Divya Bhaskar

Home » NRG » USA » ahmedabads woman bhavana patel seeking asylum in US separated from disabled son

અમેરિકામાં ફસાઈ અમદાવાદી મહિલા, દિવ્યાંગ પુત્રથી કરાઈ અલગ

Divyabhaskar.com | Updated - Jun 30, 2018, 04:56 PM

વકીલે કહ્યું કે ભાવના પટેલ જો ભારત પરત ફરશે તો હત્યા થવાની સંભાવના છે

  • ahmedabads woman bhavana patel seeking asylum in US separated from disabled son
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વકીલ અલિંકા રોબિન્સને કહ્યું કે ભાવના રાજકીય હેરાનગતિથી કંટાળી ભારતના અમદાવાદથી પોતાના પાંચ વર્ષના બાળક સાથે પહેલા ગ્રીસ ગઇ હતી (પ્રતિકાત્મક તસવીર)

    અમદાવાદઃ મેક્સિકોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ આશરો માંગી રહેલી એક ગુજરાતી મહિલાને તેના પાંચ વર્ષના દિવ્યાંગ પુત્રથી અલગ કરી દેવામાં આવી છે. ભાવના પટેલ નામની આ મહિલા રાજકીય હેરાનગતિને કારણે અમેરિકા ભાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકારની વિવાદીત 'ઝીરો ટોલરન્સ પોલીસી'ને પગલે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનારા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેને પગલે 2300 બાળકો પોતાના પેરેન્ટ્સથી વિખૂટા પડી ગયા છે.

    (અ'વાદઃ ગેંગરેપમાં યામિની, ગૌરવ અને પીડિતાનો પ્રણય ત્રિકોણ કારણભૂત?)

    ટ્રમ્પ સરકારના આ નિર્ણયનો જોરદાર વિરોધ થતા ટ્રમ્પે કામ ચલાઉ આદેશ આપી બાળકોને પોતાના માતા-પિતાથી અલગ કરવા પર રોક લગાવી છે. પરંતુ ભાવના પટેલની ક્યારે ધરપકડ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

    આગળ જાણો ભાવના પટેલ પર થયેલી કોર્ટ કાર્યવાહી, તેના અમદાવાદથી ભાગવાને લઈ અમેરિકા સુધી પહોંચવાની વિગતો

  • ahmedabads woman bhavana patel seeking asylum in US separated from disabled son
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાવનાને ભારતથી ભગાડવામાં તેના ભાઇએ જ મદદ કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)

    કોર્ટે જામીન માટે નક્કી કર્યા 30 હજાર ડોલર 


    વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, એરિઝોનાની કોર્ટે ભાવના પટેલને બાળકને મળવા માટે 30,000 ડોલરની જામીન રકમ નક્કી કરી છે. આમ છતાં તે પુત્રને મળી શકશે કે નહીં, તે અંગે સ્પષ્ટ થયું નથી. 

     

    રાજકીય હેરાનગતિથી કંટાળી પહેલા અમદાવાદથી ગ્રીસ ગઈ હતી

     

    કોર્ટ કાર્યવાહી દરમિયાન મહિલા અને તેના વકીલ અલિંકા રોબિન્સને કહ્યું કે ભાવના રાજકીય હેરાનગતિથી કંટાળી ભારતના અમદાવાદથી પોતાના પાંચ વર્ષના બાળક સાથે ગ્રીસ ગઇ હતી. જ્યાંથી તે મેક્સિકો અને ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. 

  • ahmedabads woman bhavana patel seeking asylum in US separated from disabled son
    વકીલે કહ્યું કે ભાવનાને જો ભારત પરત મોકલવામાં આવશે તો તેની હત્યા થવાનો ભય છે

    ભાવનાના વાળ થઈ રહ્યા છે સફેદ તો પગ ધ્રુજે છે, પુત્રનું સ્વાસ્થ્ય પણ છે ખરાબ

     

    હાલ ભાવનાના વાળ સફેદ થઇ ગયા છે, અને તેના હાથપગ પણ ધ્રૂજે છે. માત્ર એટલું જ નહીં, તેના પુત્રની તબિયત પણ સારી નથી. જેથી વહેલી તકે જામીન પર મુક્ત કરવામાં આવે.

     

    ભારત આવશે તો હત્યા થવાનો ભય

     

    વકીલે કહ્યું કે ભાવનાને જો ભારત પરત મોકલવામાં આવશે તો તેની હત્યા થવાનો ભય છે, ભાવનાને ભારતથી ભગાડવામાં તેના ભાઇએ જ મદદ કરી હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending