-નવસારીની સરકારી સ્કૂલોમાં શૈક્ષણિક-માળખાકીય સવલતો આપીને, ગરીબ બાળકોનું સશક્તિકરણ કરીને સમાજ સેવા કરવા માંગે છે. દક્ષિણ ગુજરાતના બારડોલીના એક ગામમાં 1958માં જન્મેલા અમૃતભાઈ પટેલે પિતા અમૃતભાઈ અને માતા જેલીબહેન સાથે ખૂબ જ નાની ઉંમરમાં મામા ઠાકોરભાઈના આમંત્રણથી સાનફ્રાન્સિસ્કો,કેલિફોર્નિયામાં આવી ગયા હતા. જ્યાં એક તરફ પિતાએ હોટલનો વ્યવસાય સંભાળ્યો હતો અને બીજી તરફ અમૃતભાઈએ અહીં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી કોમર્સમાં સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન તેમણે 20 વર્ષની વયે 1978ની સાલમાં પોતાની એક હોટેલ શરૂ કરી, તે પછીથી લગભગ ચાર દાયકા દરમિયાન વિવિધ સાત જેટલી મોટેલ સહિતના વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેના ફળ સ્વરૂપ આજે એ સ્થિતિ છે કે તેમના વ્યવસાયનું વાર્ષિક ટર્ન ઓવર આશરે 10 મિલિયન ડોલરનું થઈ ગયું છે.

   સ્માર્ટ બોર્ડ, આરઓ વોટર પ્લાન્ટ સહિરની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માગીએ છીઅે


   મારી માતા જેલીબહેન મને બાળપણથી કહેતા કે આપણે અમેરિકામાં કમાવવા માટે આવ્યા છીએ. કમાઈને આપણે આપણા વતનમાં પાછા ફરવાનું છે,થોડાક મહિનાઓ પહેલા મારી માતાએ મને કહ્યું કે તારે, મારે અને મીના(મારી પત્ની)એ વતનમાં જઈને ગરીબ લોકોની સેવા કરવાની છેે. તેમની ઈચ્છાને માન આપીને હવે ઓક્ટોબર-નવેમ્બરમાં અમે વતનમાં પરત ફરી રહ્યા છીએ. આ માટે અમે બારડોલીમાં બંગલો પણ તૈયાર કરાવડાવ્યો છે. રોટરી ક્લબના સહયોગથી નવસારી-બારડોલીની 15થી વધુ સરકારી સ્કૂલોમાં આરઓ વોટર પ્લાન્ટ, સ્માર્ટ બોર્ડ, અાધુનિક સવલતો સાથેના પ્લે ગ્રાઉન્ડ તેમજ ગરીબ બાળકોના શિક્ષણ માટે આર્થિક અનુદાન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માંગીએ છીએ - અમૃત પટેલ, એનઆરઆઈ બિઝનેસમેન

   પુત્ર અને પુત્રવધૂને વતન ફરવાનો આદેશ આપ્યો છે
   હું જૈન ધર્મના પાયાનાં સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવુ છું , માનવ સેવા જ પરમ ધર્મ છે. આ બાબતને કેન્દ્રમાં રાખીને મારા પુત્ર અમૃતભાઈ અને પુત્રવધૂ મીનાને વતન પરત ફરવાનો આદેશ આપ્યો છે. હવે આ વ્યવસાય મારા પૌત્ર જયદેવ અને તેની પત્ની દિવિશાને સોંપી દેશે. હવે જીવનના અંતિમ શ્વાસ સુધી અમારે આર્થિક અનુદાન થકી સમાજ સેવા જ કરવી છે.- જેલીબહેન પટેલ, અમૃત પટેલના માતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NRI સેવા કરવા ભારત આવશે | Amrut Patel started his first hotel in 1978
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `