Home » NRG » USA » ahmedabadi athletic lihas trivedi injured in sport event in florida

ફ્લોરિડામાં ટ્રાયથ્લોનમાં 50 વર્ષીય અમદાવાદી લિહાસ ઈજાગ્રસ્ત, 25 કલાકમાં 194 કિમી દોડવાનો છે લિમ્કા બુક રેકોર્ડ

Divyabhaskar.com | Updated - Nov 23, 2018, 02:53 PM

લિહાસ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, એક સ્વિમર સાથે અથડાતા તેમને ગંભીર ઇજા થઇ હતી અને લોહીની ઉલટી થવા લાગી

  • ahmedabadi athletic lihas trivedi injured in sport event in florida
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દક્ષિણ આફ્રિકાના ડર્બનથી પીટરમેરિત્ઝબર્ગ વચ્ચે 5 પહાડો પસાર કરીને 90 કિલોમીટરની આ રેસ પુરી કરવાની હોય છે

    * 50 વર્ષીય ખેલાડી લિહાસ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા
    * લિહાસ એક સ્વિમર સાથે અથડાતા તેમને ગંભીર ઇજા થઇ હતી અને લોહીની ઉલટી થવા લાગી
    * શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
    * લિહાસ ત્રિવેદીનો એક્સ-રે અને ECG કરવામાં આવ્યું

    અમદાવાદ: અમેરિકાના ફ્લોરિડામાં ટ્રાયથ્લોન ઇવેન્ટ દરમિયાન અમદાવાદના 50 વર્ષીય ખેલાડી લિહાસ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇવેન્ટ દરમિયાન અન્ય એક સ્વિમર સાથે અથડાતા તેમને ગંભીર ઇજા થઇ હતી અને લોહીની ઉલટી થવા લાગી હતી જેને કારણે તેમણે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લિહાસ ત્રિવેદીએ ટ્રેડમિલ પર 25 કલાકમાં 194 કિલોમીટર સતત દોડવાનો રેકોર્ડ બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ હતું.

    સ્વિમર સાથે અથડાતા થઇ લોહીની ઉલટી

    લિહાસ ત્રિવેદી, 'સ્વિમિંગ દરમિયાન અન્ય એક સ્પર્ધક સાથે તે ભટકાઇ પડ્યા હતા જેને કારણે તેમને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તે બાદ તેમને
    તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું એક્સ-રે અને ECG કરવામાં આવ્યુ હતું. જ્યાં તેમને ખબર પડી કે તેમના ફેફ્સામાં પાણી ભરાઇ જવાથી ચેસ્ટ કોન્ટુસન અને બિલેટરીઅલ ન્યુમોનિયા થયુ હતું. જે બાદ થોડા સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

    લિહાસ ત્રિવેદીના નામે છે આ રેકોર્ડ

    નેશનલ રેકોર્ડ- ગુડગાંવમાં સતત 24 કલાક દોડીને તેમણે 182 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું.

    કોમરેડ્સ અલ્ટ્રામેરેથોન- દક્ષિણ આફ્રિકાના ડર્બનથી પીટરમેરિત્ઝબર્ગ વચ્ચે 5 પહાડો પસાર કરીને 90 કિલોમીટરની આ રેસ પુરી કરવાની હોય છે. આ રેસને વિશ્વની સૌથી અઘરી રેસ પણ
    કહેવામાં આવે છે. આ રેસ માટે તેમને આબુ રોડથી માઉન્ટ આબુ સુધી દોડીને તૈયારી કરી હતી

    લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ: સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતમાં સમર્થકો સમક્ષ ટ્રેડમિલ પર સતત 25 કલાક દોડીને 194 કિલોમીટરનું અંતર કાપી નવો રેકોર્ડ બનાવ્યો હતો.

  • ahmedabadi athletic lihas trivedi injured in sport event in florida
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રેસ માટે તેમને આબુ રોડથી માઉન્ટ આબુ સુધી દોડીને તૈયારી કરી હતી
  • ahmedabadi athletic lihas trivedi injured in sport event in florida
    ઇવેન્ટ દરમિયાન અન્ય એક સ્વિમર સાથે અથડાતા તેમને ગંભીર ઇજા થઇ હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ